________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમામાં એક પ્રકારને #ભ થાય છે; આ રીતે કર્મને લીધે આત્માની પરિણમિતા ક૫વામાં આવે છે, તે વ્યવહારથી ગણવી. પણ જ્યારે આત્મા રાગ દ્વેષથી પિતાને રંગાવા દેતું નથી, પણ આત્મસ્વભાવમાં રમણતા કરે છે, ત્યારે પણ આત્મા પરિણામ પામે છે તે પરિણામિતા સવાભાવિક છે, અને આત્માની પિતાની છે, તે પરિણામિતા વાસ્તવિક છે તેને લીધે આત્મા બંધાતું નથી. એવી પરિણમિતાતે સિદ્ધના માં પણ જોવામાં આવે છે, સમયે સમયે આત્માના જ્ઞાન દર્શનના પર્યાયે બદલાય છે, તેથી તેમાં ફેરફાર થાય છે, પણ આ ફેરફાર આત્માના સ્વાભાવિક ગુણેને હોવાથી આ પરિણામથી કર્મબંધ રતિમાત્ર પણ થતું નથી. જ્યારે આ રીતે આત્મભાવમાં આત્મા રમે છે, અને કર્મના ઉદયના લીધે કરવા પડતા જગતના કાર્યો નિર્લેપ પણ કરે છે, અને શરીરને મન દ્વારા કાર્ય કરવા છતાં શરીર મનને પિતાના રૂપ ગણુત નથી, પણ તેમને કેવળ ઉપાધિરૂપ માને છે, અને શરીર મન દ્વારા કરેલાં કાર્યના ફળમાં આસકિત રાખતું નથી, ત્યારે તે આત્મા કર્મ મુકત થાય છે. જ્યારે તે કર્મ મુકત થાય છે, ત્યારે તેની સ્થિતિ સિદ્ધના જીવોની સ્થિતિ તુલ્ય થાય છે તે સ્વભાવે સિદ્ધ હતું પણ તે સ્થિતિનું તેને અત્યાર સુધી અજ્ઞાનતાથી ભાન ન હતું, પણ કર્મબંધન નાશ થતાં તેને પિતાની ખરી સ્થિતિનું જ્ઞાન થાય છે, ત્યારે પ્રથમ જે અવ્યક્તરૂપે સિદ્ધ હતું, તે હવે વ્યકતરૂપે સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only