Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 36
________________ – ભારતીય સંસ્કૃતિનો આત્મા વિશ્વ સાથેના મનુષ્ય સંબંધનાં એક પછી એક પાસાંને તેઓ ઉજાગર કરે છે. એ તત્ત્વજ્ઞાન સાથે મનોવિજ્ઞાનનો સંબંધ જોડી આપે છે, તો બીજી બાજુ સ્મૃતિના ચમત્કારની ઘટનાઓથી માંડીને આભામંડળની વાત કરે છે. વીરચંદ ગાંધીએ ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ એની સાથોસાથ એ સમયે જર્મની આદિ દેશોમાં પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓએ લખેલા અને સંશોધિત કરેલા ભારતના પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને લેખોનો એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના વક્તવ્યમાં એનો ઉપયોગ કરીને એને વધુ વિશદ બનાવતા હતા. પરિણામે તેઓ જૈન તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં એનાથી પૂર્ણપણે અપરિચિત શ્રોતાઓને સરળતાથી સમજાવી શક્યા. જીવન અને સમર્પણ ‘ધ જૈન ફિલસોફીમાં ‘The Occult Law of Sacrifice' જેવા લેખમાં એમની મૌલિક વિચારધારા જોવા મળે છે. તેઓ મનુષ્યજાતિના ત્રણ પ્રકાર દર્શાવે છે. એક અધમ પ્રકાર, જેમાં અનૈતિક અને અજ્ઞાની માણસોનો સમાવેશ થાય છે. બીજો મધ્યમ પ્રકાર (મિડલ ક્લાસ), જે માત્ર પોતાની ઇન્દ્રિયોને ખુશ કરતો, દુન્યવી આનંદમાં ડૂબેલો રહે છે જ્યારે ત્રીજા ઉચ્ચ વર્ગ (હાયર ક્લાસ)માં એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક કલ્યાણ કાજે પોતાનો સમય અને શક્તિ ખર્ચતા હોય છે. આમ, માણસે પહેલું સમર્પણ ઇન્દ્રિય ભોગોનું આપવું જોઈએ. બીજું સમર્પણ વડીલો અને માતા-પિતા પ્રત્યે કરવું જોઈએ. ત્રીજું સમર્પણ ગરીબ અને જરૂરિયાતમંદ માટે કરવું જોઈએ. ચોથું સમર્પણ પ્રાણીઓનાં કલ્યાણ કાજે કરવું જોઈએ. પાંચમું સમર્પણ પોતાની આધ્યાત્મિક ઊર્ધ્વતા માટે ધન, સમય અને શક્તિ વાપરવાનું કરવું જોઈએ. વીરચંદ ગાંધી કહે છે કે આવાં પાંચ સમર્પણથી વ્યક્તિ ‘ઍનિમલ મૅન’માંથી ‘હ્યુમન’ બનશે. આ સમર્પણના દૈવી કાયદાને ખોટી રીતે સમજવામાં આવ્યો અને પરિણામે માણસો મૂક-લાચાર પ્રાણીઓની હત્યા કરે છે. માંસાહારને ઉત્તેજન આપે છે. માણસ પ્રાણીઓથી ચડિયાતો છે, તો પછી તે પ્રાણીઓને નિર્દયતાથી હશે, એ કઈ રીતે સમર્પણ ગણાય? 68 ભારતીય સંસ્કૃતિનો આત્મા LECTURE ON INDIA Ancient Literature of India. Position of Women in India. Early Life of the Hindus. Marriage Status in India. Social Customs of the 288 Millions of the Indian People. BY VIRCHAND R. GANDHI, B.A.,of Bombay Honorary Secretary to the Jain Association of India. એક પોસ્ટર આ લેખમાં વીરચંદ ગાંધી ભૌતિક ઉપભોગમાં જીવતા માનવીને આધ્યાત્મિક ઊર્ધ્વતાનું દર્શન કરાવે છે. અહીં એમની મૌલિક વિચારસૃષ્ટિનો પરિચય આપે છે. ‘જૈનિઝમ' નામના લેખમાં એમણે કહ્યું છે કે બાઇબલમાં કહ્યું છે કે “Thou Shalt not kill”, પરંતુ જૈનદર્શનમાં તો કોઈનીય હત્યા કરવી નહીં તેવું કહ્યું છે. જોકે તેઓ દર્શાવે છે કે ધર્મ-ધર્મ વચ્ચેના મર્મને જાણીએ, તો કોઈ સંઘર્ષ કે વિવાદ રહેતો નથી. પ્રત્યેક ધર્મ એ મંઝિલ છે શિખર પર પહોંચવાની.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70