Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 34
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા AWARDED B AUDHEIBHASKA JAIN COMMUNITY BOMBAY AUSISTI [] RAGHAVI 64 &TA શ્રી વીરચંદ ગાંધીને મળેલા ચંદ્રકો BANDH ગાંધીએ એક સ્નાત્રપૂજા ભણાવવી જોઈએ.” એમણે આપેલો આ નિર્ણય સહુએ સ્વીકાર્યો અને વિરોધ કરતો સંઘ શાંત થઈ ગયો અને વીરચંદ રાઘવજી ગાંધીને જિનેન્દ્ર ભગવાનની સ્નાત્રપૂજા બાદ સમાજમાં સ્થાન મળ્યું. ભારતીય સંસ્કૃતિનો આત્મા બે વિભૂતિની વેદના વીરચંદ ગાંધીના જ્ઞાતિ બહિષ્કાર અંગે સ્વામી વિવેકાનંદ અને શ્રીમદ્ રાજચંદ્રજીના અભિપ્રાયો એમને જ્ઞાતિબહાર મૂકનારો રૂઢિગ્રસ્તોની ટીકા કરનારા છે. એક મહાન કાર્યને યોગ્ય સંદર્ભમાં વિચારવાને બદલે પોતાની અંધશ્રદ્ધા કે અહમ્થી સમાજને હાનિ પહોંચાડનારા લોકો એ વખતે પણ હતા અને આજે પણ વિદ્યમાન છે. આજે વીરચંદ ગાંધીને અંજલિ આપતો સમાજ અને રાષ્ટ્ર આવી શ્રીમદ્ રાજચંદ્ર આગ્રહ, વિગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહયુક્ત વિચારસરણીમાંથી બહાર આવવાનો સંકલ્પ કરશે ખરો ? ૧૮૯૪ના નવેમ્બરમાં શિકાગોથી સ્વામી વિવેકાનંદે શ્રી દીવાનને લખેલા પત્રમાં લખ્યું : “આપના પરિચિત એવા મુંબઈના જૈન વીરચંદ ગાંધી હાલ અહીં છે. અહીંના કાતિલ ઠંડા વાતાવરણમાં પણ તેઓ શાકભાજી (શાકાહાર) સિવાય કાંઈ લેતા નથી. એમના દેશવાસીઓ અને ધર્મનો પ્રબળ તાકાતથી બચાવ કરે છે. આ દેશના લોકો એમને ખૂબ પસંદ કરે છે. પણ જેઓએ એમને અહીં મોકલ્યા છે તેઓ શું કરી રહ્યા છે ? તેઓ તેમને નાતબહાર મૂકી રહ્યા છે. દ્વેષ એ ગુલામીથી સર્જાતું અનિવાર્ય અનિષ્ટ છે અને એ દ્વેષભાવ જ એમના પતનનું કારણ છે.” એક નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીના જ્ઞાતિ બહિષ્કાર અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કરેલી નોંધ મળે છે. શ્રીમદ્ રાજચંદ્ર અને વીરચંદ ગાંધી બંને સમકાલીન હોવા છતાં તેઓના પ્રત્યક્ષ મેળાપની વિગત મળતી નથી. માત્ર વીરચંદ ગાંધીએ Wonderful Feats of Memory વિશે આપેલા વ્યાખ્યાનમાં મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્રજીના શતાવધાનની વાત કરી છે. શ્રીમદ્ રાજચંદ્રના ઉપદેશની મોરબીના મુમુક્ષુ શ્રી મનસુખભાઈ કીરચંદે નોંધ કરી છે. તેમાં તેઓ કહે છે, 65

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70