SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા " વીરચંદભાઈના વિદ્યાપ્રેમી પિતા રાઘવજીભાઈ અને માતા માનબાઈ એમને અંગ્રેજી શિક્ષણ આપવા માટે ભાવનગર રહેવા આવ્યાં. ૧૮૯૭માં વીરચંદભાઈનાં લગ્ન જીવીબહેન સાથે થયાં. ૧૮૮૦માં, ૧૬મા વર્ષે વીરચંદ ગાંધી મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. મેટ્રિકની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવીને એમણે સર જશવંતસિંહજી સ્કૉલરશિપ મેળવી હતી. - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે પ્રયત્નો) (૨) જૈનોમાં કેળવણી, સદાચરણ અને સગુણ વધારવા (૩) પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવું (૪) વિદ્યાવૃદ્ધિ, જીર્ણોદ્ધાર, નિરાશ્રિતાશ્રય અને જ્ઞાનસંગ્રહ માટે ઉત્તમ ઉપાયો યોજવા (૫) જૈન ધર્મનાં ટ્રસ્ટ ફંડો અને ધર્મખાતાઓ ઉપર દેખરેખ રાખવી. ટૂંકમાં જૈન ભાઈઓ સાંસારિક, ધાર્મિક અને રાજકીય સુધારામાં અગ્રેસર થાય તેવા ઉપાય યોજવા. કાવ્યશોખીન ત્રિપુટી વીરચંદ ગાંધી, ભગવાનદાસ દુર્લભદાસ પારેખ અને મૂલચંદ નાથુભાઈની ત્રિપુટી કાવ્યરસની શોખીન હતી. ભગવાનદાસભાઈ એમનાં કાવ્યો વીરચંદભાઈને મોકલતાં અને એમની પાસેથી સાહિત્યલક્ષી માર્ગદર્શન મેળવતા. એમણે ભગવાનદાસભાઈને વિપ્રલંભશૃંગાર વિશે સમજણ આપી હતી. વીરચંદભાઈએ પાદપૂર્તિ રૂપે લખેલી કેટલીક કવિતાઓ પણ પ્રાપ્ત થાય છે. જૈન સમાજના પ્રથમ સ્નાતક વીરચંદ ગાંધી જેમ જેમ અભ્યાસ કરતા ગયા તેમ તેમ તેમની જ્ઞાનપિપાસા વધુ ને વધુ ઉદીત બનતી ગઈ. આને પરિણામે રાઘવજીભાઈ પુત્રના વિશેષ અભ્યાસ માટે પરિવાર સહિત મુંબઈ આવીને વસ્યા. અહીં વીરચંદ ગાંધીએ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી, એટલું જ નહીં, પણ તેઓ જૈન શ્વેતાંબર સમાજના સર્વપ્રથમ સ્નાતક (બી.એ. ઓનર્સ) થયા. માત્ર વીસ વર્ષની ઉંમરે ૧૮૮૪માં જૈન સમાજના સર્વપ્રથમ સ્નાતક (ગ્રેજ્યુએટ) થનાર વીરચંદ ગાંધીએ એમના સૌજન્ય અને વિદ્વત્તાથી ઘણા લોકોનાં મન જીતી લીધાં હતાં. જૈન સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ઈ. સ. ૧૮૮૨ના જૂનમાં (વિ. સં. ૧૯૩૮, અષાઢ) જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ઈ. સ. ૧૮૮૫માં વીરચંદ ગાંધીએ મંત્રી તરીકે એનું સુકાન સંભાળ્યું. આ સંસ્થાના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) જૈન ભાઈઓમાં મૈત્રીભાવનો વધારો કરવો. (એકતાના ૨૧ વર્ષના યુવાન કર્ણધાર માત્ર એકવીસ વર્ષની યુવાન વીરચંદ ગાંધીનું ઘર (મહુવા) વયે તેઓ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી બન્યા અને પોતાનાં કાર્ય, દૃષ્ટિકોણ અને વિચારધારાથી એસોસિએશનને એક નવો ઘાટ આપીને જૈન સમાજમાં એની આગવી સ્વતંત્ર છબી ઉપસાવી. પરિણામે આ સંસ્થા સમગ્ર ભારતવર્ષના શ્વેતાંબરોની એક મહત્ત્વની સંસ્થા બની રહી. એનો હેતુ હતો દેશના વિભિન્ન પ્રદેશોમાં વસતા જૈનોના સંગઠન માટે કાર્ય કરવું, એમની સામાજિક, માનસિક અને નૈતિક ઉન્નતિના ઉપાયો યોજવા, જીવદયા, તીર્થસ્થાનોની જાળવણી, ટ્રસ્ટ ફંડ તથા ધાર્મિક ખાતાના આર્થિક વ્યવહારો અંગે માર્ગદર્શન આપવું. અહીં એમણે સામાજિક, ધાર્મિક અને રાજકીય સુધારા અંગેની વ્યાખ્યાનશ્રેણીમાં પ્રવચનો આપ્યાં. જીવનમાં સ્થાયી થવા માટે એમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮૮૫માં સોલિસિટર થવા માટે મેસર્સ લિટલ ઍન્ડ કંપની નામની ગવર્મેન્ટ સોલિસિટરની કંપનીમાં જોડાયા. આ તેજસ્વી યુવાનની જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના મંત્રી જે 45
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy