Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 20
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે - ભારતીય સંસ્કૃતિનો આત્મા નવી અરજીઓની ઇબારત તથા સરકારના ઠરાવથી માહિત થવાની જરૂર હતી તે માહિતગારી આપના મોકલાવેલા ઓચરિયાથી મળી છે. આપના વિચારને હું મળતો આવું છું કે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવી. અને એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરંતુ આપ કહો છો તેમ સ્ટેટ સેક્રેટરીની હાફિસમાં, મુંબઈ સરકારની માફક આપણું કામ માર્યું જાય તો પછી દાદ મેળવવાની કોઈ પણ જગાએ આશા રહે નહીં. માટે બની શકે એટલી તજવીજ કરી મજબૂતાઈ મેળવી સ્ટેટ સેક્રેટરીને અપીલ કરવી જોઈએ. આ કામમાં મારાથી બની શકે તેટલો પ્રયાસ લેવા હું ખુશ છું. એટલું જ નહીં પરંતુ આપ મને તે કામ સોંપો છો તેથી મને આપ મોટું માન આપો છો તેમ સમજું છું. તા. ૭મી જૂનના રોજ હું લંડન પહોંચીશ.” લંડન શહેરમાં કેટલાક ભલામણપત્રોની જરૂર પડશે. ચિકાગો શહેરના વડા ન્યાયાધીશના કેટલાક મિત્રો લંડનમાં હશે એમ હું ધારું છું. આ વડા ન્યાયાધીશ મારા મિત્ર છે. તેમની પાસેથી ભલામણપત્રો મેળવવા માટે ખાસ ચિકાગો જવું પડશે. શેઠ દાદાભાઈ નવરોજજી લંડનમાં હશે, તેમને પણ મળીશ. હું તેમને સારી રીતે ઓળખું છું. વળી આજ રોજ મેં મુંબઈ શેઠ વીરચંદ દીપચંદ ઉપર પત્ર લખ્યો છે. તેમાં તેમના તરફથી તથા તેમની હાફિસવાળા શેઠ દીનશા એદલજી વાળા (જેઓ દાદાભાઈના પરમ મિત્ર છે) તેમના તરફથી દાદાભાઈ ઉપર ભલામણપત્ર મેળવી મારા ઉપર લંડન મોકલવા લખ્યું છે. હાલમાં મુંબઈમાં ચાલતી મરકીને લીધે વીરચંદ શાહ મુંબઈથી અમદાવાદ આવ્યા હોય તો આપ તેમને એ પત્રો મને મારા લંડનના સરનામેથી મોકલવા વિનંતી કરશો. તથા એક પત્ર શેઠજી મયાભાઈ તરફથી પીલ સાહેબ ઉપર લખી મોકલશો....” “મે. પીલ સાહેબને મળી બનતો પ્રયાસ કરીશ તેમ જ લૉર્ડ રે સાહેબ મારફત જેટલું બનશે તેટલું કરીશ. એ બધા પ્રયાસ કર્યા પછી અપીલ કરવાની જરૂર પડશે તો તેને માટે જે જરૂ૨ માલુમ પડશે તે ગોઠવણ કરવા સંબંધી આપના ઉપર લખીશ.” “વિલાયતમાં હું અમલદારો વગેરેને મળીશ તે “Special Commissioner શ્રી શત્રુંજય મહાતીર્થ of the Jain Community of India' એ હોદાથી મળીશ. માટે એ પ્રમાણે વર્તવાનું મારું પગલું આપ મંજૂર કરશો.” આ પત્રમાં વીરચંદ ગાંધી નોંધે છે કે આ કાર્ય માટે પોતે તત્કાળ લંડન જઈ શકે તેમ નથી, કારણ કે એમણે અમેરિકામાં છ મહિના પૂર્વે જુદાં જુદાં સ્થળોએ ભાષણો આપવાની મંજૂરી આપી છે. આથી વહેલામાં વહેલાં ૨૫મી મેએ અમેરિકાના ઇન્ડિયાનાપૉલિસ શહેરમાં વક્તવ્ય આપીને લંડન જવાની શક્યતા દર્શાવે છે, પણ ત્વરિત કાર્યશક્તિ ધરાવતા વીરચંદ ગાંધી શત્રુંજયના આ કાર્ય માટે કેવી પૂર્વતૈયારી કરવી જોઈએ તેની વિગતો આપે છે. એ કહે છે કે “ઇન્ટરનૅશનલ સોસાયટી ફોર ધ એજ્યુકેશન વિમેન ઇન ઇન્ડિયાના કાર્ય અંગે એમને ભારતમાં રહી ચૂકેલા ‘ઇન્ડિયા ઑફિસ'ના અમલદારો સાથે સારો પરિચય છે અને તેઓ આ કાર્યમાં ઉપયોગી બની શકશે. વળી નોંધે છે કે ‘ઇન્ડિયા ઑફિસ'ના અમલદારોને શત્રુંજય તીર્થના કેટલાક ફોટાઓ ભેટ તરીકે મોકલવાથી સારો અભિપ્રાય ઊભો થશે, એટલું જ નહીં પણ જેમ્સ બર્જેસનું પાલિતાણા વિશેનું પુસ્તક પણ મોકલવાનું સૂચન કરે છે. લંડનમાં આ કાર્યને માટે પોતાને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એની વ્યવસ્થિત સૂચિ 16 11

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70