________________
: ૨૪ :
મામાની ઉન્નતિના ઉપાય અજુન જાતે આવ્યા. પણ ગદાયુદ્ધ-નિષ્ણત ભીમ તેને ગાઠે? કહી દીધું: “ધર્મરાજને જાણવું હશે તે જાતે આવશે' અને નગારાં ગગડાવે જ રાખ્યાં ! અર્જુન પણ ભીમને શું કરે? તેણે જઈને યુધિષ્ઠિરને કહ્યું. ધર્મરાજા પિતે પધાર્યા. આડી નજરે મોટાભાઈને આવતા જોઈને ડબલ જેરથી નગારાં વગાડવા માંડ્યાં. નજીક પધાર્યા જેઈને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે ભાઈને બાથમાં લઈને વહાલથી પૂછયું: “ભાઈ ! આ શાનાં નગારાં ?” મહેન્સવનાં નગારાં!
ભીમે યુધિષ્ઠિરને કહ્યું. “મોટાભાઈ! આ કાંઈ યુદ્ધનાં નગારાં નથી, આજ મારે મહત્સવ છે, એનાં આ નગારાં છે.” યુધિષ્ઠિરે પૂછયું: “વહાલા બંધુ ભીમસેન ! આજે એ ક્યો મહત્સવ છે?” ભીમસેને કહ્યું કે-“ભાઈ યુધિષ્ઠિર ! આજને ઉત્સવ અપૂર્વ છે, જ્ઞાનીઓ તે કહે છે કે આયુષ્યને ક્ષણને ય ભરૂસે નથી, પરંતુ આજે મને ખાત્રી થઈ છે કે-મારા વડીલ બધુ યુધિષ્ઠિર અત્યારથી ચોવીસ કલાક સુધી તો અમર જ છે. આ મહત્સવ જે તે છે!' વાત સાંભળી યુધિષ્ઠિર તે સ્તબ્ધ જ થઈ ગયા! બેલ્યાઃ “આ વળી કોણે કહ્યું ?” બ્રાહ્મણ તરફ આંગળી કરી ભીમસેને કહ્યું કે-આ બ્રાહ્મણને “કાલે આવજે' એમ આપ સત્યવાદી ત્યારે જ કહે કે-“આપશ્રી આવતી કાલ સુધી તો છે જ, એમ આપશ્રીએ જાણ્યું હેય.” ધર્મરાજા મર્મ પામી ગયા. બ્રાહ્મણને આશ્વાસન આપી પ્રેમથી ઉઠાડીને ઈચ્છિત દાન આપવા પૂર્વક દાનધર્મને પિતે ઘડેલો ૯ થી ૧રને નિયમ ભૂલ રૂપે જણવાથી ભૂંસી નાંખ્યો ! દાતાના સંબંધીઓ તથા પરિચારકે પણ આમ આત્માની ઉન્નતિ માટે જીવતા કે જેઓ આ રીતે અવસર પામીને દાતા એનું પણ આત્માની ઉન્નતિ તરફ લક્ષ દેરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com