Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 14
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે મિ. ગાંધી આપણા રીતરિવાજો, રાજકીય પરિસ્થિતિ, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓનો અભ્યાસ કરવા આપણા દેશમાં રહ્યા છે. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે તેમજ તેઓ લાગણીશીલ, ગંભીર, આદર્શપ્રેમી, સ્વમાની અને નૈતિક હિંમત ધરાવે છે. આ બધું અને એથી વિશેષ અસર કરે એવી બાબત, એમની સ્વસ્થતા, શાંતિ, જિજ્ઞાસુ દૃષ્ટિ અને ભારતના રીતરિવાજ તેમજ ધર્મોની ચર્ચા કરવાની એમની છટા છે, પરંતુ જ્યારે માનવજાતની સ્વાર્થપરાયણતા, અન્યાય અને અજ્ઞાન, લોકોની ભીષણતા વિશે તેઓ ચર્ચા કરે છે, ત્યારે અત્યંત છટાપૂર્વક પ્રવચન કરે છે અને એ વિશે જ્યારે વિસ્તારથી ચર્ચા કરે છે ત્યારે તેમનો આત્મા, એમની આંખની તેજસ્વિતા દ્વારા ઝળહળી ઊઠે છે.” વીરચંદ ગાંધીની પ્રવચનશૈલી અને અમેરિકામાં સર્વત્ર સાંપડેલા આદરને દર્શાવતાં અંત ભાગમાં નોંધે છે, ‘જ્યારે તક મળે ત્યારે ભારતના આ વતનીને સાંભળવાની એક તક પણ ગુમાવવી જોઈએ નહીં. અન્ય કોઈ જ ગાએ જવાને બદલે એમની પાસે સાંજે જશો, તો વધુ જ્ઞાન અને સત્ય લાધશે. ભારત અને તેની પ્રજા વિશે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલભરેલા ખ્યાલો તેઓ સુધારી શકશે. એમનું પ્રવચન પૂર્ણ થયા બાદ પ્રેક્ષકવર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછશે, તો તેઓ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપશે. સત્ય અને પવિત્રતાનો ઉપદેશ આપતી આવી ઉમદા અને મહાન વ્યક્તિ એ પ્રમાણે વર્તે છે, એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી. શ્રી ગાંધીએ આપણા દેશમાં ક્લબ, વિદ્વાનોનાં વિદ્યામંડળ, સાહિત્ય અને ચર્ચ, સોસાયટી, થિયોસૉફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદ સમક્ષ પ્રવચનો આપ્યાં છે. પૌર્વાત્ય યોગવિદ્યા અંગે એમણે વર્ગો પણ ચલાવ્યા છે. તેમનું દરેક જગ્યાએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે.” શિકાગોના પાદરી આર. એ. વ્હાઇટે એમના પૂર્વના તત્ત્વજ્ઞાન પરનો અભ્યાસ તથા એમના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની નોંધ લીધી, તો ઈ. બી. શૈરમનને એમનું વિસ્તૃત વાંચન, જીવંત સંસ્કાર, નિખાલસ સ્વભાવ, • ભારતીય સંસ્કૃતિનો આત્મા છે સૌજન્યપૂર્ણ વ્યવહાર અને જ્ઞાન આપવાની તાલાવેલી સ્પર્શી જાય છે. જુદાં જુદાં અખબારોએ પણ એમની પ્રતિભા વિશે નોંધ લખી. (અન્ય પ્રતિભાવો માટે જુઓ : પરિશિષ્ટ ૬). અપાર વિષયવૈવિધ્ય અને ગહન જ્ઞાનસજ્જતા વીરચંદ ગાંધીએ વિચાર્યું કે એક wૉન હેન્રી બરોઝ ભાષણ આપીને હિન્દુસ્તાન પાછો જાઉ તો વિશ્વધર્મ પરિષદના પ્રમુખ મારા ધર્મની કંઈ સેવા બજાવી ગણાય નહીં. આથી અમેરિકનો માટે જૈન ધર્મના અભ્યાસવર્ગો શરૂ કર્યા અને સવાર-સાંજ આ વર્ગો ચાલવા લાગ્યા. જૈન ધર્મથી સર્વથા અપરિચિત અમેરિકનોને જૈન તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ લેતા કર્યા. ૧૮૯૫માં વીરચંદ ગાંધી અમેરિકા-ઇંગ્લેન્ડના પ્રવાસે જઈને મુંબઈ આવ્યા તે વખતે ચોપાનિયાં રૂપે પા આનાની વેચાણ કિંમતે આપેલાં અને ‘જૈન યુગ’ (પોષ ૧૯૮૩ પૃ. ૨૩૪)માં પ્રગટ થયેલા એમના ચરિત્રની નોંધ જોઈએ : ‘અમેરિકાનાં ન્યૂઝપેપરો અને ચોપાનિયાંઓએ એક અવાજે એમનાં વખાણ કર્યા છે. કોઈ કોઈ ભાષણમાં તો ૧૦ હજાર માણસો હાજર હતા. કેટલાંક ભાષણો સાંભળવાને લોકો સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા હતા. ચિકાગોની ધર્મ સભામાં રૂપાનો અને કાસાડાગાના સમાજમાં ત્યાંની પ્રજા તરફથી એક સુવર્ણચંદ્રક એમને મળ્યો હતો.'' વિશ્વધર્મ પરિષદ પછી અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જવું, વ્યાખ્યાનની જાણકારી આપવી, પોસ્ટર્સ તૈયાર કરવા અને સભાખંડ મેળવવો એ બધું વીરચંદ ગાંધીને એકલા હાથે શક્ય નહોતું. આથી એમણે અને ભારતના ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ તરીકે પૂનાથી આવેલા કુમારી સોરાબજીએ આ દેશમાં વધુ લાંબો સમય રહેવાનું હોવાથી લેક્ટર બૂરોની સહાય લીધી. એ સંસ્થાની સહાયથી એમનાં આટલાં બધાં પ્રવચનો ગોઠવી શકાયાં. એમનાં પ્રવચનોમાં વિશાળ મેદની એકઠી થતી હતી. ઘણી વ્યક્તિઓએ એ સાંભળીને માંસાહાર ત્યજી દીધો તથા કેટલાકે જૈન ધર્મની જીવનપ્રણાલી સ્વીકારી. 15

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70