SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે કોમળ શરીર ઘણીવાર ઉંધું થઈ જાય છે, મુત્રાશયમાં બીગાડ થવાથી પીશાબ બંધ થઈ જાય છે અને તેથી ઘણીવાર મરણ પણ નીપજે છે . છાતીમાં કુટેવાથી તે ઠેકાણે તથા આસપાસની નસો ચગદાઈ જાય છે. તેથી સોજો ચડે છે અને ગુમડાઓ વિગેરે થાય છે. સ્તનની અંદર પણ રોગ પેદા થાય છે, અંદરનું દુધ બગડે છે તેથી ધાવણાં છોકરાં રોગી થાય છે અને તેને લીધે તેમનો કાયાનો બાંધો તુટી જાય છે, શરીર પીળા પચ થઈ જાય છે, અંગબળ તદન ઓછું થઈ જાય છે, વીર્ય નબળું થઈ જાય છે એટલુંજ નહીં પણ છોકરાં નાની ઉંમરમાં મરી જાય છે. આપણી સંતતિ તદન નિર્બળ છે તેનું આ રડવા કુટવાની હાનિકારક ચાલ એક મુખ્ય કારણ છે. રડવા કુટવાથી ગર્ભવંતી સ્ત્રીઓને ઘણું નુકશાન થાય છે. ઘણો શોક કરવાથી છોકરું રોગીષ્ટ જન્મે છે, અધુરે ગર્ભ પડી જાય છે. શ્રીકલ્પસૂત્રની કલ્પલતા નામની ટીકામાં કહ્યું છે કે कामसेवा...प्रस्खलनपतनप्रपीडनप्रधावनामिघातविषमशयनविषमासन... अति रागातिशषोक... आदिभिर्गर्भपातोभवेत् અર્થ : કામ સેવવાથી, ઠેસ વાગવાથી, પડવાથી, પીડા થવાથી, દોડવાથી, ધક્કો વાગવાથી, બરાબર નહીં સુવાથી, બરાબર નહીં બેસવાથી, અતિ પ્રીતિ બતાવવાથી, અતિ શોક કર્યાથી, વિગેરેથી ગર્ભ પડી જાય છે. પછાડીયો ખાધાથી પેટમાં ગાંઠ ઉત્પન્ન થાય છે. આને લીધે જુવાન સ્ત્રીઓનો બાંધો તુટી જાય છે અને ભર જુવાનીમાં છતાં મુડદા જેવી દેખાય છે. છોકરીઓને જાણી જોઈને રડતા કુટતા શીખવવામાં આવે છે તેથી તેમ કરનારા લોકો જાણી જોઈને છોકરીઓના શરીરમાં રોગ પેસારે છે. शोकथी मन उपर थती असर શરીર અને મનને એટલો તો નિકટનો સંબંધ છે કે શરીરના રોગથી મન બગડે છે અને મનના રોગથી શરીર બગડે છે. શરીર સારૂ હોય તો જ મન સારૂ હોય છે અને મન સારું હોય છે તો જ શરીર સારૂ હોય છે. ચિંતા કરનારા, પારકાના સુખે અદેખાઈ કરનારા, ફોકટની ફીકર વહોરી લેનારા સખસોના • રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ - શરીર કેવા નિર્બળ હોય છે તે તો વાંચનાર જાણેજ છે, આકરા મીજાજવાળા, ઘડી ઘડીમાં તપી જનારા, ઉકળતા લોહીવાળા મનુષ્યોની કાયા કેવી કૌવત વીનાની હોય છે તે કાંઈ વાંચનારને સમજાવવાની જરૂર નથી. વૈદકશાસ્ત્ર કહે છે કે મનને હદ કરતા વધારે શ્રમ આપવાથી તનની શક્તિ ઘટે છે, પાચન શક્તિ ઓછી થાય છે, કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી, જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે, ક્ષયરોગ ઉત્પન્ન થાય છે અને છેવટે અકાળ મૃત્યુ થાય છે. ભુખ્યા હોઈએ છીએ ત્યારે કાંઈ કામ થતું નથી, શરીર ક્ષીણ થઈ જાય છે ત્યારે બુદ્ધિ પણ ઘટે છે ને સ્મરણ શક્તિ મંદ થાય છે. શરીરના રોગના ઉપાયો સહેલાઈથી મળી આવે છે પણ મનના રોગના ઉપાયો મળી શકવા કઠિણ છે. વિયોગને લીધે ઘણા સ્ત્રીપુરૂષો, માબાપ અને છોકરાં દુઃખી થાય છે. લગાર પણ શોક કર્યાથી શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે તો લાંબા વખત સુધી શોક કરવાથી, ૨ડવાથી અને કુટવાથી ભયંકર પરિણામો નીપજે એમાં શું આશ્ચર્ય ! રોજને રોજ શોક કરવાથી મન બગડી જાય છે, બીલકુલ ઘરનું કામ સુઝતું નથી, બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે, કોઈનું મહો પણ જોવું ગમતું નથી, છોકરા છંયાની ખબર લેવી ગમતી નથી. અંતે શરીર અને મન બંને ક્ષીણ થઈ જવાથી મરણ નીપજે છે. चित्तायत्तं धातुबद्धं शरीरं नष्टे चित्ते धातवो यान्ति नाशम् । तस्माच्चितं सर्वदा रक्षणीयं स्वस्थे चित्ते बुद्धयः संभवन्ति ।। અર્થ : ધાતુથી બંધાયેલું આ શરીર ચિત્ત યા મનને આધીન છે. ચિત્ત નાશ પામવાથી ધાતુઓ નાશ પામે છે, તેથી ચિત્તનું સદા રક્ષણ કરવું. ચિત્ત સ્વસ્થ હોય તોજ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. बीजा लोकोना विचार સુધરેલા લોકો જ્યારે આપણા બૈરાઓને ૨ડતા કુટતા જુએ છે ત્યારે તેઓ આપણી આ દુષ્ટ ચાલની હાંસી કરે છે. તેઓના મનમાં એમજ વિચાર આવે છે કે આમના બૈરા તદન મુર્ખ અને વિવેક શુન્ય છે, તેઓ નિર્લજ , દયા – 101 100
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy