Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમક્ષ સંઘર્ષમૂલક સાહિત્ય ઉપસ્થિત થયું હતું. અને તેમની તટસ્થ બુદ્ધિ તે તે દર્શનના ગુણદેષ તારવવા સમર્થ હતી. પરિણામે પ્રમાણુ વિદ્યા હોય કે પ્રમેય વિદ્યા, જેને દાર્શનિકેએ પિતાના મંતવ્યને દેષ શૂન્ય બનાવવા પ્રયત્ન કર્યો; એટલું જ નહિ પણ અનેકાંતવાદના સમર્થન માટેની ભૂમિકા પણ શોધી કાઢી. નયવાદ તો ભગવાન મહાવીરે પ્રરૂપેલ હોઈ જેનદર્શનના પ્રારંભમાં હતો જ. સિદ્ધસેને નયવાદ એ અન્યના મતવાદે છે એ કહ્યું જ હતું. એટલે ભારતીય સમગ્ર દાર્શનિક વાદે એ ન જ છે એમ માની સર્વ ને અનેકાંતવાદમાં સમાવેશ કરે અનિવાર્ય હતા જ. આ કાર્ય વિશાળ પાયા ઉપર નયચકે કર્યું છે એ હકીકત છે. એટલે નય કે વિવિધ દર્શનની નના રૂપમાં જે પેજના કરી છે તે, તે કાળે સર્વદર્શન સંગ્રાહક હતી જ; અને આજે પણ એ કેટિને બીજે ગ્રંથ ભારતીય દાર્શનિક સાહિત્યમાં ઉપલબ્ધ નથી એ આપણે જ્યારે જાણુએ છીએ ત્યારે તેનું મહત્ત્વ આપણું મનમાં વિશેષ ભાવે અંકિત થઈ જાય તે તેમાં નવાઈ જેવું નથી. - નયચક્રમાં દ્રવ્ય અને પર્યાયના પૂર્વોક્ત સાત નયે તે છે જ, ઉપરાંત તેની પિતાની યોજના બાર નામાં સમગ્ર દર્શનેને સમાવેશ કરવાની હોઈ તે દ્વાદશાર નયચક્ર” એવા સાર્થક નામને ધારણ કરે છે. એટલે કે ચકના બાર આરાની જેમ બાર ના દ્વારા સમગ્ર દેશન ચકને સ્થિર કરતું હોઈને દ્વાદશાર નયચક કહેવાયું છે, અને તે ક્ષેપમાં માત્ર નયચક્ર એ નામથી ઓળખાયું. જેટલું સામર્થ્ય નયચક મૂળમાં જોવા મળે છે, તેટલું જ સામર્થ્ય તેની સિંહસૂરિગણિ વિરચિત ટીકામાં પણ જોવા મળે છે. આ સમર્થ ટીકાને આધારે જ લુપ્ત નયચકને ઉદ્ધાર શકય બન્યો છે તેનું કારણ એ છે કે ટીકાકાર મૂળનાં પ્રતીકે તે લે જ છે, ઉપરાંત અન્યત્ર પૂર્વાપર સંબંધ બતાવવા તે તે મૂળને વિસ્તૃત રૂપે નિર્દેશ પણ કરે છે. આથી મૂળ ગ્રંથના ઉદ્ધારનું કામ અત્યંત કઠણ હોવા છતાં એ કાર્યમાં ડી સરળતા થઈ છે. ૧-વિધિ, ર-વિધિની વિધિ ૩-વિષ્ણુભય એટલે વિધિન વિધિ અને નિયમ, ૪વિધિનો નિયમ, પ-વિધિ અને નિયમ, ૬ વિધિ અને નિયમની વિધિ, ૭-વિધિ અને નિયમ એ બન્નેના વિધિ અને નિયમ, ૮-વિધિ અને નિયમને નિયમ, –નિયમ, ૧૦નિયમની વિધિ, ૧૧-નિયમન વિધિ અને નિયમ, ૧૨-અને નિયમને નિયમ. આ પ્રકારે વિધિ અને નિયમ બે મૌલિક ભેગેને આધારે અહીં બાર ભંગ નક્કી કરવામાં આવ્યા છે. વ્યાકરણ શાસ્ત્રમાં ઉત્સર્ગને વિધિ કહેવામાં આવે છે અને તેને અપવાદ તે નિયમ છે. તે જ આધાર લઈને પ્રસ્તુત માં વિધિ અને નિયમને આધારે નયચકના બાર વિધિ આદિ આરાની કલ્પના કરવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે ચકના આરાઓ ચક્રની વચ્ચેનો ભાગ, જે તુંબ યા નાભિ કહેવાય છે, તેમાં સંલગ્ન હોય છે. પ્રસ્તુત નયચક્રમાં અનેકાંત એ તુંબ છે અને તેમાં આ બારે નયરૂપ આરા સંલગ્ન છે. જે આરા નાભિ અથવા તુંબમાં સંલગ્ન ન હોય તે તે આધાર વિનાના બની જાય અને વેરણ છેરણ થઈ જાય. તેમ ભિન્નભિન્ન મત-ભિન્નભિન્ન નો આધાર જે અનેકાંતરૂપ તું ન હોય તો ૧૬૦-૬ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84