Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 38
________________ ભILITITL |||TI III IT S ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે પણ જો તેમ કરી શકે નહીં તો હું એમ પૂછીશ કે તેઓ અત્યાર સુધી ભારતમાં શું કરી રહ્યા હતા ? આ મિશનરીઓ ગરીબોના બેલી હોવાનો દેખાવ કરે છે. મારે પૂછવું છે કે સરેરાશ પચાસ સેન્ટની માસિક આવક ધરાવતી હિંદુઓની અર્ધી વસ્તી માત્ર એક ટંકનું ભોજન પામે છે, તેમ છતાં તેમના પર સરકાર દ્વારા રોજે રોજ વધારાનો કર નાખવામાં આવે છે, આની સામે તેઓ કેમ સવાલ ઉઠાવતા નથી? રાણી વિક્ટોરિયાને ભારતના શાસક તરીકે જાહેર કરતાં જાહેરનામાની પાછળ લાખો ડૉલર એ સમયે ખર્ચાયા, જે સમયે ભારતમાં ભૂખમરાથી પાંચ હજાર માણસો મરી ગયા હતા. શા માટે કોઈ મિશનરીએ આની સામે અવાજ ઉઠાવ્યો નહીં ? શા માટે મિશનરીઓએ આને માટે કોઈ કમિશન નીમવાની વાત કરી નહીં ? DYALA. N |||III III I II ભારતીય સંસ્કૃતિનો આત્મા હતો. બીજે દિવસે આ સંસ્થાના પ્રમુખે વીરચંદ Till T hri Chili TIIIIIIIIII ગાંધીને આભારપત્ર લખ્યો, જેમાં એમના વિચારોને આદર આપવાની સાથે સભામાં પધાર્યા તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. વીરચંદ ગાંધીની વિરલ પ્રતિભાનો સ્પર્શ વૉશિંગ્ટન ડી.સી.માં એમણે આપેલા અને ‘ધ જૈન ફિલૉસોફી'માં સંગ્રહિત થયેલા ( OL Symbolism નામના પ્રવચનમાં જોઈ શકાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ધાર્મિક પ્રતીકોનું અર્થઘટન કરતા આ વિષયનો એમનો ઊંડો અને વ્યાપક અભ્યાસ પ્રગટ થાય છે. પર્શિયન, ગ્રીક, રોમન, ઇજિપ્શિયન અને પારસી ધર્મનાં પ્રતીકોની એ વાત કરે છે, પરંતુ વિશેષે તો એમણે હિંદુ અને જૈન ધર્મનાં પ્રતીકો વિશે વિસ્તૃત આલેખન કર્યું છે. એક જ પ્રતીક બંને ધર્મોમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધરાવે છે તેની છણાવટ કરે છે. એમાં પણ ખાસ કરીને એ પ્રતીકો સાથે એ ધાર્મિક પરંપરાનું અનુસંધાન સાધી આપે છે. આકૃતિ દ્વારા જૈન સ્વસ્તિકનો અર્થ સમજાવીને કહે છે કે પશ્ચિમના લોકો માને છે તેમ સ્વસ્તિક એ ભારતીય પરંપરામાં માત્ર સદ્ભાવ (ગુડલક) આણનારું નથી, પરંતુ મુક્ત આત્માની ઓળખ આપનારું છે. સાત આંધળા અને હાથીનું અનેકાંતવાદ દર્શાવતું દૃષ્ટાંત કે પછી માનવીની તૃષ્ણાને દર્શાવતું મધુબિંદુનું દૃષ્ટાંત અથવા તો આખું વૃક્ષ કાપવાને બદલે જમીન પર પડેલાં જાંબુ લેવાનું વેશ્યાઓનું દૃષ્ટાંત સમજાવે છે. છે 73 સર્વ આત્માની સુખાકારી વીરચંદ ગાંધી પોતાના પ્રવચનને અંતે મિશનરીઓએ કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ એની વાત કરે છે. એમણે પ્રત્યેક માનવીય આત્માની સુખાકારીની ભાવના સેવવી જોઈએ. તેઓ કહે છે, "In one sentence, the method I advocate is that of Selfrecognition the education of all the faculties of body and of soul, devoutly recognising responsibility to the Infinite or universal good. Such propagandism, whatever it may be supposed to lack, would never want success, would never fail to meet with responsive cooperation in all lands among all people and would from the start and for ever make the world better and better." ઈ. સ. ૧૮૯૪ની ૩૦મી નવેમ્બરે આ નાઇન્ટીન્થ સેમ્યુરી નામની પ્રભાવશાળી સભ્યો ધરાવતી પ્રસિદ્ધ કલબ આગળ વીરચંદ ગાંધીએ આ પ્રવચન આપ્યું ત્યારે ૩૩ વર્ષ સુધી ભારતમાં રહેલા કલકત્તાના બિશપ થોર્નને વીરચંદ ગાંધી સાથે ચર્ચામાં ઊતર્યા. એ સમયે આવું બનતું હતું. સ્વામી વિવેકાનંદ સામે પણ ખ્રિસ્તી મિશનરીઓએ એક યા બીજું કારણ શોધીને ચર્ચાના વંટોળ જગાવ્યા હતા. વીરચંદ ગાંધીએ બિશપ થોબંનેના પ્રશ્નોનો સબળ ઉત્તર આપ્યો - 72 લ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70