Book Title: Bharatiya Prachin Shilpkala
Author(s): Pravinchandra C Parikh
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 6
________________ વચ્ચે વચ્ચે અગત્યનાં શિલ્પનું રેખાંકન આપીને તે દ્વારા શિલ્પ-વિધાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આવાં કુલ ૫૦ રેખાંકનો ધરાવતા ૧૬ પટ્ટો પુસ્તકમાં જે તે પ્રકરણ કે પરિશિષ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં આધાર તરીકે લેવામાં આવેલ ગ્રંથોની સંદર્ભ સૂચિ તેમજ ગ્રંથમાં પ્રયોજેલી પ્રાચીન તથા અર્વાચીન પરિભાષાના અંગ્રેજી-ગુજરાતી તથા ગુજરાતી-અંગ્રેજી પર્યાયોની સૂચિ ગ્રંથને અંતે આપવામાં આવી છે. આ ગ્રંથ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના ભારતીય સંસ્કૃતિ વિષયના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને લખાયો છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા “હિંદુ મૂર્તિવિધાન' નામનો ગ્રંથ પ્રગટ થયો છે અને બૌદ્ધ તથા જૈન મૂર્તિવિધાનને લગતા સ્વતંત્ર લઘુગ્રંથો પ્રગટ થવાના છે. આથી આ ગ્રંથમાં મૂર્તિવિધાનને લગતો ખંડ છોડી દેવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિના સ્નાતક વિદ્યાર્થીઓને અનુલક્ષીને ગુજરાતીમાં આ ગ્રંથ તૈયાર કરાવી પ્રગટ કરવા માટે હું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડને હાર્દિક આભાર માનું છું. આ ગ્રંથ અંગે સદ્ગત ડો. કાન્તિલાલ . સેમપુરાએ કેટલુંક કાચું લખાણ તૈયાર કરેલું. તે જોવાનો લાભ આપવા બદલ તેમના કુટુંબીજનોને હું આભારી છું. ગ્રંથનાં આજન, નિરૂપણ અને છણાવટની બાબતમાં માર્ગદર્શન આપવા માટે મારી વિદ્યાગુરુ છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી તથા મારા પરમ મિત્ર ડો. ચિનુભાઈ જ. નાયકનો ઉપકાર માનું છું. પ્રસ્તુત ગ્રંથ ભારતીય સંસ્કૃતિના વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતીય શિલ્પકલાના અભ્યાસીઓને પણ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. પ્રવીણચંદ્ર પરીખ અમદાવાદ ૨૧-૨-૭૮

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250