________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સતત અભ્યાસની જરૂર છે. જે બાબતમાં આપણે મનને સ્થિર કરવા માગતા હોઈએ તે બાબતથી મન જરા પણ ખસી જાય, તે તેને બળથી પાછું લાવી તે બાબતપર સ્થિર કરવું. આમ દશવાર, સવાર, હજારવાર પ્રયત્ન કરવું પડે તે પણ જરા સરખી પણ હિમ્મત હારવી નહિ. મનને સ્થિર કરવાના વિવિધ પુરૂષાશ્રયી અનેક માર્ગ છે, પણ તે સર્વ વિભાગને આપણે બે વિભાગમાં સમાવેશ કરી શકીશું. જે મનુબ્બામાં લાગણીનું પ્રાબલ્ય વધારે છે, જેના હદયમાં ભક્તિના તરગે વિશેષ કુરે છે, જેની બુદ્ધિ કરતાં જેની લાગણીઓ વધારે પ્રમાણમાં કામ કરે છે, તેને વાતે ઈષ્ટદેવની ભકિતદ્વારા ધ્યાન કરવાને માગ બહુજ સુગમ થઈ પડશે. ઈષ્ટદેવની મૂર્તિ દેખતાં તેનું મન તે. પર સુગમતાથી સ્થિર થઈ શકશે; અથવા ઇષ્ટ દેવના જી. વન ચરિત્રમાંના કેઈ પણ પ્રસંગને મન આગળ કલ્પી, તેમાં તે વધારે સહેલાઈથી પોતાના મનને સ્થિર કરી શકશે,
જેનામાં લાગણીઓ કરતાં બુદ્ધિને પ્રભાવ વિશેષ છે, જેનું મન ન્યાયશાસ્ત્રના ગહન પ્રસને અવગાહવાને દેડે છે, જે લાંબી વિચાર શ્રેણીઓ અખલિત રીતે કરી શકે છે, તેવા મનુષ્યને વાતે ભકિત કરતાં તવસ્વરૂપ વિશેષ લાભકારક થઈ પડશે. આ જુદાં જુદાં સાધન છે, ગમે તે રોગ્ય સાધનને આશ્રય લેઈ મનને સ્થિર કરવું જરૂરનું છે; આમ જેનું મન ભકિત અથવા તત્વચિંત્વનથી એકાગ્ર થયેલું છે, તે મનુષ્ય જે આત્માની નિર્વિકલ૫ દશાનું ધ્યાન કરે તે તેને પિતાને આમા પણ નિર્વિકલ્પ દશા
For Private And Personal Use Only