Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ પ્રસંગે વિદ્વાન મુનિશ્રી જંબૂવિજયજીને એક નિવેદન કરવાનું મન થાય છે. તે એ કે તેઓ સટીક નયચક્રનો સક્ષિપ્ત તથા માર્મિક સાર ગુજરાતી અગર હિંદીમાં લખે, જેમાં તત્ત્વજ્ઞાનના બધા પ્રવાહા ઐતિહાસિક દૃષ્ટિએ ઉપસી આવે અને તેમાં વપરાયેલા વિશાળ સાહિત્યને પરિચય પણ આવી જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળગ્રંથ સંસ્કૃતમાં, અને તેમાં પણ ઘણી દાર્શનિક ગૂ ંચા અને સમસ્યાએ. એટલે આ ગ્રંથની પૂઘ્ન થાય તે પણ તેનું હાર્દ શ્રાવકા તે શું સાધુએ સુદ્ધાં ભાગ્યે જ પામવાના. જે કારણે આ ગ્રંથ અનેક શતાબ્દિએ લગી લગભગ અપહિત અને અપરિચિત જેવા રહ્યો, તેથી વધારે સબળ કારણાને લીધે મુદ્રિત પ્રતિ સુલભ હેાવા છતાં અભ્યાસી સાધુ્રવ કે તર વર્ગ એનુ હા ભાગ્યે જ પામવાના. જે નવાદિત જિજ્ઞાસુવĆમાં અભ્યાસ અને જ્ઞાનનું સ્તર ઉંચે લાવવું હાય અને આવા ગ્રંથેાના હિમાને સવ કરવા હાય તા અને ઉપાય એક જ છે અને તે એ કે છેવટે તેનો સાર લેાકગમ્ય ભાષામાં રજૂ કરવા. આ કામની વધારેમાં વધારે યેાગ્યતા મુનિશ્રી જંબૂવિજયજીની જ ગણાય. તે તેએ આ કામ કરશે તે તેમના પ્રસ્તુત સ ંપાદન કરતાં હજારગણેા કે તેથીયે વધારે વાસ્તવિક જ્ઞાનલાભ તેમનો એ સારવાહી ગ્રંથ કરાવી શકશે, એ નિઃશંક છે. અમદાવાદ તા ૨૯-૪-૬૭ લી. સુખલાલ સંધવી જૈન સાહિત્યની ઉત્તમ સેવા શ્રી ખીમચંદ ચાંપશી શાહ, પ્રમુખ, શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર શ્રી જૈન આત્માંનદ સભાના મણિમહેાત્સવ પ્રસંગે હાજર રહેવાની મારી ઇચ્છા હતી, અને પૂ. આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની પણ એ માટે મને સૂચના હતી. પરન્તુ મણિમહાત્સવની નિશ્ચિત તારીખા હું જાણુ ત્યાર પહેલાં જ, અલ્હાબાદ યુનિવર્સિટીના કામે મારે જવાનું નક્કી થયુ છે. અને એ તારીખા ફેરવવાનું હવે અશકય હોઇ ભાવનગર હાજર ન રહી શકું તે ક્ષમા કરશેા. પરન્તુ આ પ્રસંગે મારા મનેાભાવ વ્યક્ત કરતા સ ંદેશા આ સાથે મેાકલુ છું, જે સમારંભમાં રજૂ કરશેા તેા ઉપકૃત થશે. સમય થયાં જૈન શ્રી જૈન આત્માનંદ સભાએ લાંખા સાહિત્યની એના સ ંશોધન તથા પ્રકાશન ક્ષેત્રે ઉત્તમ સેવા કરી છે અને એ સંસ્થાને મણિમહાત્સવ ઉજવાય છે એ એક ધન્ય પ્રસંગ છે. સભાના સર્વદેશીય સાહિત્યિક વિકાસમાં જેમની ગુરુ પર પરાના શ્રેષ્ડ કાળા છે એવા, આપણા મૂર્ધન્ય વિદ્વાન આગમ પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજની ઉપસ્થિતિમાં આ સમારભ યાાયા છે અને તેમાં પ્રમુખ અને અતિથિ વિશેષ તરીકે શ્રી. કસ્તુરભાઇ અને શ્રી અમૃતલાલ દોશી જેવા વિદ્યાપ્રેમી શ્રેષ્ઠીઓ તથા સમાજરીણા હાજર રહેશે એ વિશિષ્ટ સુયેાગ છે. વળી સભાની આયેાજનાથી સ ંપાદિત થયેલ જૈન ન્યાયના શક્રવતી ગ્રન્થ હ્રાદશાર નયચક્ર'ના પ્રકાશનવિધિ ડા. એ. એન. ઉપાધ્યે. જેવા સમર્થ સ ંશોધક વિદ્વાનને હસ્તે થશે એ પણ સુવર્ણમાં સુગંધ ભળ્યા જેવુ છે. મણિમહાત્સવના શુભ પ્રસંગે શ્રી આત્માનંદ સભાની સ પ્રવૃત્તિઓના ઉત્તરાત્તર ઉત્કર્ષ થા એવી શુભેચ્છા પાઠવુ છું અને સમારંભની સ રીતે સફળતા ઇચ્છું છું. વડાદરા તા. ૨૫-૪-૬૭ લિ. ભવદીય ભેાગીલાલ સાંડેસરા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84