Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશાર નયચકના સંપાદક: જ્ઞાનતપસ્વી મુનિ શ્રી જંબૂવિજ્યજી ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે તા. ૩૦-૪-૬૭ રવિવારે, સભાનો મણિમહોત્સવસમારંભ સવારે સાનંદ પૂર્ણ થયા પછી, દર્શનશાસ્ત્રના મહાન ગ્રંથ ‘ શ્રી નયચક્ર' ના ]. પ્રથમ ભાગના ઉદ્દઘાટન સમારંભ સાંજના ચાર વાગે જવામાં આવ્યા હતા. | સભાને ગૌરવભર્યા અપૂર્વ પ્રકાશમાં આ એક મહાન સિદ્ધિનું પ્રકાશન હતું. બારબાર વરસની સતત જહેમત અને જ્ઞાનોપાસનાના અંતે યુદ્ધ સંશોધન પછી તૈયાર કરવામાં આવેલા આ મહાન ગ્રંથનું સંશોધન કરનાર જ્ઞાનતપવી મુનિ શ્રી જબૂવિજયજી મહારાજ આ પ્રસંગે હાજર રહે તો તેઓશ્રીના દર્શનને સૌને લાભ મળે અને ગ્રંથસંપાદનની મહાન યાત્રાના કડવા મીઠા અનુભવે તેઓશ્રી પાસેથી જાણવાનો લાભ મળે, તે માટે આ પ્રસંગે ભાવનગર પધારવા માટે સભાએ તેઓને બે વરસથી વિનંતી કરી હતી, તેઓશ્રીને વિનવવા માટે સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈ તેઓશ્રીની રૂબરૂ કચ્છમાં પણ ગયા હતા. પરંતુ આવા પ્રસ ગે હાજર રહેવામાં તેઓશ્રીનું બહુમાન થતું હોય તેમ લાગવાથી અને માન કે પ્રશંસાથી પર રહેવાની તેઓ મીની યોગદષ્ટિ હોવાથી તેઓશ્રીએ આ પ્રસંગે ભાવનગર પધારવાની અમારી વિનતીઓનો કોઈપણ સંયોગોમાં સ્વીકાર ન કર્યો, તેઓશ્રીના માત્ર એક જ જવાબ હતો. “મેં મારી ફરજ બજાવી; મારું કાર્ય ગુરૂદેવની કૃપાથી પૂરું થયું. તે અંગે ગીત ગાવાનાં ન હોય.” એટલે આ પ્રસંગે તેઓશ્રીની હાજરીને લાભ ન મળ્યો. એક ચગીની જેમ તેઓશ્રી આ સમારંભથી અળગાઅલિપ્ત રહ્યા. આમ તેઓશ્રીન હાજરીને લાભ અમોને મળી ન શકો, ત્યારે તેઓશ્રીની આ કઠિન જ્ઞાનયાત્રાના અનુભવ પ્રસંગે અને જીવનપરિચય આ પ્રસંગે રજુ કરવાનો વિચાર ર્યો. અને તે માટે કેટલીક હકીક્ત તેઓશ્રી પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો. તેમાં પણ અમોને સફળતા ન મળી. એટલે તેઓશ્રીની સાથેના વાર્તાલાપમાંથી ઓડકતરી રીતે મેળવેલ ભાંગીતૂટી કડિકાઓ એકત્ર કરી અને ‘નયચક્ર ' ના પ્રથમ પ્રકાશનના ઉદ્દઘાટન પ્રસંગે અમે રજૂ કરીએ છીએ. એક સાધક તરીકે તો તેઓશ્રીના áનમાંથી અનેખો પ્રેરણા મળે છે. તેઓશ્રીના પિતા–ગુર મુનિશ્રી ભુવનવિજયજી મહારાજનું જીવન પણ એવી જ પ્રેરણાઓને આપનારું છે. વળી એક પ્રખર સંશોધક તરીકે, મુનિશ્રી જબૂવિજ્યજી મહારાજના દિલમાં ઉછળતી ઉર્મિઓ પણ આપણને અનોખી જ પ્રેરણા આપી જાય છે. આ મહાન વિભૂતિને અમારા વંદન.. મણિમહોત્સવ વિશેષાંક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84