________________
પરિશિષ્ટ : ૩
—
વીરચંદ રાઘવજી ગાંધી
પરિશિષ્ટ : ૩
વીરચંદ ગાંધીની કાવ્યરચનાઓ વીરચંદ ગાંધીને કાવ્યશાસ્ત્રની ઊંડી સૂઝ હતી. એમના જીવનના પ્રારંભકાળમાં શ્રી ભગવાનદાસભાઈ પારેખે વસંતતિલકા છંદમાં ‘લાગે અતિ શર કરા સમ તેહ મીઠી' એવી પંક્તિ પાદપૂર્તિ કરવા માટે વીરચંદભાઈને આપી હતી અને એમણે રચેલી પાદપૂર્તિની આ છ કડીઓ છે. એમના પત્રમાં વિશેષ કડી છે પરંતુ અન્ય ઉકેલી શકાય તેવી નથી.
(૧) જેન સાધુ (મુનિ) આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ, વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે; જાણે સુધાની સરિતા વહતી જ દીઠી, લાગે અતિ શર કરા સમ તેહ મીઠી !
(૨) ચંદ્રજ્યોત્સના શી શોભતી સુખદ ચંદ્ર તણી જ જ્યોના, જેણે વધારી પ્રિયને મળવાની તૃષ્ણા; જેવી જય પ્રિય સમાગમમાં જ દીઠી, લાગે અતિ શર કરા સમ તેહ મીઠી !
(૩) કોરટમાં હાજર થયેલા ગુનેગાર ઊભો રહ્યો કુપર સાહેબની સમક્ષ, ઉદ્વેગ પામી મુખમાંથી વદાયું રક્ષ; નિર્દોષ છે ઉચ્ચારાતી દીઠી, લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
(૪) તમારા પત્રની પ્રાપ્તિ ૨ મિત્ર પત્રની અહોનિશ વાટ દેખું, વિહગ્નિ શાંતિ અરથે તવ ચિત્ર પ્રેખું;
જ્યારે પ્રભાત સમયે તવ આવી મીઠી, લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
(૫) પ્રભુભક્તિ સંસારમાં દુ:ખદ વસ્તુ ન કો ગણાય, આનંદકંદ પ્રભુભક્તિ કરો સદાયે; શાંતિ થઈ પ્રભુ તણી જવ મૂર્તિ દીઠી, લાગે અતિ શર કરા સમ તેહ મીઠી !
(૬) કવિતા જૂના વિચાર સહ મૌન ન અર્થમુક્તિ, રંજાડતી પ્રિયતમા તવ પ્રેમ ઉક્તિ; માધુર્યયુક્ત કવિતા જવ તારી દીઠી લાગે અતિ શર કરા સમ તેહી મીઠી !