________________
૬ ૨૭ :
આત્માની ઉન્નતિના ઉપાયો તિય એને પણ કેવી કારમી રીતે હણે અંતે નીચે જ ગબડે ને? આટલે ઉચે આવ્યા પછી તે ન ગબડે માટે જ પ્રભુએ માનવીને દાન, શીલ, તપ તથા ભાવ, આ ચાર આત્માની ઉન્નતિના ઉપાયો કહ્યા. તે ચારમાં પણ દાનધર્મ સહુથી પહેલો કહ્યો! કેમ? ભાવનાવાળા હજુ મળે (માત્ર વાતોમાં શું વાંધો?), શીલ પાળનારા મળે (ક્યાં કાંઈ લેવું દેવું છે), તપ કરનારા ય મળે (દાણા બચે ને ?). એ ત્રણે ય ધર્મમાં કઈને કઈ આપી દેવાનું નથી. કોઈને આપી દેવું તે આકરૂં છે. દાનધર્મમાં આપવું પડે છે. તેમાં “લઉં લઉં' ની અનાદિની ભંવના ભેંસી નાખીને “દઉં દઉં” નાં દર્શન કરાવવાં પડે છે !
ચારે ધર્મમાં દાનધર્મ, આથી મોખરે છે. એ ધર્મ આકરા છે તેમ સહેલો પણ છે. તેમાં શીયલ પાળવું પડતું નથી, ભૂખ્યા રહેવું પડતું નથી, ભાવના શોધવા જવાનું નથી. ભાવના ન હોય તે એ દાનધર્મ આકરે પણ છે. દાનમાં તે રેકડું ચૂકવવાનું છે, કાઢીને દેવાનું છે. ત્યાગધર્મનાં મંડાણ અહિંથી મંડાય છે. ત્યાગધર્મના સાચા પાઠ અહિંથી પઢવા શરૂ થાય છે. પહેલે એકડે કર કેટલે કઠીન છે તે ભણેલાના અનુભવની વાત છે. ભગવાન શ્રી ઋષભદેવની સાથે દીક્ષા લેનારા ચાર હઝાર ચાલી ગયા. તાપસ થયા. શાથી? શીયલ નહોતું? તપ નહેતું ? ભાવના ન હતી? એ તમામ હતું, તે કેમ ગયા? કહે કે તે વખતે એક દાનધર્મ જ ન હતું. મુનિને દાન દેનાર કોઈ ન હતો. દાન દેનારાથી તે તીર્થ ટકે. આખાયે તીર્થને ટકાવનાર દાનધર્મ છે. માટે દાનધર્મ અગ્રુપદે છે. મુનિ પણ ત્યાં વિહાર કરે કે-જયાં દાન હેય. દાનનાં દ્વાર બંધ હોય ત્યાં મુનિ શી રીતે જાય? દેરાસર-આગમ,
એ તે મુંગાં તીર્થ છે. મુનિ જ એક બેલનું તીર્થ છે. દેરાસર વિગેરેને તીર્થ તરીકે ઓળખાવનાર જીવતું તીર્થ મુનિ છે. સાતે ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com