Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 47
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " રૂદન (૨ડવું) એ શોક બતાવનારી બાહરની વાચિક પ્રવૃત્તિ છે. એટલે કે ચિત્તની અંદર થયેલા શકને વાદ્ધારા બતાવવાની જે પ્રવૃત્તિ તે રૂદન અથવા આક્રંદ કહેવાય છે. કુરૈન (કુટવું) એ શોકની અત્યંત અધિકતા બતાવવા માટે પોતાના શરીર ઉપર કરાતી કાયિક પ્રવૃત્તિ છે. એટલેકે મનમાં રહેલા શોકને વચનથી જાહેર કરી તે શોકની અધિકતા બતાવવા માટે મસ્તક, છાતી, પેટ વિગેરે કુટેવો તેનું નામ કુક્રેન. એ રીતે ત્રણે શબ્દોની વ્યાખ્યા કરી હવે તેઓનું સ્વરૂપ કહેવામાં આવેછે. • રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ અર્થ : તે ધ્યાનના આક્રંદન, શોક, રૂદન અને કુફ્રેન એ લિંગો છે; અને તે લિંગો ઇષ્ટ વસ્તુના વિયોગ, અનિષ્ટ વસ્તુના સંયોગ અને વેદના એ ત્રણ હેતુઓથી થાય છે. અને આધ્યાન એ તિર્યગ્નતિનો મુળ હેતુ છે. કહ્યું છે કે अदम्भाणं संसारवडणं तिरियगइमूलं १० એટલે કે આધ્યાનથી જીવને કાંઈ પણ લાભ નહીં મળતાં ફોગટ કર્મબંધન થાય છે અને તેથી ભવાંતરે તિર્યગાદિ ગતિ પ્રાપ્ત થાય છે. માટેજ એ આર્તધ્યાનનો ત્યાગ કરવાનીજ તજવીજમાં સપુરૂષોએ પ્રવર્તવું એમ શાસ્ત્રકાર કહે છે. सवप्पमायमूलं बज्जेयव्वं पयत्तेणं १८ એટલેકે આર્તધ્યાન સર્વપ્રમાદનું મૂળ છે તેથી પ્રયત્નથી તેનો ત્યાગજ કરવો. स्वरूपाख्यान શોક, રૂદન (૨ડવું) અને કુટ્ટન (કુટવું) કોઈ વખત અંતઃકરણના ભાવથી કરાય છે અને કોઈ વખત માત્ર બીજા લોકોના મનને રંજન કરવા અથવા પોતાના અતિસ્નેહિપણાનું ડોળ બતાવવા ફક્ત રૂઢિ તરીકેજ કરાય છે. જેમકે પુત્રના મરણથી માબાપ અને ભરતારના મરવાથી તેની સ્ત્રી આદિ અતિસ્નેહિઓ ઘણું કરીને અંતઃકરણથી શોક, રૂદન આદિ કરે છે. પરંતુ થોડો સ્નેહ ધરાવનારા અથવા અંદરથી અભાવ રાખનારા સગાવહાલા તથા સાધારણ મિત્ર મંડળ ઘણું કરીને જે શોક રૂદન આદિ કરે છે તે માત્ર બીજાને ખુશી કરવા યાતો અતિસ્નેહિપણાનું ડોળ બતાવવા માટેજ ફક્ત રૂઢિ તરીકે કરવામાં આવેછે. ‘શોક કરવો, રડવું અને કુટવું' એના શબ્દાર્થ અને સ્વરૂપ જણાવ્યા પછી એ પ્રવૃત્તિઓથી શું શું માઠાં ફળ ઉત્પન્ન થાય તેનો હવે વિચાર કરીએ. ઘણો ઉડો વિચાર કરી જોતાં માલમ પડે છે કે ગઈ વસ્તુનો શોક કરવો એતો મૂર્ખતાનું લક્ષણ છે. એકવાર ભોજરાજાને કાળીદાસ કવિએ કહ્યું હતું કે गतं न शोचामि कृतं न मन्ये, खादन्न गच्छामि हसन्न जल्पे । दाभ्यां तृतीयो न भवामि राजन्, किं कारणं भोज भवामि मूर्ख ।। અર્થ : હું ગઈ વસ્તુનો શોક કરતો નથી, કરેલી વાતનો વિચાર કરતો નથી, ખાતા ખાતા ચાલતો નથી, હસતાં હસતા બોલતો નથી, બે જણ એકાંતમાં વાત કરતો હોય ત્યાં ત્રીજો થતો નથી તો હે ભોજરાજ, તમે મને મૂર્ખ કહી શો માટે બોલાવ્યો ? તેજ પ્રમાણે માણસના મુવા પછી અતિશય રડવું કુટવું એ પણ મૂર્ખતાજ છે. આપણા રડવા કુટવાથી મરી ગયેલો પાછો આવતો નથી. પ્રાણી માત્ર પોતાના આયુઃક્ષયે મરણ પામે છે તેમ આપણે પણ આપણા આયુ:ક્ષયે મરણ પામીશું ! એવા દૈવાધાન કાર્યમાં આતિશય શોક રૂદન આદિ કરવા એ શું ? વળી મુવા પાછળ અતિશય રડવું કુટવું એ ધીરજની ખામી બતાવી આપે છે. અને ધીરજ વિનાના માણસોથી કોઈ પણ મોટા કામ પાર પડતા નથી એતો સર્વ કોઈ જાણેજ છે. છે 95 दोषविवेचन આર્તધ્યાન, રૌદ્રધ્યાન, શુક્લધ્યાન અને ધર્મધ્યાન એ ચાર ધ્યાન માહેલા આધ્યાનમાંજ શોક રૂદન વિગેરેની પ્રવૃત્તિઓ રહેલી છે. એમ શ્રી ચતુર્દશ પૂર્વધર ભગવાન શ્રીભદ્રબાહુ સ્વામિજીએ આવશ્યકનિર્યુક્તિના ધ્યાનશતકમાં કહેલું છે – तस्सयकंदणसोयण परिदेवणताडणाइंलिंगाई इट्ठाणिविओगाविओग वेअणनिमित्ताई १५

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70