Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 26
________________ • ભારતીય સંસ્કૃતિનો આત્મા એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી તરીકે દરેક પક્ષને મળીને વાટાઘાટ અને સમજાવટથી ૧૮૮૬-૮૭માં સુખદ સમાધાન કર્યું. એ પછી કાવી તીર્થમાં તીર્થમાં ઊભા થયેલા વિવાદનો વીરચંદ ગાંધી સુખદ ઉકેલ લાવ્યા. ભારતીય સંસ્કૃતિનો આત્મા - આ સમસ્યા અંગે વીરચંદ ગાંધી સામે એક નહીં, પણ અનેકાનેક મુશ્કેલીઓ ઊભી હતી. પહેલું તો એ પરગણાની કોર્ટમાં કોઈ પ્રાથમિક પુરાવા દાખલ કરવામાં આવ્યા ન હતા. આથી કામ અત્યંત મુશ્કેલ હતું અને કુશળ બૅરિસ્ટરો પણ આ કામ હાથમાં લેવા તૈયાર નહોતા. બીજી મુંઝવણ એ હતી કે આ અંગેના જરૂરી પત્રો, શિલાલેખો અને તામ્રપત્રોના પુરાવાઓ બંગાળી ભાષામાં હતા. આ પડકાર સ્વીકાર્યા પછી વીરચંદ ગાંધી કોઈ બાબતમાં પીછેહઠ કરનારા નહોતા. એમણે કલકત્તામાં રહીને બંગાળી ભાષા શીખવાનું શરૂ કર્યું. બંગાળીમાં લખાયેલા શિલાલેખો, તામ્રપત્રો અને પત્રો ઉકેલવાની સાથોસાથ એનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ પોતે કરવા લાગ્યા. વીરચંદભાઈએ સષ્ટ અને માર્મિક રીતે રજૂઆત કરી. એને પરિણામે જૈન સંઘની તરફેણમાં અદાલતનો ચુકાદો આવતાં વીરચંદભાઈની કાર્યકુશળતા સિદ્ધ થઈ ગઈ. આ પડકારરૂપ કાર્યને માટે વીરચંદ ગાંધી છ મહિના સુધી કલકત્તામાં રહ્યા. આ ઘટના જ એમની અડગ ધર્મનિષ્ઠી, કાર્યસિદ્ધિ માટેની લગની અને અથાગ પરિશ્રમવૃત્તિ દર્શાવે છે. આ આખોય કેસ ‘પીગરી કેસ’ તરીકે જાણીતો બન્યો. વીરચંદભાઈની પ્રભાવક દલીલોને પરિણામે ન્યાયાધીશે એના ચુકાદામાં નોંધ્યું, “જૈનોની ધાર્મિક દૃષ્ટિએ જોઈએ અને વિચારીએ તો સમેતશિખરની ટેકરીઓની રજેરજ અને કણેકણ કે કંકરે કંકર અત્યંત પવિત્ર ભૂમિ છે અને તેથી એ પૂજનીય છે.” આ મુકદમાનો તમામ ખર્ચ કલકત્તાના પ્રસિદ્ધ દાનવીર બાબુસાહેબ બદ્રીપ્રસાદજીએ આપ્યો હતો. વીરચંદ ગાંધીના છ મહિનાના કલકત્તાનિવાસ અંગે માહિતી મેળવવા કોશિશ કરી, પણ અન્ય કોઈ વિગત ઉપલબ્ધ થતી નથી. આવી જ રીતે ૧૮૮૬-૮૭માં મક્ષીજી તીર્થ સંબંધી વિવાદનો ઉકેલ લાવવામાં એમણે સફળતા મેળવી હતી. ઉર્જનની પાસેના મક્ષીજીના પાર્શ્વનાથ મંદિરની બાબતમાં પંદર વર્ષથી દિગંબર અને શ્વેતાંબર વચ્ચે કેસ ચાલતો હતો અને એમાં એક વાર એક પક્ષ જીતે તો બીજી વાર બીજો પક્ષ જીતતો હતો. આ અંગે વીરચંદ ગાંધીએ ત્રણ-ચાર વખત મશીજીની મુલાકાત લીધી, જૈન પૂજ્ય આત્મારામજી મહારાજના આશીર્વાદ જૈન સમાજનાં મહત્ત્વનાં તીર્થો અંગે વીરચંદ ગાંધીની કાર્યવાહીએ એમને કર્મવીર સિદ્ધ કરી આપ્યા. મુંબઈમાં કાયદાની દુનિયામાં પ્રવેશ્યા અને સોલિસિટર બન્યા તો ખરા, પણ એમના મનમાં સતત એવી દ્વિધા ચાલતી હતી કે કાયદાનો વધુ અભ્યાસ કરવો કે પછી ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સેવા કરવી ? જોકે વીરચંદ ગાંધી માટે વિધિએ કોઈ જુદા જ પ્રકારનું કાર્ય નિર્યું હતું. આ સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ પરિષદ માટે મુનિશ્રી આત્મારાજી મહારાજ (પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી)ને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં ભાગ લેવા માટે વિલિયમ પાઇપ પરિષદના ચૅરમૅન જ્હોન હેન્રી બરોની સૂચનાથી ૧૮૯૨ની ૧૬મી નવેમ્બરે નિમંત્રણ મોકલ્યું. મુનિશ્રી આત્મારાજી મહારાજે (પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી) શાસ્ત્રીય કારણોસર, વૃદ્ધાવસ્થાને લીધે તેમજ લૌકિક કારણોને લઈને વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી શકે તેમ નથી, તેની દિલગીરી વ્યક્ત કરી, પરંતુ પરિષદના આયોજ કોએ જૈન ધર્મનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓ દર્શાવતો નિબંધ મોકલવા આગ્રહ સેવ્યો. પરિણામે ચિકાગોના નિમિત્તે એમણે પ્રશ્નોત્તરી રૂપે જૈન ધર્મના સિદ્ધાંતોનો પરિચય આપતું ‘ચિકાગો પ્રશ્નોત્તર' પુસ્તક તૈયાર કર્યું. એનાથી પ્રભાવિત થયેલા આયોજકોએ આ સમર્થ આચાર્યશ્રીને વિનંતી કરી કે આપના ધર્મની રજૂઆત કરી શકે તેવા કોઈ પ્રતિનિધિને આપ મોકલો. આ પત્ર મુંબઈની ધ જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાને મહારાજ શ્રીએ મોકલ્યો અને સાથે પોતાની સંમતિ પણ મોકલી કે આમાં વીરચંદ ગાંધીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે તો યોગ્ય ગણાશે. આમ કરવાથી પાર્લામેન્ટમાં જૈન ધર્મનું નામ હંમેશને માટે જાણીતું થશે. જૈન ધર્મની ઉન્નતિનો ધ્વજ ફરકશે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70