SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા " - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે તરીકેની કુશળ કામગીરીને કારણે એમના પર પ્રસન્ન થયેલા મુંબઈ અને અમદાવાદના જૈનો એમને કાયદાના અભ્યાસ માટે આર્થિક સહયોગ આપતા રહ્યા, વીરચંદ ગાંધી જૈન સમાજને મૂંઝવતા પ્રશ્નો પરત્વે સદેવ જાગ્રત હતા અને એ સમસ્યાનિવારણ માટે સતત પ્રયત્નશીલ રહેતા. એક સમયે રાજસત્તા પર જૈનોનો પ્રભાવ હોવાથી જૈન તીર્થોની પવિત્રતા અને વ્યવસ્થા અકબંધ જળવાઈ રહેતી હતી, પરંતુ સમય જતાં જૈનોનું રાજ કીય પ્રભુત્વ ઓછું થયું અને પરિણામે રાજ રજવાડાંઓ દ્વારા જૈન તીર્થોમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ પેદા કરવામાં આવતી હતી અને તેને કારણે આવી સંસ્થાની વિશેષ જરૂર હતી. ઈ. સ. ૧૮૯૦માં વીરચંદ ગાંધીના પિતા રાઘવજીભાઈનું અવસાન થયું. રાઘવજીભાઈ મૃત્યુ પછીના સામાજિક વ્યવહારોમાં માનતા નહોતા. એમણે પોતાના મૃત્યુ અગાઉ સહુને કહ્યું હતું કે “મારા મૃત્યુ પાછળ કોઈએ રડવું નહીં. ભોંયે ઉતારવો નહીં (છેલ્લે મૃતદેહને જમીન પર નીચે મૂકવો નહીં), અળગણ પાણીએ નહાવું નહીં (એ જમાનામાં સ્મશાનમાં સ્નાન કર્યા બાદ એ જ ભીનાં વસ્ત્રો સાથે ઘેર આવવાનો રિવાજ હતો) અને મરણ પાછળ કોઈ ખર્ચો કરવો નહીં.” વીરચંદ ગાંધીએ પિતાની ઇચ્છા પ્રમાણે જ કાર્ય કર્યું. શ્રી સમસ્તેશિખર મહાતીર્થ પહાડ પર ડુક્કરોની પુષ્કળ વસ્તી હોવાથી ડુક્કરની ચરબી કાઢવાનું કારખાનું નાખીએ તો જંગી નફો થાય. યાત્રાસ્થળથી બે-ત્રણ માઈલ દૂર આવેલું આ કારખાનું શ્રી સમેતશિખર તીર્થની બાર ગાઉની પ્રદક્ષિણાના રસ્તામાં આવતું હતું, આથી ચંદ્રપ્રભુ ભગવાનની ટૂંક પર કે પછી ધર્મશાળામાં ઊતરેલા યાત્રાળુઓને ડુક્કરની દર્દભરી ચીસો સંભળાતી હતી. સહુ કોઈનું હૈયું કકળી શ્રી સમેતશિખર તીર્થની સમસ્યા ઊર્યું. આણંદજી કલ્યાણજી પેઢીના સમાધાન જેવી જ ઘટના ૧૮૯૧માં સમેતશિખર પર ડુક્કરના ચરબીના કારખાના અંગેની બની. બેડમ નામના અંગ્રેજે ડુક્કરની ચરબી કાઢવાનું કારખાનું નાનું, તેની સામે બાબુ રાયબહાદુર બદ્રીદાસે શ્રાવક કોમ તરફથી ફરિયાદ કરી હતી પરંતુ તેમાં તેઓ હારી ગયા. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજે ઊંડા આઘાતની લાગણી અનુભવી. આવા પવિત્ર સ્થાન પર આવું હિંસક કાર્ય ! અહિંસાપ્રેમી જૈન સમાજને માટે આનાથી વધુ વ્યથા પહોંચાડનારી બીજી કઈ ઘટના હોઈ શકે? પાલગંજના રાજાએ વિ. સં. ૧૯૪૨માં વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો જ્યાં સિદ્ધિપદ પામ્યા છે એવા સમેતશિખર તીર્થના પહાડની થોડી જમીન ચાનો બગીચો કરવા માટે બેડમ નામના અંગ્રેજને પટ્ટથી આપી. પાંચેક વર્ષ પછી બેડમને લાગ્યું કે આ શ્રીસંઘના આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશ્નર સમક્ષ ફરિયાદ કરી, તો એમણે વ્યાપારની બાબતમાં હસ્તક્ષેપ કરવાનો અમારો અધિકાર નથી એવી વાત કરીને ફરિયાદ કાઢી નાખી. પરિણામ પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને કારખાના સામે મનાઈહુકમ મેળવવામાં આવ્યો, પરંતુ એ પછી એનો ચુકાદો જૈન સમાજની વિરુદ્ધમાં આવ્યો. આથી હાઇકોર્ટમાં અપીલ કરવાનું નક્કી થયું અને સહુની નજ૨ સ્વાભાવિક રીતે જ પાલીતાણાનો મૂંડકાવેરો નાબૂદ કરવામાં સફળ નીવડેલા યુવાન વીરચંદ ગાંધી પર પડી. - 47
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy