________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१
અથવા અનાશવંત છે, એમ કહેવામાં જરા પણ અસત્ય નથી. માટીના અનેક આકારે બને અને તે આકારે નાશ પામે પણ છે; પણ તેના પર્યાય બનેલા જુદા જુદા આકારની અપેક્ષાએ અનિત્ય છે. કેટલીક વાર જ ઉપર એ આક્ષેપ મુકવામાં આવે છે કે તેઓ એક જ વસ્તુને નિત્ય અને અનિત્ય એક સમયે માને છે, માટે તેઓ અસત્યવાદી છે. આમ કહેનારાએ એક પ્રકારની ગંભીર ભુલ કરે છે. જેનેનું એમ કદાપિ કહેવું નથી કે એકજ અપેક્ષાએ એક વસ્તુ નિત્ય અને અનિત્ય છે. જેવા દ્રષ્ટિબિન્દુથી આપણે વસ્તુ તરફ જોઈએ તેવી તે જણાય છે. મેહનલાલ તેના પિતા વાલલાલની અપેક્ષાએ પુત્ર છે, પણ તેને તે મોહનલાલ પોતાના પુત્ર ગીરધરલાલની અપેક્ષાએ પિતા છે. હવે આ રીતે વિચારતાં જણાય છે કે એક જ માણસ પિતા અને પુત્ર થઈ શકે, પણ તે જુદી જુદી અપેક્ષાએ થઈ શકે છે, એ કદાપિ વિસરવું જોઈતું નથી. જે માણસ અપેક્ષા ભુલી જાય, અને સ્યાદ્વાદને અનિશ્ચિતવાદ રૂપે દેરવવાને પ્રયત્ન કરે તે તે તે માણસ જેન ધર્મનું સ્વરૂપ બિલકુલ સમજ નથી, એમ માનવું પડે. માટે જે જે અપેક્ષાએ જે વચન ઉચ્ચારવામાં આવ્યું હોય, તે તે અપેક્ષાએ તે તે વચન ગ્રહણ કરવું. આ રીતે વિચારવાથી દરેક વસ્તુ અનેક અપેક્ષાથી જોઈ શકાય છે, અને તેથી વસ્તુ માત્રનું ખરૂં સ્વરૂપ સમજવામાં આવી શકે.
છએ દ્રવ્ય નિત્ય છે અને અનિત્ય પણ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.
For Private And Personal Use Only