SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ રડવા કુટવાના રીવાજને અનુસરનારા લોકોમાંથી પ્રત્યેક જુદી જુદી અપેક્ષાએ અનુસરે છે, મા બાપ પોતાનો નિર્વશ જવાથી ૨ડે છે, સેવક પોતાનો પાળનાર જવાથી રડે છે, સ્ત્રી પોતાનો ભર્તાર જવાથી રડે છે, પુત્ર તેનો પિતા જવાથી રડે છે, બીજા સંબંધીઓ તેની ખોટ પડવાથી ૨ડે છે, કેટલાએક તેમના ઉત્તમ ગુણોને માટે રડે છે, કેટલાએક પોતાના સ્વાર્થભ્રંશને માટે રડે છે. આ પ્રમાણે જુદા જુદા કારણોથી જુદા જુદા શખશો દીલગીર થાય છે એમાં નવાઈ નથી. - ભારતીય સંસ્કૃતિનો આત્મા " તો એમજ ધારે કે આ લોકો જરા ગમ્મત કરવા અંહી આવ્યા છે. અફસોસ ! અફસોસ ! કેવી ધિક્કારવા યોગ્ય રીતિ ! મરણ પ્રસંગે ગુપ્પો શા મારવા ! જે પ્રસંગે ગંભીરતાનો તે વખતે ઠઠા મશ્કરી શી ! આવા પ્રસંગે ઘણીજ ગંભીરતા રાખવી જોઈએ. મરજી મુજબ વરતી મરનારનું તેમજ પોતાની જ્ઞાતિનું માનભંગ કરવું નહીં જોઈએ. મુડદાને બાળ્યા પછી પાછા આવતી વખતે કોઈ અગાઉથી પોબારા ગણી જાય છે, કોઈ મરનારના ઘરની પાસે અમુક જગાએ જઈને બેસે છે એવા ઇશારાથી કે બધા સ્મશાનમાંથી આવે ત્યારે તેમની સાથે જોડાઈ મરનારને ઘેર જવું. આ પ્રમાણે પહેલાતો બધા જુદા પડી જાય છે અને છેવટે એકઠા થઈ જાય છે. આમ કરવાથી બીજા લોકોને તેઓ સ્પષ્ટ બતાવી આપે છે કે આ બધું પરાણે પણ લોકલજ્જાને લીધે અમારે કરવું પડે છે. આથી અવિદ્યાથી ઉત્પન્ન થતાં પરિણામો લોકોની દૃષ્ટિએ પડે છે. છતાં પણ લોકો સુધરવા માગતો નથી એ કેટલી દીલગીરી ! મરણ એ હર્ષનો અથવા હસી કાઢવાનો સમય નથી, એમ બધા લોકો જાણે છે. ત્યારે શા માટે તેઓ પોતાની જ્ઞાતિનું માન સાચવતા નથી? હવે આપણે પ્રસ્તુત વિષય પર આવીએ. रडवू, कुट, સાહજિક શોક રૂદન : જે શોક, રૂદન રૂઢિથી નહીં પણ હૃદયમાં રહેલા ફરૂણારસ સંકલિત સ્નેહથી થાય છે અને જેને અટકાવવો ઘણો મુશ્કેલ છે તેનું નામ સાહજિક શોક રૂદન, જેમ કે સતી સ્ત્રી પોતાના પ્રાણનાથના મરણથી તથા માતા પોતાના પાલક પોષક વિનીત પુત્રના વિયોગથી જે શોક રૂદન કરે છે તે ખરેખર નિમિત્તના યોગે ઉત્પન્ન થયેલ હોવાથી સાહજિક શોક રૂદન ગણાય. કેમકે પોતાના શૃંગાર દીપક શીરછત્ર પ્રિયપતિના મરણથી શીલવતી સ્ત્રીના પર પડતો દુઃખનો વરસાદ બેહદ છે તેમજ માતાને પુત્રના વિયોગથી પડતી આપદા પણ તેના જેવી જ છે. તેથી આવી સબળ હેતુથી પૈર્યવૃત્તિ ખંડિત થાય અને સ્નેહને લીધે અશુપાત થાય એ સહજ છે. તે શોક તેની આફતના પ્રમાણમાં સાધારણ છે. પણ યાદ રાખવું જોઈએ કે જો આ શોક રૂદન પણ રૂઢિરૂપે ઘણા કાળ સુધી ટકી રહ્યું તો તેની સાહજિકતા ટળી જાય છે. કર્તીવિભાગ : હવે આ શોક રૂદનાદિ કરનારા પુરુષોના વિભાગ કરી બતાવું છું. ૧ઉત્તમોત્તમ, ૨. ઉત્તમ, ૩, મધ્યમ, ૪. અધમ. ૧. જે સમ્યકત્વ રત્નથી વિરાજિત ગાત્ર, વિવેક રૂપી દીપકથી ઉદ્યોત પામેલા માર્ગમાંજ પ્રવર્તનારા, ભવસ્વરૂપચિંતક, ધીરસ્વભાવી અને શાંતમુદ્રાવાલા સજ્જનો તે ઉત્તમોત્તમ. ૨. જેઓ સમ્યકત્વરહિત છે પણ નીતિમાર્ગમાં મહાકુશળ, જગતમાં પંડિત રૂપે વખણાયેલા, પ્રકૃતિથી ધીર અને સુધારાની પદ્ધતિ ઉપર ચાલનારા તે આ શોક રૂદનના પ્રસ્તાવમાં ઉત્તમ. ૩. જેઓ સત્વહીન અને સ્વભાવથીજ કાંઈક અધીર પણ બીજી કેટલીએક સામાન્ય રીતીથી સુધરેલા તે મધ્યમ. ૪. અને જેઓ એકદમ સત્વહીન અને ખરેખરા કાતર તેમજ મોહિત તે અધમ પુરૂષ જાણવા. તેમાંથી ઉત્તમોત્તમ પુરૂષો શોકકારક બનાવ બનતાં ધર્મમાં જ વિશેષ પ્રવર્તે છે. ઉત્તમ પુરૂષો ભાવિ ભાવ વિચારી વિકાર પામતા નથી; મધ્યમ પુરૂષો એક્યુપાત કરી શોક દૂર કરે છે; પણ અધમ જનોજ કુટે છે. કહ્યું છે કે, ओमिति पंडिता कुर्युरश्रुपातं च मध्यमाः । अधमाश्च शिरोघातं शोके धर्म विवेकिनः ।। અર્થ : પંડિત પુરૂષો શોકમાં એમ સમજે છે કે જે થવાનું છે તે થાય છે - 95 - - 94 -
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy