Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 11
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે છે કે કોઈ પણ ધર્મ પર આક્ષેપો કરવા એ દલીલ ગણાય નહીં અને સ્વધર્મની આત્મપ્રશંસા એ સત્યનો પુરાવો મનાય નહીં, પાદરી પેન્ટાકોસ્ટની આવી ટીકા પ્રત્યે મને ખૂબ દયા આવે છે. એમ કહીને તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે દક્ષિણ ભારતનાં કેટલાંક હિંદુ મંદિરોમાં અમુક પ્રસંગોએ સ્ત્રી-ગાયિકાઓને સંગીત માટે નિમંત્રણ આપવામાં આવે છે એ સાચું અને આમાંની કેટલીક શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતી હોય છે, આ બાબત હિંદુ સમાજ જાણે છે અને તેથી આ અનિષ્ટને દૂર કરવા માટે સઘળા પ્રયત્નો પણ કરે છે. આ સ્ત્રીઓને મંદિરના મુખ્ય ભાગમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને પૂજારણોની જે વાત કરવામાં આવે છે, તો હિમાલયથી માંડીને કેપ કોમોરિન સુધી ક્યાંય એકે મહિલા પૂજારણ નથી. જો આવા આક્ષેપો પ્રમાણેનો સમાજ હિંદુ ધર્મ સર્યો હોત તો આ ધર્મે કયા બળે એવા સમાજનું નિર્માણ કર્યું હશે કે જેને માટે ગ્રીક ઇતિહાસવેત્તાએ કહ્યું, કોઈ હિંદુને અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રી ક્યારેય અપવિત્ર હોય એવું જાણ્યું નથી.” આટલું કહ્યા પછી વીરચંદ ગાંધીએ પ્રબળ ટંકાર કર્યો કે હિંદુસ્તાનની જેવી ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો આજેય બીજે ક્યાં જોવા મળે છે ? પોતાના વક્તવ્યના અંતિમ ભાગમાં વીરચંદ ગાંધી કહે છે કે, “જેઓ ભારતની આવી નિંદા કરે છે, તેમને માટે હું અત્યંત દિલગીરી અનુભવું છું. પણ મારા માટે સાંત્વનારૂપ બાબત એ છે કે એમને મળતી માહિતી છેક ત્રીજા કે ચોથા સોત (ફોર્થ બૅન્ડ ઇન્ફર્મેશન)માંથી મળેલી હોય છે. જે વાસ્તવિક સત્ય કરતાં વહેમો અને માન્યતાઓથી ખચિત હોય છે.” સર્વત્ર ધર્માદર પર ધર્મની નિંદા કરવાની પાદરીની ટીકાનો સ્પષ્ટ ઉત્તર આપવા સાથે એક પ્રસંગ કહીને વીરચંદ ગાંધીએ ધર્મો ધર્મો વચ્ચે પરસ્પર થતા આક્ષેપોની વ્યર્થતા બતાવી. અનેકાન્તદૃષ્ટિના આરાધક એવા જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધી પાસે મતસહિષ્ણુતા, ઉદાર દૃષ્ટિકોણ અને પરસ્પરને પામવાની ભાવના હોય • ભારતીય સંસ્કૃતિનો આત્મા છે એ સ્વાભાવિક હતું. જાણે એ ભાવનાનો પડઘો પાડતા હોય તેમ વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ધર્મો ધર્મો વચ્ચે પરસ્પર આદરભાવનાનો અભિગમ રજૂ કર્યો. એમણે એક હૃદયસ્પર્શી દૃષ્ટાંત આપ્યું. મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ હજ કરવા માટે મક્કા જતું હતું. રસ્તામાં પોર્ટુગીઝોએ એ વહાણને આંતરીને કબજે કર્યું. વહાણમાં કરેલી લૂંટને પરિણામે મળેલા સરસામાનમાં પવિત્ર કુરાનની કેટલીક પ્રતો હતી, જે કૂતરાઓના ગળે બાંધીને એમને ઓરમુઝ શહેરની શેરીઓમાં ફેરવવામાં આવ્યા. બન્યું એવું કે પોર્ટુગીઝોએ કબજે કરેલું જહાજ સમ્રાટ અકબરના સૈનિકોએ પકડ્યું અને એમને એમાંથી બાઇબલની કેટલીક પ્રત મળી. અકબર એની માતાને ચાહતો હતો અને એની માતા ચુસ્ત મુસલમાન હતી. એમણે જ્યારે જાણ્યું કે ખ્રિસ્તીઓના હાથે પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન થયું છે ત્યારે એણે વિચાર્યું કે એ કબર બાઇબલ સાથે એ જ રીતે વર્તાવ કરે. આ સમયે અકબરે કહ્યું, “માતા, પેલા અજ્ઞાની લોકો પવિત્ર કુરાનની મહત્તા સમજતા નહોતા, એમણે દાખવેલી વર્તણૂ કે એ એમની અજ્ઞાનતાનું કારણે હતી, પણ હું તો કુરાન અને બાઇબલ બંનેની મહત્તાથી પરિચિત છું, આથી હું એ એશાની લોકો જેવો વ્યવહાર કરી શકે નહીં.” ભ્રાંત ધારણાઓ પર આઘાત વીરચંદ ગાંધીએ આ માર્મિક દૃષ્ટાંત દ્વારા સભાગૃહમાં એક ઉન્નત વાતાવરણ સર્જી દીધું. વીરચંદ ગાંધીએ પાદરી પેન્ટાકોસ્ટના આક્ષેપોનો આપેલો જવાબ એ એક ભારતીય વિદ્વાન અને ધર્મ વિચારકે આપેલો ઉત્તર છે. આક્ષેપો, અપશબ્દો અને પ્રહારોનો પ્રત્યુત્તર કેવી સ્વસ્થતા અને શિષ્ટતાથી આપી શકાય એ વીરચંદ ગાંધીએ દર્શાવ્યું. એમના હૃદયમાં દેશની પરાધીનતા શૂળની માફક ભોંકાતી હતી. અનેક ખ્રિસ્તી સજ્જનો સાથે ગાઢ મૈત્રી હોવા છતાં ભારતમાં વટાળપ્રવૃત્તિ કરતા મિશનરીઓની કામગીરી સામે વીરચંદ ગાંધી સતત પ્રબળ વિરોધના અવાજ ઉઠાવતા રહ્યા. આ મિશનરીઓએ પ્રચારજાળ રચીને હિંદુ ધર્મ, સમાજ અને મૂલ્યો એ ત્રણે પર પ્રહાર કર્યા હતા ત્યારે વીરચંદ ગાંધીએ 19

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70