Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 28
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા એની બેસન્ટે તો એ સમયે દુઃખ અને દિલગીરી સહિત કહ્યું કે ‘જૈનો તેમના ઉત્તમ તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોને અંગ્રેજી ભાષામાં પ્રગટ કરતાં નથી, એ અફસોસની બાબત છે.’ વીરચંદ ગાંધી ઇંગ્લૅન્ડના સાઉધમ્પટનથી ન્યૂયૉર્ક પહોંચ્યા ત્યારે એમને અનુભવ થયો કે મુંબઈના ગ્રાંટ રોડના સ્ટેશન પર કસ્ટમના અધિકારીઓ વિદેશ જતા પ્રવાસીઓ સાથે જેવો દુર્વ્યવહાર કરતા હતા, એવું કશું અમેરિકાના પ્રવેશે જોવા મળ્યું નહીં. વીરચંદ ગાંધીને આવકારવા માટે ૩૦ વર્ષના ઉત્સાહી યુવાન અને વિશ્વધર્મ પરિષદના સહમંત્રી વિલિયમ પાઇપ આવ્યા હતા. વિશ્વધર્મ પરિષદ વતી વિલિયમ પાઇપે જ સહુને નિમંત્રણ મોકલ્યાં હતાં. વીરચંદ ગાંધીના સ્વાગત માટે આવેલા આ જ વિલિયમ પાઇપ સમય જતાં એમના પ્રશંસક બની ગયા હતા અને અમેરિકામાં વીરચંદ ગાંધીએ સ્થાપેલી School of Oriental Philosophy અને Esoteric Studiesના વર્ગો વિલિયમ પાઇપની દેખરેખ હેઠળ તેઓ ચલાવતા હતા. સહમંત્રી વિલિયમ પાઇપે લાંબી મુસાફરી બાદ બે દિવસ આરામ કરીને વીરચંદ ગાંધીને શિકાગોનો પ્રવાસ ખેડવાનું કહ્યું. આ બે દિવસના ભોજન માટે વિલિયમ પાઇપે ફળફળાદિની વ્યવસ્થા કરી આપવાનું માથે લીધું. વીરચંદભાઈ એમના પ્રત્યેક આચાર અંગે જાગ્રત હતા. વિશેષ તો પોતે એક મહાન ધર્મના પ્રતિનિધિ તરીકે આવ્યા છે એનાથી સભાન હતા. એમને થયું કે ન્યૂયૉર્કનો ખર્ચ યજમાન શા માટે ભોગવે ? એમણે વિચાર્યું કે હું જૈન ધર્મના પ્રસાર માટે આવ્યો છું, તેવે સમયે અમેરિકાના લોકોને મારે માટે ખર્ચ કરવો પડે તે બરાબર નથી. શક્તિવાન જૈન કોમને માટે પણ એ નાલેશીભર્યું કહેવાય. આથી વિલિયમ પાઇપનો આભાર માનીને વીરચંદ ગાંધીએ કહ્યું કે અહીંનો મારો તમામ ખર્ચ હું ભોગવીશ. પરદેશમાં પહેલી છબી પરિણામે વિલિયમ પાઇપ ન્યૂયૉર્કની પ્રખ્યાત હોટલમાં રહેવા ગયા, જ્યારે વીરચંદ ગાંધીએ બ્રોડવે સેન્ટ્રલ હોટેલમાં એક રૂમ ભાડે રાખ્યો. એ પછી વીરચંદ ગાંધી અને નથુ મંછાચંદ બજારમાં જઈને સફરજન, કેળાં, નારંગી વગેરે ખરીદી લાવ્યા. સાંજે પાંચેક વાગે વીરચંદ ગાંધી વિલિયમ પાઇપને 52 ભારતીય સંસ્કૃતિનો આત્મા શ્રીમતી હાવર્ડ સાથે મળવા બ્રુન્સવિક હોટલ પર ગયા, ત્યારે અખબારના પાંચ-સાત પ્રતિનિધિઓ હાજર હતા. એમની સાથે જૈન ધર્મ અને જૈન સમાજ અંગે ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ. એ વખતે ન્યૂયૉર્કના પ્રખ્યાત અખબાર ‘ધ વર્લ્ડ’ નોંધ્યું કે છેલ્લાં બે હજાર વર્ષમાં ભારત બહાર પગ મૂકનારી જૈન સમાજની આ સર્વપ્રથમ વ્યક્તિ છે. આ ધર્મની એક માન્યતા છે કે જે વિદેશગમન કરે છે તેને જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે. વીરચંદ ગાંધી પાસેથી પત્રકારોએ જાણ્યું કે ઉચ્ચ કક્ષાના ધર્મગુરુએ એમને શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સભ્ય તરીકે મોકલ્યા છે. અખબારે નોંધ્યું કે એમના પરદેશગમનની વિરુદ્ધમાં કેટલીક સભાઓ પણ થઈ હતી. વળી આ અખબાર નોંધે છે કે તેઓ માંસાહાર કરતા નથી અને તેમણે ક્યારેય માંસ ખાધું નથી. વીરચંદ ગાંધી અત્યંત કુશાગ્ર બુદ્ધિવાળા અને ઉચ્ચ પ્રતિભાશાળી વ્યક્તિ હોવાનું અખબારે નોંધ્યું છે. એ પછીના દિવસે વીરચંદ ગાંધી અમેરિકન શહેરની સફર કરી અને સાંજે ટ્રેન મારફતે શિકાગો ગયા અને રસ્તામાં બારેક કલાક સુધી નાયગ્રાનો ધોધ જોવા રોકાયા હતા. એ પછીની વીરચંદ ગાંધીની કામયાબી વિશે આપણે જોઈ ગયા. વિવેકાનંદ અને વીરચંદ ગાંધીના વિદેશી શિષ્યાઓની નોંધ મળે છે. વિવેકાનંદજીનાં શિષ્યા ભગિની નિવેદિતા હતાં, તો વીરચંદ ગાંધીનાં શિષ્યા 53

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70