SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અગાઉથી આપે છે. આમાં વીરચંદ ગાંધીની ચીવટ અને ધગશ દેખાઈ આવે છે. તેઓ કેટલીક સામગ્રી પેટીમાં પેક કરીને લંડન મોકલવાનું કહે છે, જેમાં (૧) બર્જેસ સાહેબ કૃત ટેમ્પલ્સ ઑફ શત્રુજય; (૨) ત્યાંના કોઈ ભંડારમાંથી નીચેની પ્રતો (અ) હીરસૌભાગ્ય કાવ્ય (બ) શત્રુંજય માહાભ્ય - ગુજરાતીમાં ટબા સાથે; (૩) શત્રુંજય ડુંગરનો નકશો. આપણી પેઢીમાં મારા ધારવા પ્રમાણે છે તે. કેડી સાહેબના રિપોર્ટની તથા બીજો કાગળિયાં છાપેલાં આપે જે અહીં મોકલ્યાં છે તે દરેકની દસ નકલો; (૪) કોઈ બેંક ઉપર સો પાઉંડની હુંડી તથા જોઈએ તો વધારે રકમ મળવાનો પત્ર; (૫) મારા પર વહીવટ કરનારા પ્રતિનિધિઓનો અંગ્રેજીમાં પત્ર.” શત્રુંજયનો કેસ લડવા માટે આણંદજી કલ્યાણજી પેઢી વીરચંદ ગાંધીને ‘સ્પેશ્યલ કમિશનર ફૉર ધ જૈન કમ્યુનિટી'નું લખાણ આપે છે. એમનો આણંદજી કલ્યાણજી પેઢીમાં જળવાયેલો પત્રવ્યવહાર એમના અથાગ પ્રયત્નોનો ચિતાર આપે છે. જોકે લંડનની કોર્ટને અર્થાત્ પ્રીવી કાઉન્સિલને અપીલ કરવા માટે સેક્રેટરી ઑફ સ્ટેટને અપીલ કરવાનું નક્કી થયું. યોજનાબદ્ધ અથાગ પ્રયત્નો શ્રી વીરચંદભાઈ ગાંધી તા. ૭મી જૂનના રોજ નહીં, પણ તા. ૯મી જૂનના રોજ લંડન પહોંચ્યા હતા. આ પછી એમણે લંડનમાં કેટલીક પ્રાથમિક કામગીરી બજાવી હતી, મિ. હોપ, સર મંચેરશા ભાવનગરી, શ્રી રમેશચંદ્ર દત્ત, ઑનરેબલ રોજર્સ, શ્રી દાદાભાઈ નવરોજજી તથા બીજા કેટલાક ગૃહસ્થોની મુલાકાત લઈને પેઢીના કેસ બાબતની ચર્ચા કરી હતી, એમ એમના પેઢી ઉપરના તા. ૨૩-૬-૧૮૯૮ના પત્ર ઉપરથી જાણવા મળે છે. વીરચંદ ગાંધીને સેક્રેટરી ઑફ સ્ટેટને અપીલ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૮૯૮ની બારમી ઓગસ્ટે તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં આ તીર્થ અંગેના મુકદ્દમાની પૂર્ણ જાણકારી મેળવીને ૨૪મી ડિસેમ્બર ૧૮૯૮ના રોજ ઇંગ્લેન્ડ પાછા ગયા. પવિત્ર મહાતીર્થ શત્રુંજય પર્વત સમ્રાટ અકબર અને શેઠશ્રી શાંતિદાસના • ભારતીય સંસ્કૃતિનો આત્મા છે સમયથી શ્વેતાંબર જૈનોના કબજામાં હતો, આમ છતાં તે બાદશાહ, તેના પછી તખ્તનશીન થયેલ બાદશાહ જહાંગીર અને શાહજહાંના તામ્રપત્ર ઉપર આપેલાં ફરમાનોનો સમયસર ઉપયોગ ન થવાના કારણે, તેના પરથી હકૂમત પાલિતાણાના દરબારના હાથમાં આવી. ઈ. સ. ૧૮૮૫માં તે સમયના પાલિતાણાના ઠાકોર સુરસિંહજીએ પર્વતનું રક્ષણ કરવાના બહાને પ્રત્યેક યાત્રાળુ દીઠ બે રૂપિયાનો મૂંડકાવેરો નાખ્યો. આ રીત ઘણી અગવડભરી તથા ત્રાસદાયક હતી. સાથોસાથ તા. ૭-૬-૧૮૮૫ના રોજ સુરજ કુંડ નજીક ભગવાન ઋષભદેવની પાદુકા હતી. તે કોઈ વિજ્ઞસંતોષીએ ખોદી કાઢી તથા તે તા. ૧૯-૬-૧૮૮૫ના રોજ ગુમ થઈ. કેટલાક સ્થાનિક બ્રાહ્મણોએ આ પાદુકા ગુરુ દત્તાત્રયની હતી અને જૈનોએ ખોદીને છુપાવી દીધી છે તેવી ખોટી ફરિયાદ કરી. આ પરિસ્થિતિનો લાભ લઈ તીર્થના શ્રાવકોએ રાખેલા નોકરોને માર મારીને પકડવામાં આવ્યા. આ અંગે ગવર્નરને તથા બીજે તાર કરવામાં આવ્યા અને જૈનોનું એક પ્રતિનિધિ મંડળ તા. ૧૮-૭-૧૮૮૫ના દિવસે લો રેને પૂનામાં મળ્યું. એથી સોનગઢના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઇસ દ્વારા આની તપાસ શરૂ થઈ. તેઓ પાલિતાણાના ઠાકોર પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા. આવી એકપક્ષીય તપાસ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પછી સરકારશ્રી તરફથી એમ નક્કી થયું કે પાલિતાણાના દરબારશ્રી તરફથી જૈન નોકરો ઉપરના જુલમ અંગે નિર્ણય કરવા સોનગઢમાં તપાસ થશે અને જૈન નોકરો સામે પાલિતાણા કોર્ટમાં થયેલ કેસ પણ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવો. જાનનું જોખમ વહોરીને એ જમાનામાં મુસાફરીના સાધન તરીકે બળદગાડાં તથા ઘોડાનો ઉપયોગ કરવો પડતો હતો. અન્ય કોઈ વાહન-સુવિધાઓ ન હતી. આ બન્ને કેસો અંગે તથા મુંડકાવેરા અંગે - સાક્ષીઓ, પુરાવા, જુબાનીઓ એકત્ર કરવા માટે શ્રી વીરચંદભાઈને અવારનવાર પાલિતાણા જવું પડતું હતું તેમજ પાલિતાણાના ઠાકોરે શ્રી વીરચંદભાઈના માથા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. - 39 - - 38
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy