________________
૩ ૨૫ :
આત્માની ઉન્નતિના ઉપાય
કહે કે માનવ મટીને રાક્ષસ બની ગયા તેથી. પશુઓ પણ રાત્રે ખાતા નથી. પક્ષીઓ પણ રાત્રે એથી નિવર્સેલા છે. કાગડે ય રાત્રે જપી જાય, સવારે ઉઠી, પ્રથમ જળાશયમાં જઈ દિવસના પાપથી પવિત્ર થઈ આવે છે. જ્યારે માનવી તો ઉંચા જીવનવાળો છતાંય હજુ પાપનું સ્નાન કરવા તલસતો નથી ! એણે નબળા-પાંગળાએની દયા-રક્ષા કરવી જોઈએ કે તેમને કરડી ભરડી જવાના સિહતિ ઘડવા જોઈએ ? અભક્ષ્ય અનંતકાયને કરડી ખાવાનું કહે અને માનવી સિવાયના બીજાને મારી જ નાખવાનું કહે એ માન છે? માનવીપણું એ કેવી કિંમતી જિંદગી છે? પાંચમી ગતિ અહિંથી મળે, મુક્તિ અહિંથી પમાય, દેવે માટે બે જ ગતિ દેવ મરી દેવ ન થાય, નરકે ન જાય કાં એકેન્દ્રિય તિર્યંચ થાય, કાં મનુષ્ય થાય. મનુષ્ય તમામ ગતિમાં જાય. સદુપયોગ કરે તો મુક્તિ મેળવે અને દુરૂપયોગ કરે તે નરક અથવા ઢેર થાય. ઢેર ધર્મ કરી શકતા નથી, નારકી ધર્મ કરી શક્તા નથી. તેમજ દેવ ધર્મ કરી શકતા નથી. માનવી જ ધર્મ કરી શકે તેમ છે. એ બીજાને મારી જ નાખવાને ધધ ખેલે તે એની ગતિ કઈ? માટે તે ભગવાને માનવીને ધર્મ કહ્યો. આત્માની ઉન્નતિના ઉપાયો પ્રભુએ માનવીને બતાવ્યા. તારકની પ્રવૃત્તિ બધા ય જીવોના કલ્યાણનું કારણ છે. પણ તે ફળે ને ? એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તિર્યંચને ? નારકને ? દેવને ? નહિ. કારણ કે–તેઓને તથાવિધ સામગ્રીને અભાવ છે. ધમસામગ્રીથી ભરપુર માનવી જ હોવાથી ધર્મ માનવીને ભારી ફળે. અરમાની ઉન્નતિના ઉપાયો છે, દાન-શીલ-તપ અને ભાવ
પ્રભુએ આત્માની ઉન્નતિના ચાર ઉપાયે કહ્યા: દાન, શીલ, તપ અને ભાવ. આ ચાર રૂપે ધર્મ કહ્યો. આ ચારે ય ધર્મો અભિન્ન છે. પરસ્પર સંકલિત છે, તથાપિ કલિકાલ સર્વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com