________________
પ્રસ્તાવના વિવેકી જૈન બંધુઓ ! કૃપાળુ બ્રિટિશ રાજ્યના ઇનસાફી અમલ તળે આ આર્યાવૃત્તમાં આપણા લોકોએ વિઘાદેવીનું ચરણ સેવન કરવા માંડ્યું છે. વિદ્યા વડે સત્યાસત્ય, હેયોપાદેય અને સારાસારની સમજણ પડે છે. વિધાના અભાવે હાલમાં આપણી સ્થિતિ આગળ કરતાં ઘણી નબળી દેખાય છે. જેવા વિદ્વાનો, આચાર્યો અને સાધુઓ આપણામાં પુર્વકાળે હતા તેવા આજે નથી. આથી એમ થયું કે દિવસે દિવસે લોકોમાંથી સમજ શક્તિ ઘટવા લાગી અને તેને લીધે અનેક પ્રકારની ખરાબ રૂઢીઓ આપણામાં પેઠી. જે રીતીઓ વિષે શાસ્ત્રમાં સ્પષ્ટ મના છે, તેવી રીતીઓને દાખલ કરી વિરૂદ્ધાચરણ કરવા માંડ્યું. વિદ્યાના અભાવે એમ બનતુંજ આવ્યું છે, અને એ પ્રમાણે આપણામાં બને એમાં શું આશ્ચર્ય ? કારણ વિઘા એ મનુષ્યને સારાસારનો વિવેક શીખવે છે, પણ અવિઘા એતો અવળે રસ્તેજ ચડાવે છે. આથી મારા જૈનભાઈ ભુલા પડી અવળે રસ્તે ચડ્યા અને અન્ય ધર્મીઓને કરતા જોઈ દેખાદેખીથી તેવાં કાર્યો પોતે પણ કરવા માંડ્યાં. એક વખત એવો પણ હતો કે આપણું વર્તન નીહાળી અન્યધર્મીઓ તેનું અનુકરણ કરતા, અને આજે એક વખત એવો પણ આવ્યો છે કે અન્યધર્મીઓનું વર્તન નીહાળી આપણે તેનું અનુકરણ કરીએ છીએ. કેટલો બધો અફસોસ ! કેટલી બધી દીલગીરી !! લોકોની આટલી બધી ગેરસમજણ થઈ એનું કારણ શું ? બીજાને પગલે આપણે ચાલવા લાગ્યા એનું પ્રયોજન શું ? એજ , એજ , માત્ર વિદ્યાનો અભાવ એજ .
સુશીલ બંધુઓ ! પણ હવે તે સમયને નાસવાનો વખત આવ્યો છે, અવિદ્યાએ પલાયન કરી જવા તક સાધી છે અને વેહેમાદિ અંધકાર નાશ પામવાની તૈયારીમાં છે. પ્રથમની વિદ્યા, શક્તિ અને કીર્તિ મેળવવાનો સમય લગભગ નજદીક આવ્યો છે. માટે, સુજ્ઞ બંધુઓ ! આવા સુસમયનો લાભ લેવા એ કસંપથી ઉઠો, એક તરફ પ્રતાપી બ્રિટિશ સરકારના સુરાજ્યથી વિદ્યારૂપ સૂર્યનો ઉદય થયો છે, બીજી તરફથી મુંબઈની ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીઆ (ભારતવર્ષીય જૈનસમાજ ) સાંસારિક, ધાર્મિક અને રાજ કીય સુધારા માટે મથન કરે છે અને ત્રીજી તરફથી ન્યાયાભાનિધિ મહામુનિ રાજ શ્રીમદ્ આત્મારામજી મહારાજ દેશ પ્રદેશ શિષ્યો સહિત વિહાર કરી ધર્મબોધ આપે છે. હવે કોણ કહેશે કે પ્રથમની સ્થિતિ સંપાદન કરવાનો સમય નજદીક નથી આવ્યો ? કોઈ જ નહીં. માટે સર્વે ભાઈઓ આવી સરસ તકનો લાભ લેવા તત્પર થાઓ એ જ મારી નમ્ર વિજ્ઞાપના છે.
