SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " હૈતુને બતાવીને એમણે કહ્યું છે કે તેઓ જ્ઞાતિપ્રથાનો બચાવ કરતા નથી, પરંતુ એ શા માટે ઉભવી તે સમજવું જોઈએ. પ્રાચીન વેદોમાં જ્ઞાતિપ્રથાનો ક્યાંય ઉલ્લેખો નથી અને તેથી એ અમારા પ્રાચીન ધર્મ કે તત્ત્વજ્ઞાનનો ભાગ નથી. જ્ઞાતિપ્રથા એ એક ધાર્મિક સત્તાને બદલે સામાજિક પ્રથા છે. એ જ રીતે ભારતીય સ્ત્રીઓ ગુલામ જેવું જીવન ગાળે છે તેવા પશ્ચિમના ખ્યાલો પર તેઓ પ્રહાર કરે છે. એટલું જ નહીં પણ ભારતીય લગ્નપ્રથા દર્શાવીને સ્ત્રીઓનો મહિમા દર્શાવે છે. ભારતીય લોકોના નૈતિક જીવન અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એ કહે છે કે ઉચ્ચ નૈતિક જીવન, ન્યાય, સત્ય, પવિત્રતા એ દરેક હિંદુને માટે મહત્ત્વનાં છે. માત્ર વાણીથી જ નહીં, પણ રોજના આચારમાં એ પ્રગટ થતાં હોય છે. તેઓ નોંધે છે. "Thou shalt not kill, thou shalt not covet, thou shalt not commit adultery, thou shalt not lie", are commandments with us as with you, and thou shalt practice virtue, good will, right conduct, not toward men only, but toward all living beings, are also parts of our moral code, which no Hindu can forget or deny without bringing down upon him corresponding evils and retribution." (p. 312) મૂળ સંસ્કૃતિ ભારતીય આ રીતે અપપ્રચાર અને અજ્ઞાનને કારણે અમેરિકન લોકોમાં ભારતીય પ્રજા વિશે જે માન્યતા ફેલાઈ છે, એનો વીરચંદ રાઘવજી ગાંધી સુંદર દલીલો દ્વારા ઉત્તર આપે છે. વીરચંદ ગાંધી ક્યાંક જૈન લાગે છે, ક્યાંક હિંદુ લાગે છે પણ બધે જ ભારતીય છે. એટલું જ નહીં પણ એ કહે છે કે આ મહાન ભારતમાં તમને પ્રાચીન ઉત્તમ જીવન, ઉષ્માભર્યું આતિથ્ય અને જેનો પ્રેમ સતત વહે છે તેવી પ્રિય વૃદ્ધ માતા મળશે. ભારત અને અમેરિકા બંનેના સંબંધોથી એકબીજાને શું લાભ થાય એની પણ વીરચંદ ગાંધી વાત કરે છે અને તે અંગેનાં સૂચનો પણ આપે છે. આ રીતે ‘જૈન ફિલોસોફી' ગ્રંથમાં વીરચંદ ગાંધીએ જૈનદર્શનની સાથોસાથ ભારતના પ્રાચીન ગૌરવ અને એની સાચી વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે. આથી જ એમનાં પ્રવચનો ઘણાં વિચારપ્રેરક અને માહિતીપ્રદ ગણાતાં હતાં. ભારતીય સંસ્કૃતિની વાત કરવાની સાથોસાથ જરૂર પડે બ્રાહ્મણ, - ભારતીય સંસ્કૃતિનો આત્મા જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોનાં તારણો આપતાં હતાં. એમના મતે ભારતની મૂળ સંસ્કૃતિ વૈદિક નથી, જૈન નથી, બૌદ્ધ પણ નથી, પરંતુ ભારતીય છે. એનો ખ્યાલ તો ત્યારે આવે કે કેટલીક વાર ‘હિંદુ’ શબ્દનો પ્રયોગ તેઓએ ‘ઇન્ડિયન'ના અર્થમાં કર્યો છે. પ્રાચીન ભારત અને વર્તમાન ભારતના સામાજિક અને નૈતિક દરજ્જાની વાત કરે છે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની સાથે સાથે ઈશ્વર વિશેની એમની વિભાવના, મોક્ષ વિશેનો ખ્યાલ, આત્મા, દયા જેવા અનેક વિષયો પર વીરચંદ ગાંધી વાત કરે છે. વીરચંદ ગાંધીને માટે બે પ્રશ્નો હતા. એક, એમના શ્રોતાજનો એમના વિષયવસ્તુથી સાવ અપરિચિત હતા અને બીજું, વિષય એવો કઠિન હતો કે જેમાં પરિભાષાનું જ્ઞાન જરૂરી હતું. આ બંને મુશ્કેલીઓ પાર કરવામાં વીરચંદ ગાંધી સફળ રહ્યા છે. એમણે સંસ્કૃતના અભ્યાસનો ઘણો મહિમા કર્યો અને પ્રાચીન ભારતના ગૌરવને જાણવા માટે એને અનિવાર્ય ગણાવ્યું. ક્રિશ્ચિયનોની ભારતમાં ધર્માતરની પ્રવૃત્તિની વીરચંદ ગાંધીએ ટીકા કરી છે, તો બીજી બાજુ અમેરિકા અને ઇંગ્લેન્ડની અપનાવવા યોગ્ય બાબત તેમજ ઉમદા સ્વભાવ ધરાવનારા અંગ્રેજ અને અમેરિકન મહાનુભાવોનો એમણે આદર પણ કર્યો છે. અને એમાંના કેટલાક સાથે એમને મંત્રી પણ હતી. વીરચંદ ગાંધી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા, તે ઉપરાંત એમણે સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ગ્રંથોના પશ્ચિમના વિદ્વાનોએ અંગ્રેજીમાં કરેલા અનુવાદોનો પૂરો લાભ ઉઠાવ્યો હતો અને એમાં પણ જરૂર પડે એમણે પોતાની વિચારસરણીને આગવી રીતે દર્શાવી છે. ભારતીય પ્રાચીન ગ્રંથોના હાર્દને દર્શાવવામાં એ પૂરેપૂરા સફળ થયા છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે ભારતીય તત્ત્વજ્ઞાનનાં એવાં તત્ત્વોને એમણે અમેરિકન પ્રજા સમક્ષ રજૂ કર્યો છે કે જેમાંથી એમનામાં આ તત્ત્વજ્ઞાન પ્રત્યે માત્ર આદર જ નહીં, પણ ઊંડો રસ અને જિજ્ઞાસા જાગે. એ હકીકત છે કે તેઓ એ સમયની અનેક વિચારક અને તત્ત્વપ્રિય વ્યક્તિઓમાં આવો ઊંડો રસ જગાડી શક્યા હતા. આ જ બાબત વીરચંદ ગાંધીના કાર્યનો પ્રભાવ અને મહત્ત્વ પુરવાર કરે છે. ‘જૈન ફિલૉસોફી'ના લેખોના વિષયવસ્તુ વિશે વિગતે જોયું, એ પછી બીજું પુસ્તક ૧૯૧૩માં ‘કર્મ ફિલોસોફી'ના નામે મળે છે. આ પુસ્તકમાં એમણે
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy