Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 51
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા ખામી આવી તો જ્ઞાતિમાં તેની નિંદા થાયછે અને રડતાં કુટતાં પણ આવડતું નથી એવી છાપ લોકોમાં પડી જાય છે. આહા ! રૂઢિ કેવી બલવાન છે ! એ રૂઢી એટલી તો ઉડી પેઠેલી હોય છે કે તેના સેવકો પોતાના મન તથા શરીરની દરકાર પણ રાખતા નથી, પરજ્ઞાતિમાં થતી નિંદાથી પણ ડરતા નથી. અને પરલોકમાં થતી અવગતિનું તો ભાનજ ક્યાંથી હોય ! ધિક્કાર છે એવી રૂઢીને ! રડવું કુટવું વિગેરે ફક્ત થોડા દીવસન ચાલતું નથી. ઘણી જગાએ મહીનાના મહીના સુધી દિવસમાં બેચાર વખત ૨ડવાનું શરૂ રહ્યા કરે છે. મરનારના વિયોગે રહેલાં સગાંઓ કાણ માંડે છે અને કાણે જાય છે. વરસમાં આ પ્રમાણે મરનારને ઘેર ઘણી કાણ આવે છે અને તેથી મરનારના વાલીઓ શરીરે અને પૈસે દુઃખી થાય છે. તેની બીજાઓને તો દરકાજ હોતી નથી. સામો ધણી મરે કે જીવતો રહે તેની કશી ચીંતા હોતી નથી પણ તેને અને તેના ઘરના માણસોને રડાવી કુટાવી હેરાન હેરાન કરી નાખવા એજ શુરાપણું ! હાલના વખતમાં ૨ડવા કુટવાની ચાલ તો ઘણીજ જ રૂરની થઈ પડે છે. પરાણે પણ રોવું ને કુટવું તો ખરૂં કુટતી વેળાએ હૃદયના ખરા શોકનાં કરતાં વધારે વિચાર તો સ્ત્રીઓને હાલના વખતમાં એજ આવે છે કે આપણાથી બરાબર કુટાતું હશે કે નહીં? આપણને કોઈ મુર્ખ તો નહીં કહે ? એ ઉપરથી ખુલ્લું છે કે હાલનું ૨ડવું અને કુટવું ફક્ત લોકોને બતાવવા માટેજ છે. પુરૂષો પણ રડવા કૂટવામાં ભાગ લે છે. કાઠિઆવાડ વિગેરેમાં મરણ સમયે પુરૂષો મોટું પોકરાણ કરી મૂકે છે. મુડદાની પાછળ તેનો મોટેથી પોકાર કરતા ચાલે છે. કેટલાએક એવી તો જંગલી રીતે રડે છે કે તેથી બીજા લોકો તેમની હાંસી કરે છે તો પણ તેમને ભાન રહેતું નથી. સ્ત્રી જાતિ કરતાં પુરૂષો વધારે સમજુ ને દૃઢ છતાં આવી રૂઢી ચલાવ્યા કરે છે એ તેમને વધારે શરમ ભરેલું છે. હે પરમેશ્વર ! ક્યારે એવો દીવસ આવશે કે રડવા કુટવાથી થતા ગેરફાયદા આપણા લોકો સમજે ! 98 ૨૩વા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ रडवा कुटवाथी गेर फायदा શોક એટલે ચિંતા અને ચિંતાને શાસ્ત્રમાં રાક્ષસીની ઉપમાથી બોલાવે છે. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, चिंतया नश्यते रूपं चिंतया नश्यते बलं । चिंतया लभते ज्ञानं व्याधिर्भवति चिंतया ।। ચિંતા કરવાથી રૂપ નાશ પામે છે, ચિંતાથી બલ નષ્ટ થાય છે, ચિંતાથી જ્ઞાન મંદ થાય છે, વલી ચિતાથી અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. ચિતા બડી અભાગણી, પડી કાલજા ખાય. રતી રતીભર સંચરે, તોલા ભર ભર જાય. ૧ ચિતાસે ચતુરાઈ ઘટે, ચિંતા બુરી અથાગ, સો નર જીવિત મતહિ હૈ, જ્યાં ઘટ ચિંતા આગ. ૨ શરીરને નુકશાન, – શરીરનું બંધારણ એવું છે કે આહાર તથા નિહાર નિયમ પ્રમાણે રહે ત્યાં સુધી તંદુરસ્તી સારી રહે, એમાં જરા પણ ફેરફાર થયો કે તરતજ શરીરમાં રોગ પેસવાનો. જે ટલો વિકાર પોતાની મેળે શરીરમાંથી નીકળે છે તેના કરતા વધારે આપણે ખેંચી કાઢીયે તો શરીર ક્ષીણ અને દુર્બળ થઈ જાય છે. વૈદક શાસ્ત્ર કહે છે કે કાન અને આંખની વચમાંના ભાગની અંદર (લમણામાં) બે ફુક્કા હોય છે તેમાં લોહીમાંનો પાણીનો ભાગ તથા કેટલાક ખાર જુદા પડે છે. એ ખારૂ પાણી આંખને રસ્તે બહાર નીકળે છે તેને આપણે આંસુ કહીયે છીયે. ભય, શોક, ક્રોધ, પ્રીતિ, શૂર વિગેરે મનોવૃત્તિઓથી લોહીની ફરવાની ગતિમાં ઘણો ફેરફાર થાય છે. લોહી જ્યારે એકાએક ઊકળે છે અને ગતિ ઘણી ઊતાવળી થાય છે ત્યારે પેલા કુક્કાઓમાં ઘણું પાણી જુદું થઈ જાય છે અને પરિણામ એવું આવે છે કે આંસુ ઘણા બહાર આવે છે. જે લોહીનું વીર્ય થાત તે લોહી ફોકટ પાણી થઈને અનુરૂપે બહાર નીકળી જાય છે તેથી આંખને ઘણું નુકસાન થવાની સાથે તેજ ઘટી જાય છે. કુટવાથી પણ ઘણા ગેરફાયદા છે. છાતી તથા આંખ લાલચોળ થઈ જાય છે, છાતીમાં ચામઠા પડી જાય છે, અને ઘણીવાર લોહી નીકળે છે. વળી પછાડીઓ ખાવાથી પેટમાં અનેક તરેહના રોગ ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓનું - 990

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70