________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६४
સુધી તે સાચું સુખ મેળવવાના માર્ગથી દૂર છે; લેકો તે કે સમયે પ્રશંસા કરે, વળી અન્ય સમયે નિંદા પણ કરે, માટે લેકેની પ્રશંસા કે નિંદા ઉપર જ્યાં સુધી સુખ દુઃખને આધાર છે, ત્યાં સુધી ખરૂં માનસિક સુખ કદાપિ અનુભવવામાં આવે નહિ. આ પ્રમાણે જ્યારે ઇન્દ્રિાના વિષ તેમજ મનના વિષથી સુખ પામતે તે અટકે છે, ત્યારે તેની ચેતના તદ્દન અંતર્મુખ વળે છે. મન અને ઈન્દ્રિયને બદલે આત્માભિમુખ થાય છે. આવી સ્થિતિએ
જ્યારે તે પહોંચે છે, ત્યારે તે પોતાના ખરા સ્વરૂપમાં રમવાને તત્પર થાય છે, તેજ વખતે કર્મબંધ ઢીલા થવા માંડે છે. આત્મરમણતાથી કર્મ બંધાતા કેમ અટકે છે, તે આપણે વિચારીએ, જ્યારે આત્મા પિતાને નિષ્ક્રિય સ્વભાવ ભુલી જઈ, પરભાવમાં રમે છે; મન અને ઈન્દ્રિ દ્વારા થતાં કાર્યોમાં પોતાપણું આરોપણ કરે છે, ત્યારે કર્મબંધ થાય છે. જેમ સુભટે લડે, અને તેમને વિજય પ્રાપ્ત થાય કે પરાભવ પ્રાપ્ત થાય, તેનું આરોપણ રાજાને કરવામાં આવે છે, તેવી રીતે ઈન્દ્રિ અને મનદ્વારા થતાં કાર્યનું આરે પણ આત્માને કરાય છે. પણ આત્મા તે નિષ્કિય કિયારહિત છે. જ્યારે આ નિષ્ક્રિયપણને અ. નુભવ થાય છે. ત્યારે કમ બંધાતાં અટકી જાય છે. કર્મ બંધાવામાં મુખ્ય કારણ અવિવેક છે. ખરી રીતે આ
ત્મા પુદ્ગલ ભાવને કરનાર કરાવનાર અથવા અનમેદનાર નથી; જેને એવું જ્ઞાન થયું છે તે કર્મ બંધથી કેવી રીતે બંધાય ! આવું જ્ઞાન ધરાવનાર મનુષ્યને નવાં કર્મ બંધાય
For Private And Personal Use Only