Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 27
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " આચાર્યશ્રીની વાત સ્વીકારવામાં આવી. વિશ્વધર્મ પરિષદના અહેવાલમાં આચાર્યશ્રી આત્મારામજી મહારાજની છબી નીચે આ મુજબની નોંધ પ્રગટ થઈ. જે ટલી વિશેષતાથી મુનિ આત્મારામજીએ પોતાની જાતનું જૈનસમાજ સાથે તાદાભ્ય સાધ્યું તેવી રીતે કોઈએ કરેલ નથી. દીક્ષાગ્રહણના દિવસથી તે જીવનપર્યત જે ઉદારચિત્ત મહાશયોએ સ્વીકૃત ઉચ્ચ મિશન માટે અહોરાત્ર કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે પૈકીના તેઓ એક છે. તેઓ જૈન કોમના આચાર્યવર્ય છે અને પૌર્વાત્ય પંડિતો-સ્કોલરોએ તેમને જૈન ધર્મ અને સાહિત્ય પર વિદ્યમાન ઊંચામાં ઊંચા પ્રમાણભૂત તરીકે સ્વીકારેલ છે.” કેટલાક જૈનોએ વીરચંદ ગાંધીની વિદેશયાત્રાનો વિરોધ કર્યો ત્યારે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પૈર્યપુર્વક સમજાવ્યું કે તમે લોકો જૈન ધર્મના વાસ્તવિક રૂપને સમજાવવાનો પ્રયત્ન કરતા નથી અને જોતા નથી કે આ બાબતમાં ધર્મ કેટલો ઉદાર છે. એમણે કહ્યું કે યાદ રાખો કે આજે તમે ધર્મની પ્રભાવના માટે સમુદ્રયાત્રા કરતી વ્યક્તિનો વિરોધ કરો છો, પણ એ સમય નજીકમાં જ આવી રહ્યો છે કે જ્યારે તમારા સંતાનો મોજશોખ માટે સમુદ્રયાત્રા કરશે અને તમે એમાં સહમત થશો. આચાર્યશ્રીની કેવી સચોટ ભવિષ્યવાણી ! આખરે બધાને આચાર્યશ્રીની આજ્ઞા સામે નમવું પડ્યું. એ પછી આચાર્યશ્રીએ વીરચંદ ગાંધીને અમૃતસર બોલાવીને પોતાની પાસે એક મહિનો રાખ્યા અને જૈનદર્શન ઉપરાંત અન્ય દર્શનોનું અધ્યયન કરાવ્યું. એ આચાર્યશ્રી કેવા સમર્થ હશે, જેમણે માત્ર વકીલાતનો અભ્યાસ કરનાર યુવાનને ધર્મ, દર્શન, સમાજ અને સંસ્કૃતિમાં પારંગત બનાવ્યો. પોતે ખાસ તૈયાર કરેલા ‘ચિકાગો પ્રશ્નોત્તર' નિબંધ આપીને આશીર્વાદ સાથે યુવાન વીરચંદ ગાંધીને વિદાય કર્યા. એ સમયે એમ પણ સૂચવ્યું કે વિદેશમાં વિદેશી પોશાકને બદલે સ્વદેશી પોશાક પહેરવી. આજે આપણે એ સ્વદેશી પોશાકવાળી વીરચંદ ગાંધીની તસવીર જોઈએ ત્યારે કેટલો બધો રોમાંચ થાય છે ! વળી આચાર્યશ્રીએ તાકીદ કરી કે રોજિંદા જીવનમાં ધાર્મિક આચારવિચારની બાબતમાં સહેજે શિથિલતા ન આવે તેની ખૂબ કાળજી રાખવી. - 50 — - ભારતીય સંસ્કૃતિનો આત્મા વીરચંદ ગાંધીએ પોતાના ભોજનની અલાયદી રસોઈ બનાવવા માટે પોતાના મિત્ર અને મહુવાના વિખ્યાત જાદુગર પ્ર. નથુ મંછાચંદને પોતાની સાથે લીધા. તેઓએ અમેરિકામાં જાદુના પ્રયોગો પણ કર્યા. આચારપાલનનો આગ્રહ વીરચંદ ગાંધીની જૈન આચારપાલનની ચુસ્તતા પહેલે પગથિયે જ પ્રગટ થાય છે. તેઓ મુંબઈથી એડન સુધી ‘આસામ” નામની સ્ટીમરમાં અને એડનથી લંડન ‘હિમાલયા' નામની સ્ટીમરમાં તેમજ લંડનથી અમેરિકા ‘પારિસ' નામની સ્ટીમરમાં ગયા. પોતાની સાથે નથુ મંછાચંદને રસોઇયા તરીકે લીધા હતા. તે માત્ર વિદેશની ભૂમિ માટે જ નહીં, બબ્બે સ્ટીમરમાં અલાયદી રસોઈ કરવા માટે પણ હતા. આને માટે એમણે ૧૮૯૩ની ૪થી ઓગસ્ટે આ સ્ટીમરના કપ્તાનોને ભારતની મેસર્સ થૉમસ કૂક એન્ડ સન્સ, મુંબઈની પેઢી તરફથી એક પત્ર લખાવ્યો હતો. એમાં પ્રવાસનું આયોજન કરતી આ કંપનીએ જહાજના કપ્તાનને વિનંતી કરી હતી કે તેઓ વીરચંદ ગાંધીને એવું પ્રમાણપત્ર આપે કે એમણે જહાજમાં રસોઇયાએ તૈયાર કરેલી ભારતીય રસોઈના બદલે પોતાનું અલાયદું ભોજન બનાવ્યું હતું. વીરચંદ ગાંધી મુંબઈથી એડન અને એડનથી લંડન પહોંચ્યા. આવો ધર્મ ! અમે સાવ અજાણ ! લંડનમાં છ દિવસ રોકાયા બાદ ‘પારિસ’ નામની સ્ટીમરમાં તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો. આ પ્રવાસમાં એમની સાથે વિશ્વધર્મ પરિષદમાં જઈ રહેલાં લંડનની થિયોસૉફિકલ સોસાયટીના પ્રમુખ એની બેસન્ટ અને એમનાં સેક્રેટરી મિસ યૂલર હતાં. બૌદ્ધ ધર્મસભાના મંત્રી ધર્મપાલ હતા. આ બધાંની સાથે વીરચંદ ગાંધીનો મેળાપ સ્મરણીય બની રહ્યો. આમાંથી કોઈનેય જૈન ધર્મ વિશે લેશમાત્ર માહિતી નહોતી. જ્યારે એમણે જાણ્યું કે આ યુવાન આ ધર્મના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યાં છે, ત્યારે એ સહુને આશ્ચર્ય થયું. વીરચંદ ગાંધીએ એમને જૈન ધર્મનાં તત્ત્વો સંબંધી સંક્ષેપમાં માહિતી આપી, ત્યારે એમને લાગ્યું કે કેવું સુંદર તત્ત્વજ્ઞાન ધરાવતો આ ધર્મ છે અને એનાથી અમે સાવ અનભિન્ન છીએ ! - 51 -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70