Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 7
________________ આત્માની ઉન્નતિના ઉપાયો શકાય તેમ નથી; ઈન્દ્ર મહારાજની આવી માન્યતા માનથી, ગર્વથી કે ગૌરવથી નહિ, પરંતુ તથાવિધ પરિસ્થિતિની છે. ચક્રવર્તીની સમર્થ દૃષ્ટિ પણ અહિ કરી ન શકે. બાહુબળીજીનો અપવાદ બાદ કરતાં ભારતચક્રીના દષ્ટિસામર્થથી, જગતમાં બીજા કેઈનું દષ્ટિસામર્થ્ય વધે તેમ નથી. આવી દૃષ્ટિ પણ ઈ મહારાજનું મૂલસ્વરૂપ જેવા અસમર્થ છે. વિબુધ એવા ઈન્દ્ર મહારાજે ના તે કહી, પણ એવી કળા કરી કે ભરતજીએ પિતે જ મૂલસ્વરૂપ જેવાની ના કહી. પિતાની કનિષ્ઠા અંગુલિમાં પિતાના મૂલસ્વરૂપની પ્રભા આરોપી ભરતજી સામે ધરી; આ જોતાં ભરતજીની આંખ મીંચાઈ ગઈ. તેઓ સમજી ગયા કે મૂલસ્વરુપ જોઈ શકાય તેવું નથી. આ વાત તે ધર્મથી પ્રાપ્ય એવી શારીરિક કાન્તિની થઈ. સૌધર્મ ઈન્દ્ર તે પ્રથમ દેવલોકના ઈન્દ્ર છે. તે પછી જેમ જેમ આગળ વધો તેમ તેમ કાન્તિ વધે. ત્રીજા દેવલોકે આથી. અદ્દભૂત કાન્તિ, બારમા દેવલોક કેઈગુણી અદ્દભૂત કાન્તિ, પછી આગળ વધે, નવરૈવેયક તથા તેથી આગળ અનુત્તર વિમાનવાસી દેવોની કાતિમાં પૂછવું જ શું? વિજય-વૈજયંત-જયંતઅપરાજિત અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવોના અનુક્રમે વધતા ઝગઝગાટની કઈ સીમા નથી; કાતિ, ઋદ્ધિ તમામ અનિર્વચનીય. ધોળે દિવસે જેમ પૂર્ણિમાને ચંદ્ર ફીક્કો દેખાય, તેમ સૂર્ય પણ ઉચ્ચ દેવલોકની કાન્તિ પાસે ફીક્કો દેખાય! એ લાખ જે જનના મેરૂને ઝાંઝરીયો થઈને નીચે જ ફર્યા કરે ! ઉંચે એની જરૂર નથી. આ શારીરિક કાતિ આદિ પણ અધુરા ધર્મનું જ પરિણામ છે ઉચ્ચ દેવલે કે સૂર્યની જરૂર જ ક્યાં છે? કેમકે ત્યાં તો સૂર્ય જ ફીક્કો પડી જાય છે. ધોળે દિવસે પાંચસે પાવરનો ગ્લેબ પી જ દેખાય ને ? આપણે મુદ્દો છે આત્માની ઉન્નતિને. આ તમામ કાયાની કાતિ પણ મળી શાથી? ધર્મથી જ. સૌધર્મેન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42