Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 13
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા જૈન પ્રણાલીને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું શ્રુતધર્મ અને બીજું ચારિત્રધર્મ. શ્રતધર્મમાં અંતર્ગત નવ તત્ત્વના પ્રકારો, છ પ્રકારના જીવ અને ચાર પ્રકારની ગતિ દર્શાવેલ છે. નવ સિદ્ધાંતોમાં પહેલું આત્મા છે. જૈન ધર્મ પ્રમાણે આત્મા એક એવું સત્ત્વ છે કે જે સમજે છે, વિચારે છે અને અનુભવે છે. જીવમાં સૌથી દિવ્ય આત્મા છે. આત્માનો મૂળ સ્વભાવ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમદ્યારિત્ર છે. આત્મા એ પુનર્જન્મનો, ઉત્ક્રાંતિનો વિષય છે. બીજો સિદ્ધાંત અનાત્માનો છે. પુનર્જન્મનો અથવા આત્માના પુનઃઅવતરણનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાનનો મહાન સિદ્ધાંત છે. આવો જ બીજો સિદ્ધાંત તે કર્મનો સિદ્ધાંત છે. જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મના આઠ પ્રકાર છે. યથાર્થ જ્ઞાનને અવરોધનાર, યથાર્થ દર્શન (વસ્તુનું)ને અવરોધનાર, જે દુઃખ અને સુખ આપે છે, જે મોહ પેદા કરે. છે તે બીજા ચાર વધુ પેટા પ્રકારોમાં વહેંચાયેલા છે તે એટલા સૂક્ષ્મ રીતે વહેંચાયેલા છે કે કર્મ તત્ત્વજ્ઞાનનો વિદ્યાર્થી જે તે કર્મની અસર સમજી શકે, વર્ણવી શકે. ભારતની કોઈ પણ તત્ત્વજ્ઞાનશાખા આના જેટલી ચોક્કસ અને સૂક્ષ્મ નથી. જે માનવી સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્મચારિત્ર વડે બધાં કર્મોનો નાશ કરે છે અને આત્માનો પૂર્ણ વિકાસ કરે તે પૂર્ણત્વ પામે છે અને તે ‘જિન” કહેવાય છે. આ ‘જિન' દરેક યુગમાં સિદ્ધાંતો શીખવે છે અને સ્થાપિત કરે છે; તેમને તીર્થંકર કહેવાય છે.” પક્ષપાત અને પૂર્વગ્રહનો ત્યાગ સત્તર સત્તર દિવસ સુધી આ વિશ્વધર્મ પરિષદમાં અનેક ધર્મોના ધર્મગુરુઓ, વિચારકો અને અનુયાયીઓએ પોતાનાં વક્તવ્યો પ્રસ્તુત કર્યો. એના સમાપન સમયે વિધેયાત્મક અભિગમ ધરાવતા વીરચંદ ગાંધીનું હૃદયસ્પર્શી વક્તવ્ય એમના ઉષ્માભર્યા વ્યક્તિત્વના ઉમદા અંશોનું સૂચક છે. શ્રોતાજનોના હર્ષનાદો વચ્ચે એમણે સમાપનવિધિ સમયે કહ્યું, “શું આપણને થોડા સમયમાં જ વિદાય લેતાં દુ:ખ થતું નથી ? શું • ભારતીય સંસ્કૃતિનો આત્મા આપણી એવી ઇચ્છા નથી કે આ ધર્મપરિષદ સત્તર દિવસને બદલે સત્તરગણા વધારે દિવસો ચાલે ? શું આપણે અત્યંત આનંદપૂર્વક અનેક બુદ્ધિશાળી વક્તાઓનાં તેજસ્વી ભાષણો આ મંચ પરથી નથી સાંભળ્યા ? શું આપણે જોઈ નથી રહ્યા કે આયોજ કોનું શુભ સ્વપ્ન આ અભૂતપૂર્વ સંમેલન દ્વારા આશાતીત સફળતા પામ્યું છે ? જો એક અન્ય ધર્મીને આપ શાંતિ અને પ્રેમનો સંદેશ આપવાની અનુમતિ આપો છો તો હું કહીશ કે આ મંચ દ્વારા અનેક ઉદાર ભાવ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રગટ થયા છે. આ વિચારોમાં અંધવિશ્વાસ કે કટ્ટરતા નથી. ભાઈઓ અને બહેનો ! હું આપને પ્રાર્થના કરું છું કે ભિન્ન ભિન્ન ધર્મોને ગહનતાથી જોવા પ્રયત્ન કરશો. હાથી અને સાત આંધળાઓની વાર્તા સમાન અંધવિશ્વાસ તથા પક્ષપાતની દૃષ્ટિથી વિચાર કરવો અનુચિત ગણાશે.” આમ, વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધીનાં પ્રવચનોએ જૈનદર્શન અને ભારતીય વિદ્યા અંગે એક નવી લહેર જગાવી. અમેરિકાનાં અખબારોએ એમની જ્ઞાનમય પ્રતિભા પર પ્રશંસાનાં પુષ્પો વેર્યો. વિશ્વધર્મ પરિષદના યોજ કોએ વીરચંદ ગાંધીને એમની યશસ્વી કામગીરી માટે રણ ચંદ્રક અર્પણ કર્યો. તેજસ્વિતાનો પર્યાય અમેરિકાના સામયિક ‘એડિટર્સ બ્યુરો'એ વીરચંદ ગાંધીની જે છબી આલેખી છે, એ જ એમની પ્રતિભા અને પ્રભાવનો આપણને સ્પર્શ કરાવે છે. આ અમેરિકન સામયિકે એના તંત્રીલેખમાં વિસ્તૃત નોંધ લખી. સહુ પ્રથમ તંત્રી વીરચંદ ગાંધીનો પરિચય આલેખે છે. તેઓ લખે છે, “મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક (બી.એ.) શ્રી વીરચંદ રાઘવજી ગાંધી અસાધારણ બૌદ્ધિક પ્રતિભા ધરાવે છે. તેઓ અંગ્રેજી સહિત ચૌદ ભાષાના અચ્છા જાણકાર છે અને જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના મંત્રી છે. ભારતમાંથી એક જ એવા સદ્દગૃહસ્થ હોવાનું તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે કે જેમણે ચિકાગો વિશ્વધર્મ પરિષદ, ૧૮૯૩માં તેના વતનીઓ દ્વારા પસંદ કરાયેલા જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જૈનોનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કર્યું.” એ પછી તંત્રીલેખમાં વીરચંદ રાઘવજી ગાંધીની પ્રતિભાનો પરિચય આપતાં તેઓ લખે છે,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70