SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ : ૬ કેટલાંક અખબારોના પ્રતિભાવો શિકાગો સબર્વન સ્ટાર (૩૦/૧૧/૧૮૯૩) મુંબઈના જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના વીરચંદ આર. ગાંધી દ્વારા યુનિયન સ્ટડી ક્લબ કોર્સના ઉપક્રમે યોજાયેલ ત્રીજું પ્રવચન જે રવિવાર સાંજે યુનિવર્સલીટર ચર્ચ, ૬૫મી ગલી, સ્ટેવર્ટ એવન્યૂમાં અપાયું ત્યારે આખો ખંડ ભરાયેલો હતો. પ્રવચનનો વિષય ‘ભારતનો ભૌગોલિક અને ઐતિહાસિક પરિચય’ હતો. જેમાં સાહિત્ય, ધાર્મિક તત્ત્વજ્ઞાન અને થિયૉસોફીનું વર્ણન પણ હતું. તેમણે હિંદુઓના રીતરિવાજો ઉપર પણ પ્રકાશ પાડ્યો અને ભારપૂર્વક જગન્નાથપુરીના રથની વાત પણ કરી. જેમાં ધાર્મિક શ્રદ્ધાળુ ભક્ત બલિદાન આપે છે. ધ યુનિવર્સલિસ્ટ મેસેન્જ૨, ચિકાો (૧૦૨ ૧૮૯૪) ૬૫૫૮, સ્ટેવર્ટ બુલેવર્ડમાં આવેલા શ્રી હોવર્ડના નિવાસસ્થાને વીરચંદ ગાંધીના ભારતીય તત્ત્વજ્ઞાનનાં પ્રવચનોની શ્રેણી યોજવામાં આવી. પ્રત્યેક સોમવારે યોજાતાં આ વ્યાખ્યાનો વધુ ને વધુ રસપ્રદ બની રહ્યાં. ગયા સોમવારે સાંજે એમણે યોગતત્ત્વજ્ઞાનની નૈતિક બાબતોનો ખ્યાલ આપ્યો. કોઈ અગ્રણી સંશોધકની માફક આ વિષયને એવી રીતે રજૂ કર્યો જે માત્ર હિંદુઓના આધિભૌતિક ચિત્તમાંથી જ સર્જાઈ શકે. આ પ્રવચનો સંસ્કૃત સભ્ય લોકોના સમૂહે સાંભળ્યાં અને એમણે જાણ્યું અને અનુભવ્યું કે સત્યના જાદુઈ પટારાની ચાવી આપવા હંમેશાં તૈયાર હિંદુઓનું જ્ઞાન પવિત્ર અને સાદગીભર્યું હોય છે. શિકાગો ડેઇલી સન (૩૪ ૧૮૯૪) મુંબઈના વીરચંદ આર. ગાંધી (બી.એ.)એ સોમવારે સાંજે 6558, Stewart Baulevard ખાતે પ્રવચન આપ્યું. જેનો વિષય ‘જૈન ધર્મ’ હતો. મિ. ગાંધી ધર્મપરિષદમાં એના પ્રતિનિધિ તરીકે આવ્યા છે તેમને વિશાળ ઉત્સાહી શ્રોતાગણ દ્વારા ધર્મપરિષદમાં રજૂ થયેલા બીજા એશિયાઈ ધર્મ કરતાં વધારે રસથી સાંભળવામાં આવ્યા. સેન્ટ જોસેફ ગેઝેટ (૮/૫ ૧૮૯૪) વિશ્વમેળાના એક ભાગ રૂપે યોજાયેલી વિશ્વધર્મ પરિષદે અગ્રગણ્ય ખ્રિસ્તીઓના 128 પરિશિષ્ટ ઃ ૬ ધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં મૂર્તિપૂજક (બિનખ્રિસ્તી) વિચારોએ આંખો ખોલી દીધી છે. ધર્મસભાના પ્રતિનિધિ મુંબઈના વીરચંદ ગાંધીએ એપ્રિલના ફોરમમાં ‘ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં સફળ શા માટે નથી ?’ તે પર પેપર રજૂ કર્યું હતું. શિકાગો હેરાલ્ડ (૪ ૮ ૧૮૯૪) ધર્મપરિષદના સભ્ય પ્રતિનિધિ વીરચંદ આર. ગાંધીએ તાજેતરમાં Unknown Life of Jesus Christનું યોગ્ય ભાષાંતર કર્યું છે. ભારતના વતની હોવાને કારણે અને દેશમાં ભ્રમણ કર્યું હોવાથી હિમીસ મઠનું સારું ચિત્રણ કરી શક્યા છે. જ્યાંથી નોોવિચને પ્રાચીન હસ્તપ્રતો મળી હતી. આ ઉપરાંત તેઓએ જે વિદ્વત્તાથી ઉદાહરણ ટાંક્યાં છે તે બીજા કોઈ ભાષાંતરમાં નથી. દરેક પાસે આ ભાષાંતરની એક કૉપી હોવી જોઈએ. બફેલો ટાઇમ્સ એન. વાય. (૮ ૮ ૧૮૯૪) વીરચંદ ગાંધી કાસાડાગાના માનનીય મહેમાન છે. લોકો એમની સ્થિર નિષ્ઠા અને સાદગીથી મોહિત થયા અને તેવા લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેઓનો મધુર સંગીતમય અવાજ અને રૂઢિગત પરંપરાગત પહેરવેશ તેમને હંમેશાં અલગ પાડે છે. લાઇટ ઑફ ટ્રુથ (૧૧|૮|૧૮૯૪) શ્રી ગાંધી ભારતની વૈદિક શાખા, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી છે. તેઓ તત્ત્વજ્ઞાનને આધ્યાત્મિક પ્રતિભાથી અને ગુરુના વ્યવહારુ જ્ઞાનને પોતાની પ્રતિભા સાથે પ્રગટ કરે છે, પ્રકાશે છે. ધ ઇલસ્ટ્રેટેડ બફેલો એક્સપ્રેસ (૧૨ ૮ ૧૮૯૪) શનિવારે કાસાડાગાના ઉત્સાહી શ્રોતાગણે જાણીતા સભાગૃહમાં શ્રી વીરચંદ આર. ગાંધીનું પ્રવચન ‘ધ મેસેજ ઑફ ઇન્ડિયા ટુ ધ પીપલ ઑફ અમેરિકા’ સાંભળ્યું. શ્રી વીરચંદ ગાંધીએ ભારતનાં ૫૦ લાખ જૈનોનું વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિત્વ કર્યું. મિ. ગાંધીનું જોરદાર અભિવાદન થયું અને તેઓ તેમના પરંપરાગત પોશાક ઘેરા જાંબલી રંગની પાઘડી અને પીળી શાલમાં હતા. તેઓએ કહ્યું, “મારાં અમેરિકન ભાઈઓ અને બહેનો, હું આપનું ભારત અને ભારતનાં ૩૦ કરોડ પુત્રો અને પુત્રીઓ વતી અભિવાદન કરું છું. હું આપને બંધુ અને 129
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy