Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 33
________________ : ૩૧ : આમાની ઉન્નતિના ઉપાય આ એકેન્દ્રિયાદિ અશરણ છેને કરડી ખાવા-પીવાને હક નથી. દુનીઆમાં શું ચાલી રહ્યું છે? વિપરીત વ્યવહાર નિરાધારને કરડી ખાવા, ગરીબ પાસે વેઠ લેવી, સેનગુણું કામ લેવું, અસહાય એવી વિધવા બહેનને હડધૂત કરવી, વાછરડાને આંચળે લાવી “જ્યાં ગાય દૂધ લાવે કે’ ખસેડી દે, વેઠીઓ ગજા ઉપરાંત વેઠ ન કરે તે ઉપરથી માર કે સજા ! માનવમાં દેખાતી આ માનવતા છે કે પાશવતા? આ પાશવતા શાથી? ધર્મવિહેણું જીવન હેવાથી. આથી નક્કી છે કે—ધર્મ જ માનવીને ઉન્નત બનાવે છે, અને તેથી આત્માની ઉન્નતિ ઈચ્છનારે ફરજીઆત ધમકિત બનવું જોઈએ. રાજ તે દર્શનીય હોય કે ભયભર્યો હોય? યુધિષ્ઠિર રાજાએ દાનધર્મને સ્વીકાર કર્યો. બીજું ન થાય પણ આ તે થાયને ! યાચકેમાં ઢંઢેરો પીટાવ્યું. એક પ્રહર-૯થી ૧૨ જે યાચક આવશે, તેની જે ઈચ્છા હશે તે મુજબ યુધિષ્ઠિર રાજા દાન આપશે. યાચકે આવવા લાગ્યા અને ધર્મરાજા યાચકની જરૂરીઆત મુજબ દાન આપવા લાગ્યા. દાન દેતાં વર્ષો વીતી ગયાં. યાચકે ધર્મો બની ગયા. દાતા ઉદાર હોય ત્યાં વાચકો ધર્મ થાય. એ યાચકે બીજાને યાચે નહિ, વધારે લે નહિ, કેમકે જોઈશે ત્યારે મળવાની ખાત્રી છે. પચ્ચીશ જોઈતા હોય ત્યાં ત્રીશ દેવાય એ યાચક શું કામ ઉતાવળે, લેભી કે સંગ્રહખોર થાય ? પ્રભાવના કરનાર આવા જોઈએ. બે છે. લેનાર ખેચાય એમ ઘ એ પણ થાય એટલે તેનાર એકને બદલે બીજી વાર ઘુસીને લેવાની ભાવનાવાળો થાય. દાતાની ઉદારતાથી લેનારમાં નીતિ, ન્યાય, ધર્મ પેદા થાય. એક બ્રાહ્મણને આવતી કાલે કન્યાનું લગ્ન હતું, આગલે દિવસે યુધિષ્ઠિર પાસે યાચવા ગયો. પણ જરા મોડું થયું દાન શાળા બંધ થઈ ગઈ. સિંહદ્વારે બેઠેલા ભીમસેને બ્રાહ્મણને ધર્મરાજા પાસે જવા દીધો. જ્યાં દેવાનું જ હતું ત્યાં લેવા માવનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42