________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જૈનદર્શનના મહાન વિદ્વાન, પ્રકાંડ પંડિત સુખલાલજીએ લખ્યું, ‘હું પ્રથમ તો એ સૂચવું છું કે શ્રીયુત ગાંધીનાં એ ત્રણે પુસ્તકોનો પ્રામાણિક અનુવાદ કે સાર હિંદી, ગુજરાતી આદિ ભાષામાં જલદી પ્રકાશિત થવો જોઈએ, અને ધર્મતત્ત્વજ્ઞાનના જૈન પરંપરામાં ચલાવાતા વર્ગોમાં એનું સ્થાન અવશ્ય રહેવું જોઈએ. એમ થશે તો જ નવી પેઢીનું મન સંકુચિત બનવાને બદલે વિકસિત થશે અને ઉપેક્ષા પામતી ધાર્મિક પાઠશાળાઓના અભ્યાસીઓમાં કાંઈક તેજ આવશે. તેઓ પુનઃ કહે છે,
મારી દૃષ્ટિએ આ ભારતીય દર્શનોનાં બધાં જ વ્યાખ્યાનોને પહેલી તકે હિંદીમાં ઉતારવાં જોઈએ, જેથી તે વિદ્યાના મધ્યમ કક્ષાના કે ઉચ્ચ કક્ષાના અભ્યાસીઓને સુગમ બને અને ટૂંકમાં એને જોઈતું વસ્તુ પ્રામાણિક રૂપે લભ્ય બને, જે ત્યાર પછીના વિશાળકાય ગ્રંથોના પરિશીલનમાં બહુ ઉપયોગી સિદ્ધ થાય.”
આજે ૪૦ વર્ષે પણ આપણે આમાંનું કશું કરી શક્યા નથી તેનો અફસોસ અનુભવાય છે. આજે તીર્થોની રક્ષાના પ્રશ્નો સમાજને કોરી રહ્યા છે. અંગ્રેજી ભાષામાં આબાલવૃદ્ધને ઉપયોગી થાય તેવું જૈન તત્ત્વજ્ઞાન સર્જી શક્યા નથી. ધર્મદષ્ટિની વ્યાપકતા હજી કેળવાઈ નથી અને વૈશ્વિક સમસ્યાના નિરાકરણમાં જૈન ધર્મ કોઈ અસરકારક ભૂમિકા ભજવી શક્યો નથી, એમની નિર્ભીકતા, સત્યપ્રિયતા અને વિશાળ દૃષ્ટિ આજે ક્યાં છે? એમની વૈશ્વિક ભાઈચારાની, દેશોદેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વની અને વિશ્વબંધુત્વની ભાવના જૈન ધર્મના સિદ્ધાંતોથી ખીલવી શક્યા છીએ ખરા ? હા, એ સાચું કે આ દિશામાં ધીરે ધીરે થોડી પ્રગતિ થઈ છે. પણ હવે એકસોથી વધુ વર્ષો પૂર્વે એમણે કરેલાં કાર્યની જ્યોતને પુનઃ પ્રજ્વલિત કરવાની ઘડી આવી ચૂકી છે.
વીરચંદ રાઘવજી ગાંધીના આદર્શને લક્ષમાં રાખીને જૈન સમાજે આ પ્રગતિની હરણફાળ ભરવાની જરૂર છે અને એ જ સમાજે વીરચંદ રાઘવજી ગાંધીને ભારતીય સંસ્કૃતિના આત્મા તરીકે ઓળખવાની અને રાષ્ટ્રમાં સ્થાપન કરવાની જરૂર છે. આ જ બનશે એ મહા માનવને અપાયેલી સાચી અંજલિ.
રડવા કુટવાની હાનિકારક
ચાલ વિષે નિબંધ
-
82
—
83