________________
આત્માની ઉન્નતિના ઉપાયો
: ૩૯ :
-
-
-
-
-
-
-
-
-
-
-
-
એક વાત બે વાર ન પૂછાય! જરા ખુરશી સારી ન મળે તે સાહેબ નારાજ થાય! આવા વૈદ-ડોકટરે વગર પૈસે સેવા કરે તે ય સેવક કેમ ઠરે? સેવક તે સમર્પિત હોય. આ વૈદ્ય સવૈદ્ય હતો. નિષ્ણાત હતા. એ નાડીવૈદ્ય હતા કે-નાથી જ દરદ જાણે. પહેલાં એવા નાડીવૈદ્યો હતા કે-દરદી શું ખાધું તે છૂપાવી ન શકે. પૂછવામાં આવે કે-“શું ખાધું?” દરદી ગાંઠીઆને બદલે ભજિયાં કહે, તે વૈદ્ય પકડી પાડે. કારણ કે-તેઓનું લક્ષ નાણું તરફ નહિ પણ આત્મા તરફ હતું. આપણે ઘણું આગળ વધવાનું છે
વાત એમ હતી કે-પેલે પુત્ર પાન-બીડીને સામાન્ય ધધો કરતો હતો. બીડી વેચતાં દાણ આવતાં તેમાં માતા-પિતા અને પિતે એમ ત્રણ જણાનું પેટ ભરાતું. એટલા જ માત્ર દાણું આવતા. દેવગે બેત્રણ દિવસ લાગ દાણું એાછા આવ્યા. પોતે ખાય તે માતા-પિતા ભૂખ્યાં રહે, એ ચિંતાથી પુત્ર-મિત્રને ત્યાં ખાધું છે' એમ કહી મુખ પાલડ્યા વિના લાગટ ભૂખ્યો રહ્યો. એને આવ્યો ભૂખને કાળીઓ તાવ. પછી તે કમાઇને કણ લાવે ? એટલે બધાયનું અન્ન બંધ થયું! આમ ભૂખમાં ભળી ચિંતા ! આમ પુત્રના તાવનું કારણ હતું માતા-પિતાની ભક્તિ. આનું નામ પુત્ર! કે માતૃપિતૃ ભક્ત આત્માની ઉન્નતિ આવા પુત્ર સાધી જાય. આજ તો વીસમી સદી, સ્વતંત્રતાને જમાને, માને કહી દે-“કેવી રૂઢી ચુસ્ત છે? ટકટક કર્યા જ કરે છે ! મારી વાઈફ તે મેટ્રિક્યુલેટ છે, સુશિક્ષિત છે, નેબલ છે.' આવા પુત્ર મા–બાપનું શું ઉકાળે? માબાપનું ન ઉકાળે તે આત્માનું શું ઉકાળવાના હતા? પેલો ભૂખ્યા રહેનાર પણ જેન ન હતું, અજેન હતા. જેને તે અદમ કરે. જેન તથા ઈતર સંસ્કૃતિમાં ફરક અહિં ઉધાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com