Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 21
________________ આત્માની ઉન્નતિના ઉપાય વજસ્વામિ કેવું સમજ્યા ? પૂર્વની આરાધનાના યોગે બરાબર (તત્ત્વ) સમજી ગયા ને? આલક શું સમજે? એમ ન માનતા! “બાલક શું સમજે?એમ ન મનાય. સરખા પહેરવેશવાળી, સરખા દેખાવવાળી પાંચસે સ્ત્રીઓ ભેગી કરો, કોઈની પાસે બાળક જશે? નહિ જ જાય; માતાને તુરત ઓળખી લેશે. હજી મેરે માણસ દેખાવથી ભુલા ખાય, એકને બદલે બીજીને બૈરી માની લે, ભ્રમ ખાઈ જાય, ભુલથાપ ખાઈ જાય, પણ બાલક ભૂલે ? ન જ ભૂલે. પૂર્વના સંસ્કાર છે. તે વિજ્ઞાનીઓને ભેગા કરે તો ય બાળકને જે જ્ઞાન છે તે વિજ્ઞાનીઓ નહિ આપી શકે. બાલક જન્મતાં જ ચપચપ ધાવે છે, કેણે શીખવ્યું ? ખાવાપીવાના, ધાવવાના, આ તમામ સંસ્કારે પૂર્વના છે ને જેમ આ સંસ્કારે સાથે આવે તેમ તરવાના સંસ્કાર પણ સેવ્યા હોય તો સાથે આવે જ; કેમ ન આવે? શ્રી વજસ્વામિને તરવાના સંસ્કાર પૂર્વના સાથે આવ્યા હતા. તેથી જ જન્મતાંની સાથે જ દીક્ષા લેવાના ઉપાય તરીકે તેમણે રોવાનું, રેઈને માતાને કંટાળો આપવાનું શરૂ કર્યું. પંચાવન વર્ષનાં મા-બાપ તેવા સંસ્કાર વિના ન સમજે અને સંસ્કાર લઈને આવેલું તરતનું જન્મેલું બાલક સમજે. મુનિ બાવા જેવા? અતીર્થ કેવલીથી પ્રાય: સ્વનો ઉપકાર થાય. પર ઉપકાર થવા સંબંધે તેઓના જ્ઞાનપ્રકાશને ખદ્યોતના પ્રકાશની ઉપમા આપી છે. ખોતના પ્રકાશે ભેય પડેલા મોતી ન વિણાય. એ પિતે તગતગ ફર્યા કરે. અતીથકેવલીને સામાએ તેવા જાણે અને માને તો ને ! એગ્ય આત્માઓની બહુ ગેરહાજરીમાં આ પૂર્ણત્માને કે સાંભળે ? મુનિને મુનિ માને એને મુનિ ઉપદેશ દે. બાવા માને તેને શું કહે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42