________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનની આરાધના
જૈન આત્માનંદ સભા--મણિમહોત્સવ સમિતિના પ્રમુખશ્રી ભોગીલાલભાઈ તથા અન્ય માનદ સભ્યબંધુઓ :–ભાવનગર
પ્રસ્તુત મહત્ત્વના માંગલિક પ્રસંગે હું, મારી તબિયતના કારણે આવી શકયો નથી તે માટે ખેદ અનુભવું છું.
સભાને બે મંગલમય દિવસ સુધી પ્રાચીન હસ્તપ્રતોના પ્રદર્શન સાથે મણિમહોત્સવ ઉજવવાના પ્રસંગે પ્રાપ્ત થયો છે–તે શાસનદેવની કૃપા અને સ્વર પૂર આ૦ શ્રી વિજ્યાનંદસૂરિજીના અદશ્ય આશીર્વાદનું પરિણામ છે. પ્રસ્તુત સભાએ સિત્તેર વર્ષ પયંત જૈન દર્શનનાં પ્રાકૃત, સંસ્કત. અને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. ખાસ કરીને તીર્થંકરપદ ઉપાર્જનનાં નિમિત્તભૂત વિશ સ્થાનકે છે. તેમાં “અભિનવજ્ઞાનની આરાધના” પણ એક સ્થાનક છે. સભાએ આ “અભિનવજ્ઞાન પદની' દીર્ઘ કાલીન આરાધના કરી છે-એમ કહેવામાં અતિશયોકિત નથી. સાહિત્યસેવાના આ ઉચ્ચકાર્યમાં અમદાવાદથી ઉગ્ર વિહાર કરી અત્રે પધારેલ આ૦ પ્ર. પૂ. મુશ્રી પુણ્યવિજ્યજીને, તેમના ગુરુવર્યશ્રી ચતુરવિજયજી મહારાજને, અને દાદાગુરુ પૂ૦ પ્ર૦ મ૦ શ્રી કાંતિવિજયજીને ગ્રંથરત્નોના પ્રકાશને માટેનો અપ્રતિમ ઉપકાર છે. એમના ગ્રંથ સંપાદનના પ્રયાસેથી આ સભા સાહિત્યવિષયક કાર્યમાં સિત્તેર વર્ષ પયત સમૃદ્ધ બની છે. ભારતમાં સ્વ. પૂ૦ આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી તરત જ પ્રથમ-પ્રસ્તુત સભાની સ્થાપના વકીલ શ્રી મૂળચંદભાઈ નથુભાઈના અધ્યક્ષ સ્થાને થઈ. ત્યારપછી અન્ય પ્રમુખના અધ્યક્ષપણું પછી વર શેઠ ગુલાબચંદ આણંદજીની વહીથી વ્યવસ્થાશક્તિ અને શ્રી વલભદાસ ત્રિભોવનદાસ ગાંધીની સાહિત્યપ્રચાર શક્તિ-ઉભયના મિલને સભાની જયોતને પ્રકાશિત રાખી છે. હાલમાં પ્રમુખ તરીકે શ્રી ખીમચંદભાઈ ચાંપશી M. A. વ્યવસ્થાપક સમિતિ સાથે કાર્ય કરી રહ્યા છે. સભા તરફથી આ પ્રસંગે સિત્તર વર્ષના ઇતિહાસની પુસ્તિકા પ્રકાશિત થઈ છે.
સભાએ વસુદેવ હિંડી તથા બૃહકલ્પસૂત્રના છ મહાકાય વિભાગો વિગેરે અનેક પ્રાચીન પુસ્તકેનું પ્રકાશન કરેલું છે. એ માટે સભા પ્રશસ્ત ગૌરવ લે તે સધટિત છે.
ભારતના જૈન સમાજની અગ્રગણ્ય વ્યક્તિ અને તીર્થોની પ્રાચીનતા માટે તન મન ધનથી રક્ષણું કરવા સદા જાગૃત શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આજના સમારંભના અધ્યસ્થાને છે, તેઓ તથા જૈન સાહિત્યના તલસ્પર્શી સંશોધક અતિથિવિશેષ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી-આ બને સ્વ. પૂ૦ આત્મારામજી મહારાજ પાસેથી અદશ્ય જ્યોતિની પ્રજા લઈ પૂર આ૦ પ્ર. પુણ્યવિજયજીના આશીર્વાદ અને પ્રેરણાદારા પ્રસ્તુત સભાને દીર્ઘ વર્ષે પર્યત સાહિત્ય સેવા માટે નકકર માર્ગદર્શન આપશે. તેમ અંતઃકરણ પૂર્વક ઈછી. આ મંગલસંદેશ સમાપ્ત કરું છું અને લગભગ પચાસ વર્ષ પર્યત મારાથી સભાની યુકિચિત, સાહિત્યસેવા થઈ હોય તે માટે પ્રશસ્ત આનંદ અનુભવું છું..
૧૬૦–૧૬
આત્માન પ્રકારા
For Private And Personal Use Only