________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
હાજરી આપી હતી. વળી બંનેની અટકના સામ્યને કારણે ક્યાંક ગેરસમજ પણ ઊભી થતી હતી. લંડનની બ્લેવેસ્કી લોજમાં સંસ્થાના સભ્ય શ્રી મોહનદાસ
કરમચંદ ગાંધીની મુલાકાત કર્નલ ઓલકોટ સાથે થઈ એવી નોંધ જોસેફાઇન રેન્ડસમે લખેલી A Short History of The Theosophical Societyમાં મળે છે. ૧૮૯૬માં આ મેળાપ થયાનું નોંધાયું છે. જ્યારે એ સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. કર્નલ ઓલકોર્ટ ગાંધીને એક અગ્રણી જૈન તરીકે ઓળખાવ્યા છે જેને પરિણામે જોસેફાઇન રેન્ડસમે આવી ભૂલ કરી છે. આમ બંને એકબીજાના સંપર્કમાં સારી રીતે આવ્યા હતા, પરંતુ એમની વચ્ચેના પત્રવ્યવહારની કે અન્ય વિગતો સાંપડતી નથી. ગાંધીજીએ વીરચંદભાઈના પુત્ર મોહનભાઈ ઉપર લખેલા એક પત્રમાં આશીર્વાદ સાથે પૂછ્યું છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા ?"
અહીં વીરચંદ ગાંધીએ વિદેશમાં આપેલાં ધ સાયન્સ ઑફ ઇટિંગ’નાં પ્રવચનોનું સ્મરણ થાય છે. એમણે ત્રણ પ્રકારના ખોરાકની વાત કરી અને કહ્યું કે પહેલા પ્રકારનો ખોરાક શાંતિ આપે છે. બીજો ક્રિયા-ગતિ કે ગરમી આપે છે અને ત્રીજા પ્રકારનો ખોરાક ગતિને અવરોધે છે. એક આહારશાસ્ત્રી જે રીતે ચર્ચા કરે એ રીતે એમણે અહીં ચર્ચા કરી છે અને દર્શાવ્યું છે કે અંગ્રેજ લોકો કરતાં તાકાત અને સહનશીલતામાં ભારતીય લોકો ચડિયાતા છે એનું કારણ એમનો આહાર છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના તામસી આહારની વાત કરે છે અને જૈનો જમીનની નીચે ઊગેલી વનસ્પતિ કેમ ખાતા નથી એનો મર્મ સમજાવે છે. એ જ રીતે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાના એના સિદ્ધાંતનો હેતુ દર્શાવતાં કહે છે કે અંધારામાં સૂર્યપ્રકાશનાં લાભદાયક તત્ત્વો મળતાં નથી. વળી એની સાથોસાથ આની પાછળ રહેલા ગૂઢ વિજ્ઞાનની વાત કરે છે.*
ઈ. સ. ૧૮૯૬માં વીરચંદ ગાંધી બીજી વાર અમેરિકાના પ્રવાસે ગયા. આ સમયે ૧૮૯૬ની વીસમી ઑગસ્ટે પ્રસિદ્ધ દાનવીર પ્રેમચંદ રાયચંદના અધ્યક્ષસ્થાને અને માંગરોળ જૈન સંગીત મંડળી સંસ્થાના પ્રમુખ મોતીચંદ * The Jain Philosophy, Chapter 15 : The Science of Eating, by Virchand Raghavji Gandhi, Edited : Dr. Kumarpal Desai, Publisher: World Jain Confederation, pp. 177
34
ભારતીય સંસ્કૃતિનો આત્મા
દેવીચંદની ઉપસ્થિતિમાં રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય, જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના મંત્રી અને હેમચંદ્રાચાર્ય સ્ટડી સર્કલના પ્રમુખ એવા શ્રી વીરચંદ ગાંધીને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. તેઓની સાથે એમનાં ધર્મપત્ની વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે તેનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો.
એમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં વ્યાખ્યાનો આપ્યાં. બૅરિસ્ટર તરીકે અભ્યાસ કર્યો અને બૅરિસ્ટર થયા. જોકે એમણે વકીલાતના વ્યવસાયનો દ્રવ્યોપાર્જનના બદલે ધર્મસેવા કાજે ઉપયોગ કર્યો.
ધર્મકાર્ય માટે સાદ
પાલિતાણાના રાજ તરફથી પેઢીના લોકોની જુદા જુદા પ્રકારે કનડગત કરવામાં આવતી હતી. આ તીર્થમાં કામ કરતા નોકરોને માર મારવામાં આવતો. તીર્થના હક્કો અને તીર્થની સલામતીની બાબતમાં ગંભીર સમસ્યા જાગી હતી. આ ત્રાસમાંથી મુક્ત થવા અમેરિકાનો પ્રવચનપ્રવાસ ખેડી રહેલા વીરચંદ ગાંધીને આણંદજી કલ્યાણજી પેઢીએ પત્ર લખ્યો. વીરચંદ ગાંધીને બ્રિટિશ સરકારે તીર્થ અંગેની કાઢી નાખેલી અપીલ અંગે લંડનમાં અમલદારોને મળવા માટે વિનંતી કરી. લંડનની કોર્ટ (પ્રીવી કાઉન્સિલ)માં અપીલ રજૂ કરવાનો નિર્ણય કર્યો. આના ઉત્તરમાં વીરચંદ ગાંધી ૧૮૯૮ની છવ્વીસમી એપ્રિલે બોસ્ટનના નં. ૬, ઑક્સફર્ડ ટેરેસના સ્થળેથી આ પ્રમાણે પ્રત્યુત્તર પાઠવે છે :
“આપણા પવિત્ર શત્રુંજય ડુંગર સંબંધી થતી રાજા તરફથી અડચણો દૂર કરવા આપ મને ફરમાવો છો અને એ કામમાં મારા ઉપર વિશ્વાસ રાખો છો તેને
માટે હું આપનો ઉપકાર માનું છું. દરેક શ્રાવક ભાઈની ફરજ છે કે તેણે આ કામમાં તન, મન અને ધન અર્પણ કરવું જોઈએ. ધનની બાબતમાં હું શક્તિમાન નથી, તો પણ તન-મન અર્પણ કરવા ખુશી છું.
“આપે મોકલેલાં કાગળિયાંઓ તથા અરજી વાંચી તમામ હકીકતોથી હું માહિત થયો છું. એ સરવે હકીકત પહેલેથી મારી માહિતીમાં છે, પરંતુ હાલની
35