Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 29
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા શ્રીમતી હાવર્ડ હતાં. જેઓ પૂર્ણપણે શાકાહારી અને જૈન સિદ્ધાંતોનું સંકલ્પપૂર્ણ પાલન કરનારાં હતાં. આ વિદેશ પ્રવાસોમાં વીરચંદ ગાંધીની પ્રતિભાથી અનેક લોકો અભિભૂત થયા. એમની સાથે ધર્મપરિષદમાં આવનાર સ્વામી વિવેકાનંદના પત્રોમાં વીરચંદ ગાંધીનો ઉલ્લેખ ‘Oh, My Dear Gandhi' કહીને કરતા હતા. ‘ન્યૂયૉર્ક ક્રિટિક’ નામનું જર્નલ જણાવે છે કે વીરચંદભાઈ જેટલું છટાદાર પ્રવચન કોઈએ આપ્યું નહોતું. એમનું જ્ઞાન એક હિંદુ સાધુ જેટલું જ છે.” વિવેકાનંદ અને વીરચંદ ગાંધી બંને ‘વથી શરૂ થતાં નામો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને વીરચંદ ગાંધીના આત્મારામજી મહારાજ. બંનેનાં નામમાં રામ. વળી બંનેએ શિકાગોની ધર્મપરિષદમાં આગવો પ્રભાવ પાડ્યો. બંનેએ પ્રભાવક રીતે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ દર્શાવી. બંનેએ આકરી ભાષામાં ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિને વખોડી કાઢી. બંનેએ ભારતને ધર્મોની જનની કહી અને બંનેએ ધર્મોના પરસ્પર સંવાદની રણભેરી બજાવી. બંનેનાં મનનીય વ્યાખ્યાનોએ સમગ્ર અમેરિકાને મુગ્ધ કર્યું. એમનાં ભાષણ સાંભળનારા સહુ કોઈ એમના સિદ્ધાંતોને સ્વીકારતા હતા અને કેટલાક એનું અનુસરણ કરવા લાગ્યા. બંનેનું આયુષ્ય અલ્પ રહ્યું અને બંનેનું અવસાન પણ સ્વદેશમાં થયું. ૧૯૦૧માં ૩૭ વર્ષની ઉંમરે મુંબઈમાં વીરચંદ ગાંધીનું અને ૧૯૦૨માં બેલૂર મઠમાં ૪૦ વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદનું અવસાન થયું. આ બંનેનું આયુષ્ય વિશેષ હોત તો રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિને ઘણો લાભ પ્રાપ્ત થયો હોત. વિવેકાનંદનો પ્રભાવ એ પછી ભારતવર્ષ પર ચિરસ્થાયી રૂપે પડ્યો. એમણે વિશ્વધર્મ પરિષદમાં આપેલા વક્તવ્યની ઑડિયો કૅસેટ આજે પ્રાપ્ય છે. એમણે એ સમયે કરેલી કામગીરીની વિગતો દર્શાવતા વિસ્તૃત ગ્રંથો પણ પ્રગટ થયા છે. વીરચંદ ગાંધીનાં એ છટાદાર ભાષણોની ઑડિયો કૅસેટ તો નથી, પણ એ પછી એમના કાર્યનું સમાજ સાતત્ય પણ સાચવી શક્યો નથી અને આ વિરલ પ્રતિભા સાવ વીસરાઈ ગઈ. આ અંગે ત્યારબાદ ‘બેનર ઑફ લાઇટ' નામના સામયિકે લખ્યું, 54 Girl. I is the only friend einen felles is en beyond the rave Add: 927_t ભારતીય સંસ્કૃતિનો આત્મા Every thing else ends with death. Vivekanande શિકાગોમાં સ્વામી વિવેકાનંદ (૧૮૯૩) “વિવેકાનંદના વિચારોની પ્રબળ અસર તેના શિષ્યમંડળ (અભેદાનંદ આદિ)એ રામકૃષ્ણ મિશન જેવી અનેક સંસ્થાઓ સ્થાપી અવિરત અને ચિરસ્થાયી રૂપે રાખી. જ્યારે અતિ શોકનો વિષય એ છે કે સ્વ. વીરચંદ ગાંધીના વિચારોની પ્રબળ અસર કોઈ પણ જૈન તરફથી જારી રહી નથી.” અગરબત્તીની સુવાસ એક અર્થમાં કહીએ તો વીરચંદ ગાંધી સુવાસિત અગરબત્તી જેવા અને 55

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70