________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે આઠ પાંદડીવાળા કમળનું પ્રતીક સમજાવે છે. વળી જરૂર પડે ત્યાં તેઓ ચિત્રો દોરીને વિચાર સ્પષ્ટ કરે છે.
આ છે ભારતની સ્મૃતિશક્તિ જૈન તત્ત્વજ્ઞાન એ એક પૂર્ણ પદ્ધતિ છે અને કઈ રીતે સ્મૃતિશક્તિને ખીલવવી એ પણ શીખવે છે. અહીં વીરચંદ રાઘવજી ગાંધી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર અને પં. ગટુલાલજીનાં ઉદાહરણો આપીને ભારતમાં કેવા અદ્ભુત સ્મૃતિશક્તિ ધરાવતા મહાન પુરુષો પેદા થયા છે તેની વાત કરે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે તેઓ એમ કહે છે કે પ્રાતઃકાળે ચાલીસ જેટલા હસ્તપ્રતલેખન કરતા લહિયાઓને લખવા બેસાડતા. એક લિહિયાને વ્યાકરણશાસ્ત્રની પહેલી લીટી લખાવે, લહિયો એ લખે ત્યારે તેઓ બીજા લહિયા પાસે જાય અને પોતાના બીજા ગ્રંથ અલંકારશાસ્ત્રની પહેલી પંક્તિ લખાવે. આમ પોતાના ૪૦ ગ્રંથોની પ્રથમ પંક્તિ લખાવ્યા બાદ તેઓ ફરી પ્રથમ ક્રમના લહિયા પાસે જાય અને તેને વ્યાકરણશાસ્ત્રનું બીજું વાક્ય લખાવતા. આ રીતે તેઓ થોડા જ દિવસમાં એકસાથે ચાલીસ કૃતિની રચના કરી શકતા હતા.
એ સમયે શ્રીમદ્ રાજચંદ્ર જીવિત હતા અને વીરચંદ ગાંધી એમના અદભુત શતાવધાનના પ્રયોગો અંગે વાત કરે છે. મુંબઈમાં વૈષ્ણવ સંપ્રદાયના પં. ગટુલાલજી અંધત્વને કારણે અભ્યાસ કરી શક્યા નહીં, પરંતુ બીજા પાસેથી સાંભળીને પોતાની સ્મૃતિ-શક્તિના બળે સાંભળેલા ફકરાઓ કોઈ પણ સમયે પુનઃ બોલી શકતા હતા.
પશ્ચિમના દેશોમાં ભારતીય લોકો વિશે તુચ્છ, જંગલી અને કૂર સામાજિક રૂઢિ ધરાવનારાનો ખ્યાલ હતો, ત્યારે વીરચંદ ગાંધીના આ વિચારોએ અમેરિકનોના મનમાં ભારતની કેવી ભવ્ય છબી સર્જી હશે તે વિચાર આજે પણ રોમાંચિત કરે છે !
એ પછીના પ્રકરણમાં તેઓ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને આ ત્રણે વિચારધારા આત્મા, કર્મ અને પુનર્જન્મ જેવા સિદ્ધાંતો કેવી રીતે દર્શાવે છે તેની ચર્ચા કરે છે. આમાં દેવ, દેવીઓ, અસુર, પ્રજાપતિ વગેરેના અર્થો પણ સમજાવે છે.
The True Laws of Life'માં પૂર્વ અને પશ્ચિમના જીવન વિશેની
ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ભિન્નતાની વાત કરે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના ચાર સિદ્ધાંતો દર્શાવે છે. આમાં આત્મા અને દેહ વચ્ચેના સંબંધને પ્રગટ કરે છે. પૂર્વ અને પશ્ચિમની જીવનપદ્ધતિનાં મૂળ તત્ત્વોને દર્શાવે છે. બંને સુખની શોધ ચલાવે છે, પરંતુ પૂર્વનો સુખનો અર્થ આત્મા સાથે જોડાયેલો આધ્યાત્મિક અર્થ છે. પશ્ચિમનો સુખનો વિચાર શરીર સાથે જોડાયેલો છે અને શરીરસુખમાં જ એ સુખની સમાપ્તિ માને છે.
‘Jain Doctrine of Karma' વિશે વીરચંદ ગાંધીએ વિશ્વનું સૌપ્રથમ ધ્યાન ખેંચ્યું. પશ્ચિમના જૈન ધર્મના વિદ્વાન ગ્લાસનેપ જૈન કર્મસિદ્ધાંતના ઊંડા અભ્યાસી હતા અને પોતાનો ડોક્ટરેટનો નિબંધ આ વિષય પર લખ્યો હતો. એમના કહેવા પ્રમાણે વીરચંદ ગાંધીનાં આ પ્રવચનો આજે પણ આ વિષયમાં નવો પ્રકાશ પાડનારાં છે. સ્વતંત્ર રીતે વિચારનારી બુદ્ધિપ્રતિભાની જીવંતતા જોવા મળે છે.
માત્ર એ દુર્ભાગ્ય ગણાય કે વીરચંદ ગાંધીએ આપેલા જૈન ધર્મના સિદ્ધાંત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યા અને એને પરિણામે ભારતીય શાસ્ત્રોમાં ઊંડો રસ લેનારાઓએ પણ વીરચંદ ગાંધીએ આપેલા આ સિદ્ધાંતો વિશે બહુ ઊંડાણથી વિચાર કર્યો નહીં. વીરચંદ ગાંધી કર્મ વિશે વૈદિક, બૌદ્ધિક અને જૈન ધર્મની વિચારધારાઓને જાણતા હતા. કર્મ શબ્દના જુદા જુદા સમયે થયેલા અર્થોના પરિવર્તનને સમજતા હતા અને એથી તેમનો કર્મ વિશેનો ઊંડો અભ્યાસ ‘કર્મ ફિલૉસોફી' નામના ગ્રંથમાં જોવા મળે છે.
ભૂખે મરવું બહેતર The Science of Eating” પ્રકરણ એક અર્થમાં ઐતિહાસિક કહી શકાય તેવું છે. આજના સમયમાં શાકાહારની તરફેણમાં માંસાહાર વિરુદ્ધ જે વિગતો રજૂ થાય છે, તે આમાં નજરે પડે છે. વીરચંદ ગાંધીની વ્યાપક, સૂક્ષ્મ અને સર્વગ્રાહી દૃષ્ટિનો ખ્યાલ આપે છે. વીરચંદ રાઘવજી ગાંધી શાકાહારી હતા અને કદાચ અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પહેલા શાકાહારી હતા.
તેઓ કહે છે કે માણસ એ મૂળભૂત રીતે માંસાહારી પ્રાણી નથી. ઍનિમલ ફૂડ થી માણસમાં ‘એનિમલ નેચર' જાગે છે અને એનાથી અનેક પ્રકારના રોગો થાય છે. કેન્સર જેવા રોગોમાં પણ આ ખોરાક કારણભૂત છે. અને વળી માંસાહારી ખોરાક એ ખોરાક સાથે ઉત્તેજનાત્મક પીણું માગે છે. કોઈ
75.