________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " વિદેશવાસી ખ્રિસ્તી સમુદાયની સમક્ષ પોતાના દેશની સત્ય હકીકતો પ્રસ્તુત કરીને અમેરિકા અને બ્રિટનના લોકોના મનમાં ઠસાવવામાં આવેલી ભ્રાંત ધારણાઓ પર કુઠારાઘાત કર્યો. એ સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - આ ત્રણે પ્રભાવક પુરુષોએ ભારતમાં ચાલતી ખ્રિસ્તી પાદરીઓની ધમતર-પ્રવૃત્તિ સામે તીવ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. એ નોંધવું ઘટે કે તેમ છતાં અમેરિકા અને બ્રિટનના ઘણા ખ્રિસ્તી મહાનુભાવો આ ત્રણે મહાપુરુષોના સાથીઓ કે અનુયાયીઓ બન્યા હતા.
વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ૨૫ સપ્ટેમ્બરે આ પ્રત્યુત્તર આપ્યો અને ૨૬ સપ્ટેમ્બરના ‘શિકાગો ટાઇમ્સ' અખબારે પોતાની નોંધમાં લખ્યું,
ભારતમાં છસ્સો જેટલી પૂજારણો છે જે વેશ્યા છે !” એમ કહીને રેવરન્ડ જ્યૉર્જ એફ, પેન્ટાકોસ્ટ નિમ્ન કક્ષાની ભાષા પ્રયોજીને ભારતની અઘટિત ટીકા કરી, “આવી મલિન ઇરાદાવાળી ટી કાનો જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ તાર્કિક અને ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો.” આવી નોંધ કરીને આ અખબારે વીરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું.
જૈન ધર્મનો પહેલો અવાજ વીરચંદ રાઘવજી ગાંધીએ વિશ્વધર્મ પરિષદના પંદરમા દિવસે જૈન ધર્મ પરનું પોતાનું મુખ્ય વક્તવ્ય રજૂ કર્યું. સ્વામી વિવેકાનંદે નોંધ્યું છે કે વિશ્વધર્મ પરિષદના યોજ કો દ્વારા પૂર્વના વિદ્વાનોનાં પ્રવચનો દિવસના કાર્યક્રમના અંત ભાગમાં રાખવામાં આવતાં, જે થી શ્રોતાઓ જિજ્ઞાસાભેર બેસી રહે. વળી ભારતીય વક્તાઓનાં પ્રવચનો પૂરાં થતાં અર્ધા કે પોણો ખંડ ખાલી થઈ જતો. પોતાના પ્રવચનના પ્રારંભે જ વીરચંદ ગાંધી ભારતને ધર્મોની જનની તરીકે ઓળખાવે છે. એ સમયે એક એવી ભ્રાંત માન્યતા પ્રવર્તતી હતી કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. પોતાના વ્યાખ્યાનના પ્રારંભે જ વીરચંદ ગાંધી સ્પષ્ટ કરે છે કે જૈન ધર્મનું આચારશાસ્ત્ર બૌદ્ધ ધર્મ જેવું છે, પરંતુ આધ્યાત્મિક તત્ત્વોની દૃષ્ટિએ તે એનાથી ભિન્ન છે. વળી જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ કરતાં ઘણો પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. આજે ભારતમાં જૈન ધર્મને પાળનારા એના શાંતિચાહક અને કાયદાપાલક અનુયાયીઓ મળે છે. વીરચંદ ગાંધી જેમની
+ ભારતીય સંસ્કૃતિનો આત્મા " પ્રેરણાથી જૈન સંઘના પ્રતિનિધિ તરીકે અહીં ઉપસ્થિત થયા છે, તે મુનિરાજ શ્રી આત્મારામજી મહારાજને (પૂ. શ્રી વિજયાનંદસૂરિજી) વંદના કરે છે.
જાણે ગુરુવંદના કરતા ન હોય ! વીરચંદ ગાંધીએ દાખવેલી ગુરુભક્તિ વિશ્વધર્મ પરિષદના શ્રોતાજનોને સ્પર્શી ગઈ. આપણને જ્ઞાન આપનારી વ્યક્તિ ઉપસ્થિત ન હોય ત્યારે કેવા આદરપૂર્વક સ્મરણ કરવું જોઈએ એનું ઉદાહરણ વીરચંદ
મુનિરાજશ્રી આત્મારામજી મહારાજ ગાંધીએ પૂરું પાડ્યું. આમાં સહુએ
(શ્રી વિજયાનંદસૂરીશ્વર જી મહારાજ) ભારતીય પરંપરાનો સ્પર્શ અનુભવ્યો. વીરચંદ ગાંધીના જૈનદર્શન વિષયક પ્રવચનની વિશેષતા એ હતી કે એમણે સરળ, પ્રાસાદિક અને સહુ શ્રોતાઓને સમજાય એ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો પ્રસ્તુત કર્યા. આમ કરીને સ્વધર્મની અતિપ્રશંસા દ્વારા આત્મશ્લાઘામાં લપસી પડનારા ઘણા વિચાર કોને એમણે વિવેકભર્યો માર્ગ ચીંધી આપ્યો. જૈનદર્શનની સમજાવટ કરતી વખતે એમણે પરિભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પરિભાષાને એવી રીતે પ્રયોજે છે જેથી એ વાત કે વિચારને સહુ કોઈ સમજી શકે.
સૂક્ષ્મ અને તાર્કિક તત્વજ્ઞાન નિશ્ચિત સમયમર્યાદામાં વક્તવ્ય આપવાનું હોવાથી એમના વક્તવ્યમાં તાર્કિકતા અને પૃથક્કરણવૃત્તિ જોવા મળે છે. એમણે કહ્યું,
જૈન ધર્મ વસ્તુને બે દૃષ્ટિથી જુએ છે. એક દ્રવ્યાયાર્થિક નય અને બીજી પર્યાયાર્થિક નય. દ્રવ્યાયાર્થિક નયને મતે વિશ્વ આદિ અને અંત રહિત છે પણ પર્યાયાર્થિક નયને મતે દરેક ક્ષણે ઉદ્ભવ અને નાશ થાય છે.
- 21