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ મુંબઈની ધી જૈન એસોશીએશન ઓફ ઇડીઆ ધાર્મિક, સાંસારિક અને રાજ કીય વિષયો ઉપર ઘણું સારું લક્ષ આપે છે. દર માસે જાહેર સભા એકઠી કરી સર્વોપયોગી વિષયો ઉપર યુવાન શ્રાવક વીર પાસે ભાષણો કરાવે છે. લોકોને સાથી ઘણી વાર અસર પણ થાય છે. એસોશીએશનનો આ ઉદેશ પ્રશંસનીય છે. અને તેથી સર્વે વાંચનાર ભાઈઓ ખુલ્લા દીલથી એમજ ઇચ્છશે કે એસોશીએશનના મનોરથ ફળીભૂત થાઓ. થોડો વખત ઉપર ‘૨ડવા કુટવાની હાનિકારક ચાલ’ના નિષેધ વિષે વડોદરા નિવાસી ઝવેરી માણેકલાલ ઘેલાભાઈએ એક સરસ ભાષણ આપ્યું હતું. એ ભાષણથી લોકોને તેજ સમયે ખાત્રી થઈ હતી કે દુષ્ટ ચાલનું જડમુળથી અવશ્ય નિકંદન થવું જોઈએ. પરંતુ આપણા જેનભાઈઓમાં એ જ્ઞાન સ્મશના વૈરાગ્ય સમાન છે. કારણ કે આપણામાં ભાષણ સાંભળી રહ્યા પછી ઘેર જઈને અગર બીજે ઠેકાણે એ વિષય ઉપર મનન યા વિવેચન કરવાની રીતી નથી, અને તેથી સાંભળતી વખતે જે અસર થાય છે તે છેવટ સુધી કાયમ રહી શકતી નથી. જ્યારે આમ છે ત્યારે એનો ઉપાય શું ? આવી ધર્મવિરુદ્ધ દુષ્ટ ચાલનું નિકંદન કરવું એ તો અવશ્યનું છે. વધારે વિચાર કરતાં મને એમ માલમ પડ્યું કે આ વિષય ઉપર શાસ્ત્રના પ્રમાણ સહિત એક નિબંધ રચાય અને તે છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે તો ઉત્તમ, આ વિચારને અમલમાં આણવાને મેં પ્રયત્ન કર્યો પરંતુ એસોશીએશનના કામના દબાણથી એને મારા ચાલતા અભ્યાસના વખતમાંથી ફુરસદ નહીં મળવાને લીધે મારી મુરાદ બર આવી નહીં. પણ ત્યારે શું આવા એક સરસ વિચારને તદ્દન ઉડાવી દેવો એ યોગ્ય છે? કદી નહીં. ત્યારે હવે શું કરવું ? એવા પ્રશ્ન ઉપરથી સમાધાન ઉપર આવતાં અંતે એવો નિશ્ચય થયો કે એ નિબંધ રચાવવા એક ઇનામ કાઢવું. અને તેમાંથી જેનો સરસ નિબંધ લખાય તેને એ ઇનામ આપવું. અને તેથી ભાવનગરની શ્રીજૈનધર્મ હિતેચ્છુ સભા તરફથી નિકળતાં ‘શ્રી જૈન હિતેચ્છ' નામના માસિક ચોપાનીયામાં એ વિષય ઉપર સરસ નિબંધ લખનારને રૂ. ૨૫-૦-૦નું ઇનામ આપવાનું જાહેર કરાવ્યું. લખાઈ આવેલા નિબંધમાંથી કરછ-કોડા નિવાસી ભાઈ રવજી દેવરાજનો લખેલો નિબંધ પસંદ કરવામાં આવ્યો. અને તેને મારા તરફથી જાહેર કરેલું રૂ. ૨૫-૦-૦નું ઇનામ આપવામાં આવ્યું છે. નિબંધમાં બીજી ઘણી અગત્યની બાબતોનો સમાવેશ કરવાની મને જરૂર જણાયાથી મેં તે પ્રમાણે કીધેલું છે. એ પ્રમાણે ર્યા પછી એ નિબંધ આ પુસ્તકરૂપે આપના હાથમાં મૂકું છું. તે આપ અથથી ઇતિ સુધી વાંચી, વંચાવી તેમાંથી કિંચિત્ માત્ર પણ સાર ગ્રહણ કરવા ઉત્સુક થશો તો મારો કરેલો શ્રમ હું ફળીભૂત થએલો માનીશ.
86