Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 40
________________ * ભારતીય સંસ્કૃતિનો આત્મા છે કહે છે કે મારે ભૂખ્યા રહીને મરી જવું કે પછી માંસ આરોગવું ? વીરચંદ ગાંધી કહે છે કે તો ભૂખ્યા રહીને મરવું બહેતર છે. તેઓ એવો ઉપાય પણ બતાવે છે કે અમેરિકામાં પણ માંસાહાર કરવાની જરૂર નથી. કૅલિફૉર્નિયામાંથી પૂરતું અનાજ મળી શકે તેમ છે. બીજી બાજુ અમેરિકનોની ખોરાક રાંધવાની પદ્ધતિ વિશે પણ વીરચંદ ગાંધી કહે છે કે - When rice is cooked in the ordinary American fashion, it is cooked till it is paste, which might be very good to paste paper on a wall but is not good to eat.' (p. 195) તેઓ નોંધે છે કે ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યું, તે પહેલાં ચાનો પણ પ્રચાર નહોતો. ભારતમાં સૌથી મોટું પીણું તે પાણી છે, જ્યારે વીરચંદ ગાંધી આશ્ચર્ય પ્રગટ કરે છે કે જર્મન લોકો પીવા માટે પાણી પૂરતું નહીં હોવાથી બીયર પીવાનું કહે છે - એવું ભારતમાં નથી. ભારતમાં તો કોઈ બીયરને અડે તો સ્નાન કરે છે. ભારતની સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાની પદ્ધતિની વૈજ્ઞાનિકતાની વાત કરે છે. આશ્ચર્યજનક હકીકત એ છે કે જે સમયે માત્ર માંસાહારની બોલબાલા હતી, એ સમયે અને એ પ્રદેશમાં જઈને વીરચંદ ગાંધીએ શાકાહારનો મહિમા કર્યો હશે. એક બાજુથી માનવીને માટે યોગ્ય ખોરાકની ચર્ચા કરે છે, તો બીજી તરફ આભામંડળ જેવી ગહન બાબતની સમજણ આપે છે, જ્યારે Ancient Indiaમાં આર્ય પ્રજા, વૈદિક સાહિત્ય અને એ સમયની સમાજ રચનાનો આલેખ BALU 9. Contribution of Jainism to Philosophy, History and Progress' નામના *Asiatic quarterly review'ના જુલાઈ ૧૯00ના અંકમાં પ્રગટ થયેલા આ લેખમાં જૈન ફિલોસોફીનાં મુખ્ય તત્ત્વોનો એમણે પરિચય આપ્યો છે. એના જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. એની સાહિત્યિક ગતિવિધિઓ તેમજ જૈન સમાજનો શિક્ષણ માટેનો પ્રેમ દર્શાવ્યાં છે. - લોર્ડ કર્ઝન અને જૈન સ્થાપત્ય વીરચંદ ગાંધીના પ્રયત્નોથી જૈન સમાજ અને પાલિતાણાના ઠાકોર વચ્ચે પાલિતાણાની યાત્રા પર નખાયેલા વ્યક્તિદીઠ બે રૂપિયાના મૂંડકાવેરા અંગે સમાધાન થયું હતું અને લૉર્ડ રે અને શ્રીમતી રે પાલિતાણા આવ્યાં હતાં અને • ભારતીય સંસ્કૃતિનો આત્મા બ્રિટિશ સરકારી પ્રતિનિધિનો આ સર્વપ્રથમ સત્તાવાર અને જાહેર કાર્યક્રમ હતો. એથીય વિશેષ ભારતીય વાઇસરૉય લૉર્ડ કર્ઝનને પણ મળવા ગયેલા. જૈન પ્રતિનિધિમંડળ વિશે કરેલી નોંધ આ પ્રમાણે છે : "Among the various communities which have addressed me since my arrival in India there is none whose words of welcome awaken a more responsive echo in my breast than the Jains. I am aware of the high ideas embodied in your religion, of the scrupulous conception of humanity which you entertain, of your great mercantile influence and activity, and of the ample charities that have characterized your public and private dispensations. Previous travels in India have also familiarized me with many of your temples, in whose architectural features I have observed a refinement that reminds me of the great days of Asiatic art." વીરચંદ ગાંધીએ વૉશિંગ્ટનમાં ‘Man's relation to the Universe નામનું પ્રવચન આપ્યું હતું અને એમાં આત્માના જુદા જુદા પ્રકારો દર્શાવ્યા હતા. ‘Indias message to America' એ વીરચંદ ગાંધીનો એક મહત્ત્વનો લેખ છે. આ લેખમાં એમની ભારતની પરાધીનતાની પીડા જોઈ શકાય છે. એ કહે છે કે તમે અમેરિકનો જેમ જ્યૉર્જ વૉશિંગ્ટનની દેશભક્તિની વાત કરો છો, એ જ રીતે અમારે ત્યાં રાજા અશોક થઈ ગયો હતો. તમે અબ્રાહમ લિંકનની વાત કરો છો, તો અમારે ત્યાં રાજા વિક્રમ થઈ ગયો હતો. આ રીતે જુદી જુદી સરખામણી કરીને વીરચંદ ગાંધીએ ભારત વિશે મિશનરીઓએ ફેલાવેલા ખોટા ખ્યાલને દૂર કરવા પ્રયાસ કર્યો હતો અને ભારતની ભૂમિ પર થયેલી મહાન વ્યક્તિઓની ઓળખ આપીને ભારતીય ગૌરવ પ્રગટ કર્યું. ભ્રમજાળનું ભેદન ‘ધ જૈન ફિલોસોફીના ‘Impressions of America' લેખમાં અમેરિકા વિશેના પોતાના અનુભવો દર્શાવ્યા છે. જ્યારે ‘Some mistake corrected'માં એમણે હિંદુઓ વિશેની ભ્રાંત ધારણાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારત પાસે કોઈ ઇતિહાસ નથી એમ પશ્ચિમમાં માનવામાં આવે છે. તેનો વિરોધ કરીને તેમણે વેદોની વાત કરી. બીજી વાત ભારતની જ્ઞાતિપ્રથાનાં મૂળ અને 16

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70