________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવા બીજું કાંઈ રહેતું નથી; જૈન શાસ્ત્રકાર - રચંદજી લખે છે કે
નિજરૂપ નિજ વસ્તુ છે પરરૂપ પરવસ્ત,
જેણે જાણે પિચ એ તેણે જાણ્યું સમસ્ત. આત્મા એજ પિતાની વસ્તુ છે, અને તે સિવાયની અન્ય સર્વ પર છે, પારકી છે, એ ભાવ જેણે જાયે--હૃદયથી -અનુભવ્ય-તેણે આ જગતમાં જાણવા મેગ્ય સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમ સમજવું. હવે તે જીવ દ્રવ્યને શી રીતે જાણુ, તેને વાતે ગ્રંથકાર તેનું લક્ષણ જણાવે છે. જ્ઞાન ચારિત્ર રૂપ લક્ષણવાળે હોય તે જીવ જાણ જ્ઞાન રૂપ વિશેષ ઉપગનું ગ્રહણ કર્યાથી દર્શનરૂપ સામાન્ય ઉપયોગનું પણ કહ્યા વિના ગ્રહણ થઈ શકે છે. માટે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ લક્ષણ જેને હોય તેને જીવ તરીકે ઓળખવે. કઈ પણ વસ્તુને સામાન્ય બેધ થાય તે દર્શન, તે વસ્તુને વિશેષ બંધ થાય તે જ્ઞાન આ રીતે સામાન્યપણે અને વિશેષપણે જાણવાની શકિત વાળા દ્રવ્યને છવદ્રવ્ય કહેવામાં આવે છે. વળી પોતાના સ્વભાવમાં રમણતા સ્થિરતા કરવાની પણ તેનામાં શકિત છે. માટે તે ચારિત્રવાનું કહેવામાં આવે છે. એ પ્રમાણે વિચારતાં જણાય છે કે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણ જે તત્વમાં હોય તે તત્વને જીવ તરીકે જાણવું. વ્યાખ્યાઓ બે પ્રકારની આપવામાં છે. વસ્તુનું સ્વરૂપ બતાવનારી એક પ્રકારની વ્યાખ્યા છે. બીજા પ્રકારની વ્યાખ્યા તેને બીજી વસ્તુઓથી જુદા પાડનારા
For Private And Personal Use Only