Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 10
________________ • ભારતીય સંસ્કૃતિનો આત્મા છે - ભારતીય સંસ્કૃતિનો આત્મા " આહારવિજ્ઞાન, ગાયનવિદ્યા, માંસાહારનાં ભયસ્થાનો, આભામંડળ જેવા વિષયો પર પ્રબુદ્ધ વિદેશી શ્રોતાઓ સમક્ષ વક્તવ્ય આપે છે. | ‘હિંદુઓનું પ્રાગૈતિહાસિક જીવન’, ‘ભારતમાં લગ્નનો દરજ્જો', ‘ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ', ‘ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો' તથા ‘હિંદુ સ્ત્રીઓ - ભૂત, વર્તમાન અને ભાવિ' જેવા સામાજિક વિષયો પર એમણે પ્રવચનો આપ્યાં છે. હિંદુસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી તેઓ પૂરા અભિજ્ઞ હતા અને તેથી ‘ભારતની રાજનૈતિક અવસ્થા, ‘રાજકીય ભારત - હિંદુ, મુસ્લિમ અને અંગ્રેજ' તથા ‘અમેરિકન રાજનીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ” જેવા વિષયો વિશે વક્તવ્ય આપે છે. એ સમયે પરાધીન ભારત નિર્ધન, પછાત અને શોષિત અવસ્થાથી પીડાતું હતું. ત્યારે વીરચંદ ગાંધીએ અતિ સમૃદ્ધ એવા અમેરિકાને ભારત પાસેથી કેટલી બધી વૈચારિક, આધ્યાત્મિક અને જીવનઘડતર કરનારી સમૃદ્ધિ મળી શકે તેમ છે એની વિગતે રજૂઆત કરી. એમણે ‘ભારતનો અમેરિકાને સંદેશ” અથવા ‘ભારતની અમેરિકાને ભેટ” જેવા વિષયો પર મૌલિક વ્યાખ્યાનો આપ્યાં. ‘અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછાં ન રાખવાં જોઈએ.” એવા વિષય પર પણ એમણે વ્યાખ્યાન આપ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે વીરચંદ ગાંધીની વિરાટ પ્રતિભા અનેક વિષયો અને ક્ષેત્રોમાં સફળપણે વિહરી શકતી હતી. હિંદુસ્તાનની ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો એનો હૃદયસ્પર્શી પરિચય તો વિશ્વધર્મ પરિષદના ૧૪મા દિવસે લંડનના ૨વરન્ડ જ્યૉર્જ એફ, પેન્ટા કોર્ટે હિંદુ ધર્મ પર કરેલા આક્ષેપોના વીરચંદ ગાંધીએ આપેલા સબળ પ્રત્યુત્તર પરથી મળે છે. રેવન્ડ પેન્ટાકોસ્ટ આક્ષેપાત્મક રીતે આર્મક ભાષામાં હિંદુ ધર્મ પર અનૈતિકતાનો આક્ષેપ મૂકતાં કહ્યું, આ ધર્મમાં વેશ્યાઓને પૂજારણ બનાવવામાં આવે છે અને તે પૂજારણ હોય તો પણ વેશ્યાનું કામ કરતી હોય છે.” રેવન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટ આપેલા આ પ્રવચનનો વિશ્વધર્મ પરિષદના ચૌદમા દિવસે વીરચંદ ગાંધી 16. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેનારા ઇસ્ટ ઇન્ડિયાના પ્રતિનિધિઓ નરસિહા ચારી, એલ. નરેન, સ્વામી વિવેકાનંદ, એચ. ધર્મપાલ અને વીરચંદ ગાંધી સચોટ, તર્કબદ્ધ અને વિરોધીને ચૂપ કરી દે તેવો ઉત્તર આપે છે. આ પરિષદમાં સ્વામી વિવેકાનંદ, પ્રતાપચંદ્ર મજુમદાર જેવા હિંદુ ધર્મના પ્રતિનિધિઓ હોવા છતાં વીરચંદ ગાંધીને માથે આનો ઉત્તર આપવાનું આવે છે. તેઓ કહે છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું, એની કોઈએ ટીકા કરી નથી , પરંતુ હું જે સમાજમાંથી આવું છું તેની ટીકા કરી છે. દરેક દેશમાં ધર્મ હોવા છતાં આવાં દૂષણ પ્રવર્તમાન હોય છે. તેનાથી ધર્મને નીચો ન ગણી શકાય. એ પછી વીરચંદ ગાંધી ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરીઓ પર કટાક્ષ કરતાં કહે છે કે કેટલાક અતિ મહત્ત્વાકાંક્ષી લોકો પોતાને સેન્ટ પોલ માને છે અને ધારે છે કે તેઓ ઇચ્છશે તે થશે. આવા પોલ ભારતના લોકોનું સામૂહિક ધર્માતરણ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ પછી એમનાં સ્વપ્નો વિફળ જતાં તેઓ ભારતથી પાછા આવીને આખી જિંદગી હિંદુ ધર્મની નિંદા કરવામાં ઘણી નાખે છે. વીરચંદ ગાંધી અહીં એક માર્મિક અને સચોટ વિચાર આપે છે. તેઓ કહે 17

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70