Book Title: Bharatiya Prachin Shilpkala Author(s): Pravinchandra C Parikh Publisher: University Granthnirman Board View full book textPage 5
________________ પ્રરતાવના ભારતે પ્રાચીન કાળમાં સાહિત્ય, વિજ્ઞાન અને કલાને ક્ષેત્રે હાંસલ કરેલી અદ્ધિઓ વિશેષ ગૌરવપ્રદ છે. લલિતકલાઓને ક્ષેત્રો સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર ત્રણેય કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. આ ત્રણેય કલાઓને વિકાસ છેક આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિના પ્રાચીન તબક્કાથી તારવી શકાય છે. શિલ્પકલા સ્થાપત્યનું અવિભાજય અંગ બની તે પહેલાં પણ પ્રાચીન ભારતમાં છેક હડપ્પીય કાલથી પથ્થર, ધાતુ અને માટીમાં પૂર્ણ મૂર્ત અને અંશમૂર્ત શિલ્પો કંડારાવા લાગ્યાં હતાં. ધીમે ધીમે આ કલાનો ઉત્કર્ષ થતો ગયો અને ઐતિહાસિક કાળ દરમ્યાન તે એના વિકાસના ચરમ શિખરે પહોંચી ગઈ. એમાં દેવતા, અર્ધ દેવતાઓ, મનુષ્યો, પશુ, પક્ષીઓ, પ્રકૃતિ વગેરે અનેકવિધ તો આવરી લેવાયાં. મૂર્તિવિધાનને લગતાં શાસ્ત્રો રચાયાં. આ શાસ્ત્રીય મૂર્તિવિધાન તેમજ પોતાનાં કલ્પનાશકિત, કલાસૂઝ તથા ભાવવ્યંજના દ્વારા પ્રાચીન ભારતીય કલાસિદ્ધોએ ભારતીય સંસ્કૃતિના આત્માને શિલોમાં વ્યકત કરવાનો સફળ પુરૂષાર્થ કર્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં તેને સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ઈ. સ. ૧૩૦૦ સુધીની પ્રાચીન ભારતીય શિલ્પકલાનું તબક્કાવાર નિરૂપણ નવ પ્રકરણોમાં કરવામાં આવ્યું છે. પહેલા પ્રકરણમાં શિલ્પ વિશેની સામાન્ય છણાવટ કરી ભારતીય શિલ્પના પદાર્થો, વિષયો અને સાહિત્યનું પ્રાસ્તાવિક નિરૂપણ કર્યું છે. બીજા પ્રકરણમાં આદ્ય ઐતિહાસિક અને ત્રીજા પ્રકરણમાં વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલાનું સ્વરૂપ આલેખ્યું છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાં અનુક્રમે મૌર્યકાલી, અનુમૌર્યકાલ અને ગુપ્ત-વાકાટક કાળ દરમ્યાનની પાષાણ શિલ્પકલાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે, જયારે સાતમા, આઠમા અને નવમા પ્રકરણમાં ક્રમશ: અનુગુપ્તકાલ, પ્રતીહાર-રાષ્ટ્રકૂટ-પાલ કાલ અને પૂર્વ-મધ્યકાલનાં શિલ્પોની સમીક્ષા પ્રસ્તુત કરી છે. તે પછી માટીનાં પકવેલાં, ધાતુનાં તેમજ કાષ્ઠ અને હાથીદાંતનાં શિલ્પોનું વિવરણ અલગ અલગ ચાર પરિશિષ્ટોમાં આપ્યું છે. ભારતીય શિલ૫માં વ્યાલ શિલ્પોનું વિશિષ્ટ મહત્ત્વ હોવાથી કેટલાંક અગત્યનાં વ્યાલ શિલ્પોનું સ્પષ્ટીકરણ કરવું એક નાનું પરિશિષ્ટ છેવટના ભાગમાં જોડયું છે. પ્રત્યેક પ્રકરણ અને પરિશિષ્ટમાં તે તે કાલની શિલ્પકલાનાં સામાન્ય લક્ષણો વર્ણવી, સ્થાનિક શૈલીઓના ક્રમમાં તેને પ્રદેશવાર પરિચય આપવામાં આવ્યો છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 250