________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે પ્રસ્તુત કરવા આ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ઇન્ટરફેદ કૉન્ફરન્સ યોજવી જોઈએ તેવું સૂચન કર્યું. આને પરિણામે ૨૦૦રની ૧૩-૧૪ એપ્રિલે ન્યૂ જર્સીમાં યોજેલા અહિંસા ઇન્ટરનૅશનલ કોન્ફરન્સમાં વર્લ્ડ જૈન કન્ફડરેશન સહયોગી સંસ્થા તરીકે જોડાયું અને એ સમયે આ સંસ્થાનું શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે પ્રતિનિધિત્વ કર્યું હતું. એ પછી તેઓએ લૉસ એન્જલસ, શિકાગો, ન્યૂ યૉર્ક અને લંડન જેવાં શહેરોમાં મિત્રોને મળીને વર્લ્ડ જૈન કન્ફડરેશનની રચના કરી અને સહુએ એમના આ વિચારને વર્તમાન સમયમાં આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય ગણીને સહર્ષ સ્વીકાર્યો તથા પોતાની રીતે પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી. આ અગાઉ ભારતીય વિદ્યાભવને ન્યૂ જર્સીમાં ‘અહિંસા વર્ષ નિમિત્તે યોજેલી કોન્ફરન્સમાં પણ વર્લ્ડ જૈન કન્ફડરેશન એના સહયોગી તરીકે જોડાયું હતું.
૨૩ના ઓક્ટોબરમાં લંડનમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીની સાથે બ્રિટનના હાઉસ ઑફ કોમન્સમાં ‘અહિંસા દિવસની ઉજવણીનું આયોજન કર્યું. લેબર ફ્રેસ ઑફ ઇન્ડિયાના ચેરમેન એમ. પી. સ્ટીફન પાઉન્ડ યજમાનપદે હતા અને એમાં લેબર અને કોન્ઝર્વેટિવ પક્ષના એમ. પી. તથા બ્રિટન ખાતેના ભારતના કમિશ્નર રોનેન સેન ઉપસ્થિત હતા અને એ સહુને જૈન ધર્મનાં નવ પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં. એ પછી વીરચંદ ગાંધીની ટિકિટ બહાર પાડવા અંગે ભારત સરકારની પોસ્ટલ એડવાઇઝરી કમિટી અને સંદેશાવ્યવહાર ખાતાના મંત્રાલયના પોસ્ટ વિભાગે સહયોગ આપ્યો અને તેને પરિણામે વીરચંદ રાઘવજી ગાંધીની ટિકિટ રિલીઝ થઈ રહી છે. આની પાછળ વર્લ્ડ જૈન કન્ફડરેશનનો હેતુ એ છે કે વીરચંદ ગાંધી દ્વારા અભિવ્યક્ત થયેલી જૈન ધર્મની ગહનતા, જૈન સિદ્ધાંતોની વ્યાપકતા તેમજ ઊંડા રાષ્ટ્રપ્રેમનો ખ્યાલ આપવો અને એ માર્ગે હવે પછી પ્રગતિ સાધવી, જેથી આ સદીની અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનાં જૈન મૂલ્યોની શ્રદ્ધા દૃઢ બને.
અરુણ મહેતા (ચૅરમૅન : બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ) પ્રતાપ ભોગીલાલ (ચૅરમૅન એમનીટ્સ)
એન. પી. જૈન (પ્રમુખ) એચ. એસ. રાક (કાર્યકારી પ્રમુખ)
(વર્લ્ડ જૈન કન્ટેડરેશન)
શતાબ્દી પૂર્વેના હિંદુસ્તાનનું ચિત્ર નિહાળીએ તો ખ્યાલ આવશે કે બ્રિટનની હકૂમત હેઠળ ભારત કચડાયેલું હતું. ગુલામને ક્યારેય પોતીકો અવાજ હોતો નથી. પરાધીન પાસે સ્વમાન નહીં, પણ શરણાગતિ હોય છે. વળી એ ગુલામી પરાધીન પ્રજાને વધુ લાચાર, મજબુર, ગરીબ, શોષિત અને પછાત બનાવતી હોય છે. આ એ સમય હતો કે જ્યારે ભારત માત્ર રાજકીય ગુલામી જ નહીં, બલકે આર્થિક પરાવલંબન ધરાવતું હતું. અજ્ઞાન અને અંધશ્રદ્ધાને કારણે સામાજિક રૂઢિઓ સતત ફૂલતી-ફાલતી હતી. માથું ઊંચકીને નહીં પણ માથું નીચું નાખીને હિંદુસ્તાનની પ્રજા આવતી હતી. આ સમયે વીરચંદ ગાંધીના રૂપે એક ભારતીય અવાજ પોતાની બુલંદી સાથે પ્રગટ થયો. ભારતનાં પ્રાચીન ગ્રંથો, મૂલ્યો અને વિચારોની છડેચોક હાંસી ઉડાવતા આ સમયે વીરચંદ ગાંધીએ સ્વદેશમાં જ નહીં, બલ્ક વિદેશમાં ભારતીય શાસ્ત્રગ્રંથોમાં રહેલી વૈચારિક અને આધ્યાત્મિક જ્ઞાનસમૃદ્ધિની સમજ આપી. વેદોની મહત્તા , તત્ત્વજ્ઞાનનીની ગહનતા અને એની જ્ઞાનગરિમાં પ્રગટ કર્યો.
જે સમયે ભારતીય સમાજને જંગલી, પછાત, રૂઢિગ્રસ્ત, વહેમી અને નિર્માલ્ય દર્શાવાતો હતો તે સમયે વીરચંદ ગાંધીએ દર્શાવ્યું કે પશ્ચિમમાં જ્યારે જ્ઞાનનો પ્રકાશ નહોતો ત્યારે ભારત જ્ઞાનોપળ હતું. જે ધર્મક્યિા અને સામાજિક પ્રથાને કારણે ભારતને પછાત દર્શાવવામાં આવે છે એ ધર્મક્રિયા અને સામાજિક પ્રથાની પાછળનાં ગહન મર્મ અને વૈજ્ઞાનિક રહસ્યને એમણે
- 9