________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२१
મુમુક્ષુઓનું ચિત્તતે જરૂર આત્મ સંમુખ રહે છે, આ રીતે સાધ્યબિંદુને લક્ષ્યમાં રાખી, શાસનને ઉઘાત થાય તેવાં કાર્યો કરે છે, કેઈવાર જ્ઞાનીઓ ચમત્કારાદિ કિયા ઓ કરે છે, તે તે પણ શાસનના પ્રભાવ અર્થેજ હોય છે. તેઓને અતીન્દ્રિય વિષયનું જ્ઞાન હોવાથી જગતને આશ્ચર્યભૂત લાગતી બાબતે સંબંધમાં પણ પૂર્ણ જ્ઞાનથી બોલે છે, અને તેથી તેઓ રોતાવર્ગ ઉપર ન ભુલાય તેવી અસર કરે છે. અનુભવ જ્ઞાનીઓનું વચન સર્વથા વિજયવંત નીવડે છે. બુદ્ધિથી તત્ત્વ સમજનાર અને અનુભવથી તત્વને જાણનાર વચ્ચે આશમાન જમીન જેટલું અંતર છે. અનુભવ જ્ઞાનીઓ જેટલી શાસન પ્રભાવના કરી શકે છે, અને લોકોને શુદ્ધમાર્ગે દોરે છે, તેવું કામ કરવાને આ જગતમાં કોઈ પણ સમર્થ નથી. ચમત્કાર અથવા વિદ્યા પ્રભાવથી ધર્મમાર્ગમાં વળેલા મનુષ્યો થોડા સમય પછી વધારે ચમત્કાર કરનારને દેખી તેના માર્ગમાં ભળે છે, પણ જેઓને જ્ઞાનબળથી ધર્મનું તત્વ યથાર્થ રીતે સમજા વવામાં આવ્યું હોય છે, તેઓ કદાપિ સન્માર્ગથી પડતા નથી. માટે ખરો શાસન પ્રભાવકો આત્મધર્મને ઉપદેશકે છે, એમ મારૂં તે નિશ્ચય પૂર્વક માનવું છે તેઓ પરેપકાર કરે છે અને અને પરોપકાર દ્વારા આત્મશ્રેય સાધે છે. છે. પરમાર્થ એજ ખરે સ્વાર્થ છે, એ વિચારને આગળ રાખી તેઓ પરોપકારાર્થે સદા ઉદ્યમાન રહે છે.
અવતરણ–ઉપર જણાવેલા ગુણવાળા શિખેનું છેવટે શું થાય છે, તે હવે ગ્રંથકાર પ્રતિપાદન કરે છે.
For Private And Personal Use Only