Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 42
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા જૈન ધર્મના કર્મના તત્ત્વજ્ઞાનનો વિસ્તૃત પરિચય આપ્યો. એની પ્રથમ આવૃત્તિના સંપાદક ભગુભાઈ કારભારીને આ વિયની સઘળી સામગ્રી લંડનના હર્બર્ટ વોરન પાસેથી મળી હતી. વીરચંદ ગાંધી હિંદુ ધર્મ અને જૈન ધર્મ બંનેના કર્મના સિદ્ધાંતો જાણતા હતા અને એના પરિણામે એમણે પ્રગટ કરેલા જૈન ધર્મના કર્મના તત્ત્વજ્ઞાન વિશેનો ગ્રંથ એક વૈજ્ઞાનિક અને પૃથક્કરણાત્મક રીતે પ્રવાહી અંગ્રેજી ભાષામાં લખાયેલો ગ્રંથ ગણ્યો. હિપ્નોટિઝમની ઘટના આ પછી એમનો ‘યોગ ફિલોસોફી' નામનો ગ્રંથ પ્રગટ થયો, જેમાં યોગના ક્ષેત્રમાં એક નવો જ પ્રકાશ પડે છે. ભારતના રહસ્યવાદને દર્શાવીને શ્વાસનું વિજ્ઞાન, હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા, આત્મ-સંસ્કૃતિના વ્યાવહારિક નિયમો અને મૅગ્નેટિઝમ જેવા વિષયો પર તર્કબદ્ધ રજૂઆત કરે છે. અહીં હિપ્નોટિઝમ વિશે એક વિગત જોઈએ. “મેરે સાથી' નામના પુસ્તકમાં મહાત્મા ભગવાનદીને આ પ્રમાણે નોંધ્યું છે : “શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં જાહેર કર્યું કે હિપ્નોટિઝમ નામે ઓળખાતી વિદ્યાને જન્મ આપનાર ભારત છે. આહાહા ! તે વખતે શ્રી વીરચંદ ગાંધીથી લોકો કેટલા બધા પ્રભાવિત થયા હશે ! મેસોનિક ટૅમ્પલમાં હિપ્નોટિઝમ પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, “બત્તીઓ બંધ કરી દો અને માત્ર આછું જ અજવાળું રહેવા દો.” એમ થતાં જ સફેદ વસ્ત્રમાં પરિધાન થયેલા એ ભારતીયના શરીરમાંથી એક તેજરાશિ ચમકવા લાગી, અને એમની સફેદ પાઘડી તો એવી ઝબકારા મારતી હતી કે જાણે ગાંધીના ચહેરા પાછળ કોઈ સૂરજ ચમકી રહ્યો ન હોય !” આવી જ રીતે ઈ. સ. ૧૯૭૦માં અપ્રગટ હસ્તપ્રત પરથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય વીરચંદ ગાંધીનું ‘ધ સિસ્ટમ્સ ઓફ ઇન્ડિયન ફિલોસોફી'નું ડાં. કે, કે, દીક્ષિતે સંપાદન કરેલા પુસ્તકનું પ્રકાશન કર્યું. આમાં એમણે સાંખ્ય, ન્યાય, મીમાંસા, વેદાંત તેમજ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના કેટલાક સિદ્ધાંતો વિશે કરેલું આલેખન મળે છે. વીરચંદ ગાંધી ૧૮૯૮માં શત્રુંજય તીર્થ વિશેના દાવાની અપીલ સેક્રેટરી ઑફ સ્ટેટ સમક્ષ રજૂ કરવાની હોવાથી ઇંગ્લેન્ડ ગયા હતા અને તેમાં એમને - 80 • ભારતીય સંસ્કૃતિનો આત્મા છે સફળતા મળી હતી. તેઓ ઇંગ્લેન્ડ હતા ત્યારે તેમની તબિયત લથડી. યુવાનીમાં કામના પુષ્કળ બોજ હેઠળ તેઓ જીવ્યા. એમનું સ્વાચ્ય આટલી બધી પ્રવૃત્તિઓનો ભાર ખમી શકે તેમ નહોતું. તેઓ ભારત આવ્યા ત્યારે શરીરે સાવ નંખાઈ ગયા હતા. સ્વદેશ પાછા ફર્યા અને બે અઠવાડિયાં પછી ૭મી ઑગસ્ટ ૧૯૦૧ના રોજ એમનો દેહાંત થયો. આ સમયે પાંચ દિવસ સુધી મહુવાનાં બજારો બંધ રહ્યાં હતાં. જ્યોત પુનઃ પ્રજ્વલિત કરીએ વીરચંદ રાઘવજી ગાંધીની કામગીરીનું મૂલ્યાંકન કરતી વખતે આજથી ૧૧૬ વર્ષ પૂર્વેના વિશ્વની સ્થિતિનો વિચાર કરવો જોઈએ. એ સમયે મહુવાથી પાલિતાણા જવા માટે એમને વારંવાર બળદગાડા કે ઘોડા પર જવું પડતું હતું. એ જ રીતે વિદેશ-પ્રવાસ વિમાનમાર્ગે તો હતો નહીં. તેથી માત્ર દરિયાઈ માર્ગે શક્ય હોવાથી મહિનાઓ સુધી એમને સ્ટીમરમાં રહેવું પડતું હતું. એ જમાનામાં સંદેશાવ્યવહારના સાધન તરીકે માત્ર ટપાલવ્યવહાર હતો. ટેલિફોન પણ નહોતો, ત્યારે આ ટપાલવ્યવહારને કારણે, કોઈ પણ કાર્યમાં ઘણો લાંબો સમય વીતી જતો. પોતે બૅરિસ્ટર થયા હોવા છતાં વીરચંદ રાઘવજી ગાંધીએ વકીલાતનો વ્યવસાય કરવાને બદલે પોતાની નિપુણતાનો ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ કર્યો અને એ માટે જીવન સમર્પી દીધું. અત્યંત કૂટ ધાર્મિક પ્રશ્નમાં ઉત્તમ સફળતા હાંસલ કરનારને સમાજે બિરદાવ્યા ખરા, પરંતુ એમની આર્થિક સધ્ધરતાનો કોઈ વિચાર કર્યો નહિ. જોકે વીરચંદ રાઘવજી ગાંધીને આની પરવા પણ ક્યાંથી હોય ? એમના હૃદયમાં તો પોતાના રાષ્ટ્રની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને માનવતાલક્ષી સમૃદ્ધિ જગતને દર્શાવવાનો અવિરત ધબકાર ચાલતો હતો. એકવીસમી સદી જૈન ધર્મની સદી બને એવી આજે ભાવના સેવવામાં આવે છે, પરંતુ જો વીરચંદ રાઘવજી ગાંધીના અવસાન બાદ એમનું કાર્ય જૈન સમાજે આગળ ધપાવ્યું હોત, તો વીસમી સદી એ જૈન સિદ્ધાંતોની સદી બની હોત, પણ આ માન પ્રતિભાનું તદ્દન વિસ્મરણ થઈ ગયું. જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે, એનો ભવિષ્યકાળ હોતો નથી. વીરચંદ રાઘવજી ગાંધીના વિસ્મરણની ઘણી મોટી કિંમત સમાજને ચૂકવવી પડી છે. – 81 —

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70