Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 54
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " અર્થ : મહાન પુરૂષોની સંપત્તિમાં નહીં પણ વિપત્તિમાંજ શક્તિની પરીક્ષા થાય છે. જેમ કે, અગરબતીની સુગંધી, અગ્નિમાં નાખ્યા પહેલાં જણાતી નથી. અને ખરૂં કહીયે તો આવી ઘાતકી ચાલ સજ્જનો કોઈ દીવસ અંગીકાર કરેજ નહીં, પ્રાણાંતે પણ વિરૂદ્ધાચરણ તેમનાથી થાયજ નહીં, કારણ કે विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ।। અર્થ : વિપત્તિમાં વૈર્ય, ચડતીમાં ક્ષમા, સભામાં વાણીની પ્રવીણતા, યુદ્ધમાં પરાક્રમ, કીર્તિની ઈચ્છા, અભ્યાસનું વ્યસન એ મહાન પુરૂષોની સ્વભાવિક વસ્તુઓ છે. પણ આપણામાં તેથી ઉલટું છે. “રડતાં હતાં અને પીયરીયાં મળ્યાં” એક તો અજ્ઞાનપણું અને તેમાં આવો કઢંગો રીવાજ આવી મળ્યો. વધારે મંદવાડ થયો કે ઘરમાં ૨ડાકુટ શરૂ થઈ. ચાકરી કરવી તો દૂર રહી પણ પોકે પોક મુકી માંદા માણસને ગભરાવી મુકી તેનો જલદીથી અંત આણવો એજ આપણી ખુબી ! મનુષ્ય મરણ પામ્યું કે ધાંધલ મચાવી દેતા પુરૂષો શરમાતા પણ નથી તેમજ સ્ત્રીઓને ઘરના આંગણામાં, શેરીમાં કે જાહેર રસ્તામાં ગોળ કુંડાળું કરી ધબડ ધબડ છાજીયા લેતાં કે અમર્યાદિત રીતે કુટતાં જરા પણ લાજ આવતી નથી. વાતમાં કોઈ મરી ગયું કે કેટલાક બૈરાને તો કુટવાની હોંશ પુરી પાડવાની તક મળી. ધિક્કાર છે એવી નીચ સ્ત્રીઓને ! આ દુષ્ટ રીવાજે લોકોની લાગણીઓ કેવી બદલી નાખી છે. મુવું તે તો છુટયું તેને કંઈ જોવું કે રોવું નથી. પણ પાછળ રહેલાં સગાઓ મિથ્યા શોક કરી પોતાને દુ:ખી કરે છે. પોતાના શરીરને રીબાવે એ કેટલી મુર્ખાઈ ? પોતાનું વહાલું મરી જાય તો શોક થાય તે ખરી વાત છે પણ શું તે શોક બીજાઓને બતાવવાનો ? તમારી અંતરની લાગણી બાહ્યવૃત્તિથી બીજાને બતાવો તો ખરી કહેવાય ? શાસ્ત્રો પણ કહે છે કે શોક રૂદનથી કર્મ બંધનજ થાય છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય તેમના અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છે કે રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ - क्रंदनं रुदनं प्रोच्चैः शोचनं परिदेवनं । ताडनं लुंचनं चेति लिंगान्यस्य विदुर्बुधाः ।। અર્થ : આકંદન ઉંચે સ્વરે રડવું, શોક કરવો, નામ દઈને રડવું, મારવું, માથાના વાળ તોડવા વિગેરેને પંડિતો આર્તધ્યાનના લક્ષણ કહે છે. શ્રી નેમિચંદ્ર રચિત પષ્ટિ શતકમાં કહ્યું છે કે तिहुअणजणं मरंतं दद्रूणनिअंतिजेनअप्पाणं । विरमंति न पावाओ धिद्धि द्धिट्टत्तणं ताणं ।। અર્થ : ત્રિભુવનના જનોને મરણ વશ થતા જોઈને પ્રમાદથી અભિનિવેશથી પોતાના થનાર મરણને નથી જોતા અને પાપથી નથી વિરમતા તેવાઓની ધૃષ્ટતાને ધિક્કાર હો. કારણ કે नरेंद्रचंद्रेदुदिवाकरेषु तिर्यग्मनुष्यामरनायकेषु । मुनींद्रविद्याधरकिन्नरेपु स्वच्छंदलीलाचरितोहि मृत्युः ।। અર્થ : નરેંદ્ર, ચંદ્ર, સૂર્ય, તિર્યંચ, મનુષ્ય, દેવતા, ઇંદ્ર, મુનીન્દ્ર, વિધાધર અને કિન્નરોમાં મરણ એ તો પોતાની મરજી મુજબ લીલાથી વર્તે છે. વળી એ જ ષષ્ટિ શતકમાં કહ્યું છે કે सोएण कदिऊणं कुटुंऊणे सिरं च उअरं च अप्पं खिवंति नरए तं पिहु धिद्धि कुनहतं । અર્થ : પોતાના પ્રિયના વિયોગથી ઉત્પન્ન થયેલા શોકને લીધે વિલાપ કરી અને માથું, છાતી તથા પેટ કુટી પોતાના આત્માને નરક આદિ કુગતિમાં નાખે છે માટે એવા દુગતિમાં લઈ જનાર કુસ્નેહને ધિક્કાર ધિક્કાર ! કારણ કે शोचंति स्वजनानंतं नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचंति नात्मानं मूढबुद्धयः ।। અર્થ : મૂઢ બુદ્ધિવાળા મનુષ્યો પોતાના સગા વહાલાઓ જેઓ સ્વકર્મે મૃત્યુ પામે છે તેનો શોક કરે છે. પણ પોતેજ એક દીવસે ખેંચાઈ જશે તેનો શોક કરતી નથી. વળી આગળ ષષ્ટિ શતકમાં કહ્યું છે કે - 105 14

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70